SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેમનું શિલ્પ સ્થાપત્ય સર જોતાંની સાથે જ પંદરમા સૈકાના ગુજરાતી શિપીઓની સ્થાપત્યકલા તથા શિલ્પકલા કેટલી બધી ફાલી ફૂલેલી હશે તેને કાંઈક ખ્યાલ આવે છે. ચિત્ર પ્લેટ ૭૦ ચિત્ર ૧૩૫ શ્રી મક્ષીજીનું દેરાસરઃ માળવામાં આવેલા ઉજજન શહેરની નજીકમાં ભક્ષીજી રેલવે સ્ટેશનની પાસે આ વેતાંબર જૈન દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી મક્ષીજી પાર્શ્વનાથના નામથી ઓળખાય છે. આ તીર્થને વહીવટ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કરે છે. ચિત્ર ૧૩૬ શ્રી દાદાવાડીનું દેરાસર–લખનૌઃ લખનૌમાં તાંબર મૂર્તિપૂજકનાં ૧૪ દેરાસર આવેલાં છે અને તેમાં સેંકડે જિનમૂર્તિઓ મોગલ સમયની છે. આ દેરાસરોના બાંધકામનો ખ્યાલ આપવા માટે અને એક દેરાસરનું ચિત્ર રજૂ કરેલું છે. ચિત્ર પ્લેટ ૭૧ ચિત્ર ૧૭ શ્રી લકવાડનું નીચેનું દેરાસરઃ બિહારમાં આવેલા ક્ષત્રિયકુંડ નામના ગામમાં જૈનેના ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીને જન્મ થયો હતો, તે ગામ હાલ લછવાડના નામથી ઓળખાય છે અને તેની પાસેના પર્વતની ટેકરીઓ પર મહાવીરના જન્મ, ચ્યવન, દીક્ષા ક૯યાણકનાં પવિત્ર સ્થાને છે. તે પર્વતની તળેટીમાં એક તાંબર મૂર્તિપૂજક જૈનેની ધર્મશાળા છે. તે ધર્મશાળાની વચ્ચે આ દેરાસર આવેલું છે. ચિત્રની મધ્યમાં વિશાળ દેરાસર નજરે પડે છે અને તેની ફરતો કોટ દેખાય છે અને કેટની અંદર ધર્મશાળા પણ છે, બિહારના પ્રવાસે નીકળનાર દરેક પ્રવાસીઓ આ સુંદર અને મંગળમય ભૂમિની જરૂર મુલાકાત લેવી જોઇએ. ચિત્ર ૧૩૮ શ્રી ક્ષત્રિયકુંડનું પર્વત પરનું દેરાસરઃ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની જગાએ આ દેરાસર બંધાવવામાં આવેલું છે. ચિત્ર પ્લેટ ૭૨ ચિત્ર ૧૩૯ શ્રી કંપિલા નગરી (ફકકાબાદ)નું દેરાસરઃ આ કપિલા નગરીમાં જેનોના તેરમા તીર્થંકર શ્રી વિમલનાથના ચાર કયાણક થએલાં છે. ચિત્ર ૧૪૦ શ્રી કુલ્યાકજીનું દેરાસર નિઝામ સરકારના કુલ્હાકજી નામના શહેરમાં આ પ્રાચીન દેરાસર આવેલું છે. ચિત્ર પ્લેટ ૭૩ ચિત્ર ૧૪૧ જગતશેઠનું દેરાસર : બંગાળામાં આવેલા મુર્શિદાબાદ શહેરની સામે નદીકિનારે કટગેલા નામના ગામમાં જગપ્રસિદ્ધ જગતશેઠનું બંધાવેલું કસોટીનું જૈન દેરાસર નદીકિનારે વિદ્યમાન છે. ચિત્ર ૧૪ર સપ્તધારાનું દશ્યઃ બિહાર પ્રાંતમાં આવેલા રાજગિર નામના રેલ્વે સ્ટેશનની નજીકમાં જ જૈન શ્વેતાંબર દેરાસર તથા ધર્મશાળા આવેલો છે. ચિત્રમાં શિખરબંધ દેરાસર દેખાય છે. હાલનું આ રાજગિર નામનું ગામડું એક વખત મગધનું પાટનગર હતું અને રાજગૃહીના નામે ઓળખાતું હતું. ચિત્ર પ્લેટ ૭૪ ચિત્ર ૧૪૩ શ્રી બદ્રીદાસ બાબુ દેરાસરથી કંપાઉન્ડનું મુખ્ય દ્વાર–કલકત્તા, ચિત્ર ૧૪૪ શ્રી બદ્રીદાસ બાબુનું દેરાસર-કલકત્તા. ચિત્ર લેટ ૭૫ ચિવ ૧૪૫ શ્રી બદ્રદાસ બાબુના દેરાસરની ભવ્યતા દર્શાવતું દશ્ય-કલકત્તાઃ કલકત્તાની અંદર "Aho Shrutgyanam
SR No.008471
Book TitleBharatna Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1942
Total Pages192
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Tirth
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy