________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
ચિત્ર પ્લેટ ૨૭
ચિત્ર પ૬ શ્રી અભિનંદન સ્વામીઃ શત્રુંજય પરની નવ ટૂંકાની અંદર જવાના પ્રવેશદ્વારમાં પેસતાં જ જમણા હાથ તરફ શેઠ કેશવજી નાયકની ટૂંક આવે છે. તે ટૂંકના મુખ્ય દેરાસરમાં મૂળનાયક તરીકે આ પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજીને આરસ પણું બહુ જ સ્વચ્છ અને સુરેખ છે. ચિત્ર પણ શ્રી અતિનાથજીઃ ગુજરાતની અંદર આવેલા તારંગા પર્વત ઉપર ગુર્જરેશ્વર કુમારપાલે બંધાવેલા જિન મંદિરમાં આ પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે.
ચિત્ર પ્લેટ ૨૮
ચિત્ર ૫૮ શ્રી ચંદ્રપ્રભસ્વામી: કાયિાવાડના વેરાવળ રેલ્વે સ્ટેશનથી દોઢ માઈલ દૂર આવેલા પ્રભાસપાટણમાં આવેલા જૈન દેરાસરો પૈકીના મુખ્ય દેરાસરના મૂળનાયક તરીકે આ મૂર્તિ સિરાજમાન છે. આ મૂર્તિ બારમા સૈકાની હાય એમ લાગે છે.
ચિત્ર પદ્ધ પાષાણુની પંચતીર્થી: પાલીતાણાની પાસે આવેલા કાંમ્બંગગરની તળેટીમાં આવેલા જિનમંદિરના મુખ્ય દેરાસરની પાછળના ભાગમાં આ પીળા પાષાણુની પંચતીર્થી આવેલી છે. ચિત્રની અંદર મુખ્ય મૂર્તિની નીચે હાથ જોડીને ઊભેલી શ્રાવકશ્રાવિકાની મૂર્તિએ પંદરમા સૈકાના ગુજરાતનાં સ્રીપુરુસ્રાના પહેરવેશના આપણુને ખ્યાલ આપે છે.
ચિત્ર પ્લેટ ૨૯
ચિત્ર ૧૦ સહસ્રા પાર્શ્વનાથઃ જોધપુર (મારવાડ)ના જિનમંદિશ પૈકીના ગુરાંકાતલાવના શ્રી પાર્શ્વનાથજીના જૈન દેરાસરમાં મૂળનાયક તરીકે આ મૂર્તિ બિરાજમાન છે. આ ચિત્રનું વર્લ્ડન પણ ‘ભારતીય વિદ્યા’ના લેખમાં ચિત્ર ૧૨માં હું કરી ગયા છું.
ચિત્ર ૧૧ દાદાસાહેબ: ભાવનગરના મેટા દેરાસરના નામથી એળખાતા જિનમંદિરમાં આ મૂર્તિ મૂળનાયક તરીકે બિરાજમાન છે, ચિત્રની નીચે શરતચૂકથી દાદાસાહેબનું નામ છપાઈ ગએલ છે, ચિત્ર કર શ્રી પાર્શ્વનાથજીઃ કાઠિયાવાડમાં આવેલા ઊના ગામથી ત્રણ માઈલના અંતરે આવેલા દેલવાડા નામના ગામના જિનમંદિરમાં આ ત્રણે મૂર્તિઓ બિરાજમાન છે. મધ્યની મૂળનાયકની મૂર્તિ શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે.
ચિત્ર પ્લેટ ૩૦
ચિત્ર ૧૩ સમવસરણ મારવાડમાં આવેલા સાદડીની પાસે આવેલા રાણકપુરના ધરવિહાર નામનાં જિનમંદિરની ભ્રમતીમાં આ સમવસરણની રચના કરેલી છે.
ચિત્ર ૧૪ શ્રી પાર્શ્વનાથજી ઉપરાંત ધરવિહારની નજીકમાં જ જિનમંદિરમાં કાળા પાષાણની મૂળનાયક તરીકે આ મૂર્તિ બિરાજમાન છે.
ચિત્ર ૧પ શ્રી પદ્માવતીદેવીઃ પાટણની અંદર આવેલા ખેતરપાલના પાડામાં આવેલા દશમા તીર્થંકર શ્રી શીતલનાથના જિનમંદિરમાં જમણી બાજુએ સફેદ આરસની આ મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ લગભગ દસમા, અગિયારમા સૈકાની હોય એમ લાગે છે.
ચિત્ર પ્લેટ ૩૧
ચિત્ર 55 શ્રી જિનમૂર્તિઃ પાટણના ખડાકોટડીના પાડામાં આ સુંદર પરિકરવાળી સફેદ આરસપહાણુની ચંદ્રપ્રભુની મૂર્તિ બિરાજમાન છે.
*(૧) વાતસાદ શ્રીમદ્દમાશે: સંવત્ ૧૯૧૮ વર્ષે વૈશાલગ્રુતિ ૧૧
"Aho Shrutgyanam"