________________
અને તેમનું શિલ્પસ્થાપત્ય
૩
એનું ધડતર બહુ જ ઉતાવળથી કર્યું હોય તેમ સ્પષ્ટ લાગે છે. આ મૂર્તિની જૈનાની મુખ્ય બંને (શ્વેતાંબર અને દિગંબર) શાખાએ પૂજ્યભાવથી પૂજા કરે છે,
ચિત્ર ૧૫ શ્રી માણિક્યસ્વામીજી ઃ દક્ષિણમાં હૈદ્રાક્ષાદ રાજ્યની હદમાં આવેલા કુપાકજી નામના ગામની અંદરના જિનમંદિરમાં આ અર્ધપદ્માસનસ્થ મૂર્તિ બિરાજમાન છે અને જનેાની માન્યતા પ્રમાણે પ્રથમ તીર્યકર શ્રી ઋભદેવના વડીલ પુત્ર ભરત ચક્રવર્તીએ આ મૂર્તિ ભરાવરાવેલી છે. આ મૂર્તિની ઉત્પત્તિ સંબંધી પુષ્ણુ ઉપરાંક્ત ‘વિવિધતીર્થકલ્પ'ના કાલાકાણિયદેવતીર્થંકલ્પ નામના કલ્પમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. મૂર્તિની નીચેના ભાગમાં જે સંવત ૧૭૬૭ની સાલો લેખ છે, તે તે શ્રી ભાવનગરના સંઘે તેના બૌદ્ધાર કરાવ્યા તે વખતને છે.
બંને મૂર્તિ ઘણી જ પ્રાચીન છે અને બંને ઉપર લેપ કરા છે.
ચિત્ર પ્લેટ ૮
ચિત્ર ૧૬ શ્રી પાર્શ્વનાથજી : આ મૂર્તિ પણ મથુરાના કંકાલીટીલાના ખેડદકામમાંથી મળી આવી હતી અને હાલ તે લખનૌ મ્યૂઝિયમમાં છે. મૂર્તિના મસ્તક ઉપરની નાગા બહુ જ સુંદર રીતે શિલ્પીએ રજૂ કરેલી છે અને એકની નીચેના ભાગ એટલે બધે નાશ પામેલ છે કે લેખના શબ્દ સુદ્ધાં 'પણ રહ્યો નથી, છતાં પણ મૂર્તિને સમય તેના ઘડતર ઉપરથી બીન સૈકા પછીને તે નથીજ તેમ લાગે છે, આ મૂર્તિના બંને કાન બીજી જિનમૂર્તિઓની માફક ખભાને અડેલા નથી અને તેના શિલ્પીએ કુદરતી કાનની માકજ ધરેલા છે, એટલે એમ માનવાને કારણ રહે છે કે કદાચ આ મૂર્તિ મહાવીરસ્વામીના સમય પહેલાંની પણ હોય.
ચિત્ર ૧૭ શ્રી નિમૂર્તિ આ મૂર્તિ પશુ કંકાલીટીલામાંથી મળી આવેલી છે, પરંતુ આ મૂર્તિ ઉત્થિત પદ્માસની મેઢકે મંડેલી છે તે, અને તેના મસ્તકના વાળ પણ ગૂંચળાંવાળા છે તે, તેને બીજી જિનમૂર્તિઓથી જુદી પાડી દે છે. મૂર્તિની છાતી પર શ્રી વનનું ચિહ્ન પણ સ્પષ્ટ દેખાય છે. આ મૂર્તિના બંને ખભા ઉપરથી ઢંઢ કેણીના અડધા ભાગ સુધી વાળ કાતરેલા દેખાય છૅ, એ ઉપરથી સાબિત થાય છેં કે આ મૂર્તિ જેનેાના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવની જ છે.
:
ચિત્ર ૧૮ ખંડિત શ્રી નિમૂર્તિ આ મૂર્તિ પશુ મથુરાના કંકાલીટીલામાંથી મળી આવી હતી. આ મૂર્તિના મતકા ભાગ બિલકુલ ખંડિત છે અને પ્રાચીન સમયમાં મૂર્તિને લાંછન નહિ હોવાથી, આ મૂર્તિને એાળખવી મુશ્કેલ છે. મૂર્તિની પલાંડી નીચે અસ્પષ્ટ અક્ષરા રાષ્ટ્રી લિપિમાં કોતરેલા છે, જે વાંચી શકાય તેવા નથી. પબાસનની નીચે બંને બાજુએ એકેક સિંહની આકૃતિ કતરેલી છે અને મધ્યમાં ધર્મચક્રના બદલે સ્તૂપની આકૃતિ ઊતરેલી છે અને તે રૂપની બંને બાજુએ ચાર ચાર આકૃતિઓ સ્તૂપની સ્તુતિ કરતા શિલ્પીએ રજૂ કરીને તે વખતના જૈન ગૃહસ્થાની અંદર પ્રક્ષિત સ્તૂપપૂજાના પુરાવા રજૂ કર્યાં છે. ચિત્ર ૧૯ શ્રી નિમૂર્તિ આ શ્રમસાધિત શિલ્પ પણ મથુરાના કંકાલીટીલામાંથી મળી આવ્યું હતું. મૂર્તિના ખાસનની નીચે સુંદર કોતરણીવાળા વસ્ત્રની આકૃતિ શિલ્પીએ ધડીને આ મૂર્તિ શ્વેતાંબર સંપ્રદાયની હાવાની રજૂઆત કરી છે. મૂર્તિના મસ્તકના પાછળ આભામંડળની રજૂઆત તથા ત્રાસનમાં કમળની પાંખડીઓની રજૂઆત પરથી આ મૂર્તિ અરિહંત ભગવાનની હાવાની સાબિતી આપે છે, પદ્માસનની નીચેના બંને છેડે એકેકે સુંદર સિંહની આકૃતિ કાતરેલી છે અને ડાબી તરફના સિંહની પાછળ એક મૂર્તિ ભરાવનાર સ્ત્રીની આકૃતિ શિક્ષીએ કાતરેલી છે, આ મૂર્તિની શિલ્પકળા અગિયારમા સૈકાની છે.
"Aho Shrutgyanam"