________________
પ્રસ્તાવના
ઈ. સ. ૧૯૬૧માં એમ. એ. પાસ કર્યા પછી મારા પૂજય પિતાશ્રીની છત્રછાયા નીચે અમદાવાદના દેવશીના પડામાં આવેલ “શ્રી દયાવિમલજી શાસ્ત્રસંગ્રહ 'ની જગવિખ્યાત કલાસામગ્રી તથા
ભારતીય સંગીત તથા નાટયશાસ્ત્રને લગતા વિવિધ રૂપવાળી સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની હસ્તપ્રતના પ્રત્યેક પાને બંને હાંસિયાઓમાં આપેલા ચિત્રને લગતાં ચિત્રકારે લખેલાં નામ સાથેનાં ચિત્રો, તેને લગતા વર્ણન સાથે આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવા માટે આ પ્રથમ જ પ્રયાસ છે.
આ ચિત્રો જોતાં મને લાગે છે કે એક વખતે ગુજરાતના જેનોને સંગીત અને નાટય ઉપર ખૂબ જ પ્રેમ હશે અને તે વખતે આ કળા ગુજરાતમાં ખૂબ વિકસી હશે. જ્યાં સુધી મારી યાદશક્તિ પહોંચે છે ત્યાં સુધી મને લાગે છે કે ભારતના કોઈ પણ પ્રદેશમાં સંગીત અને નાયુને લગતાં રૂપાનાં ચિત્રો આટલી મોટી સંખ્યામાં મળી આવ્યો નથી. કેટલાંક રૂપો તો આ ચિત્રાવલીમાં પ્રથમ વાર જ સ્થાન પામ્યા છે.
આ ચિત્રાવલીનાં ચિત્રો મને લાગે છે કે મૂળ કઈ સંગીત અને નાટયને લગતા લુપ્ત થએલ ગ્રંથને આધારે ચતરાયેલાં છે, ઘણું તપાસ કરવા છતાં એ ગંધ હજી સુધી ઉપલબ્ધ ન થતાં મેં વાચનાચાર્ય સુધાકલશ (ગણિ) રચિત “સંગીત પનિષત્ સારોદ્ધાર” (ગાયકવાડ એરિએન્ટલ સીરીઝ. ઈ. સ. ૧૯૬૧) તથા સારંગદેવ રચિત “સંગીત રત્નાકર” (આનંદાશ્રમ સંસ્કૃત ગ્રંથાવલિ ઈ. સ. ૧૯૪૨)માં આપેલ સંસ્કૃત કોને આધારે ચિત્રનું વર્ણન કરવા યથાશકર્થ પ્રયત્ન કર્યો છે. સાથે સાથે ચિત્રનાં પાત્રોના પહેરવેશમાં વપરાયેલ રંગની તથા હાથમાં ધારણ કરેલાં વાદ્યો વગેરેની માહિતીઓ આપવાને પણ પ્રયાસ કર્યો છે.
આ ચિત્રોમાં “ભરત નાટયશાસ્ત્ર માં આપેલાં ચાર વિધાનનાં રૂપો ઉપરાંત નાટ્યશાસ્ત્રમાં સ્થાન નહિ પામેલ કાહલ વગેરે ગ્રંથકાએ વર્ણવેલ દેશચારી (૩૫ મચારી, અને ૧૯ આકાશચારી)નાં રૂપે પણ આપવામાં આવેલાં છે.
આ ચિત્રાવલીમાં નૃત્તહરસ્ત–પ્રકાર તથા ચાર વિધાનનાં કેટલાંક રૂપે એવી રીતે રજૂ કરેલાં છે કે આપણી નજર સમક્ષ ચિત્રકાર નર્તકીઓની હારમાળા જશે રજૂ કરતે ન હૈય તેવો ભાસ થાય છે.
હું માનું છું કે દેલવાડા તથા કુંભારિયાજી વગેરે જેન મંદિરની છત તથા સ્તંભ ઉપર કંડારાપેલાં નૃત્યને લગતાં વિવિધ રૂપે નાટ્યશાસ્ત્રનું કયું સ્વરૂપ રજૂ કરે છે તે જાણવા માટે આ ગ્રંથ એક માર્ગદર્શક બની રહેશે. આજ સુધીના સંગીત અને નાટયશાસ્ત્રનાં રૂપને લગતાં જે કઈ છે પ્રસિદ્ધ થયા છે, તેમાંનાં કઈ પણુ ગ્રંથમાં આટલી વિપુલ સંખ્યામાં ચિત્રો પ્રસિદ્ધ થયાનું મારી જાણમાં નથી.
આ બહુમૂલ્ય હસ્તપ્રત ઈ. સ. ૧૯૩૧ માં મારા પિતાજી (સારાભાઈ નવાબ)ના જોવામાં આવી હતી. ત્યારથી તે હસ્તકતમાં આપવામાં આવેલી કલાસામગ્રીને પ્રસિદ્ધ કરવા માટે તેઓએ પ્રયત્ન કરેલો છે. તે સામગ્રી પૈકી સંગીત અને નાટયને લગતાં ચિત્રોને વર્ણન સાથે પ્રસિદ્ધ કરવાનું કામ મને તેઓએ સુત કરવાથી મેં આ પ્રયાસ આદર્યો છે. આશા રાખું છું કે મારી આ પ્રવૃત્તિને સંગીત અને નાટચકળ માં રસ ધરાવતી જનતા સહર્ષ વધાવી લેશે, અને આ ગ્રંથ ખરીદીને મારી સાહિત્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપશે.
આ ચિત્રોનાં વર્ણનમાં ઉપયોગી સંસ્કૃત શ્લોકોની સમજૂતી આપવામાં પિતાના અમૂલ્ય સમયને ભાગ આપી વિદ્વદ્રય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી તથા ઉપાધ્યાય શ્રી દક્ષવિજયજીએ મને ઉપકૃત કરી છે, તે માટે હું તેઓશ્રીને તથા મને સાહિત્ય પ્રવૃત્તિમાં જોડાવાની પ્રેરણા આપનાર મારા પિતાશ્રીને તેમ જ આ પુસ્તકનું છાપકામ યથા સમયે સુઘડ રીતે કરી આપવા બદલ ધી ડાયમંડ જ્યુબિલી પ્રિટસ પ્રેસના માલિક શ્રી સુરેશભાઈ પરીખને તથા ચિત્રફલકે સુઘડ રીતે છાપી આપવા માટે દીપક પ્રિન્ટરીના માલિક શ્રી જયંતિલાલ રાવતને આભાર માનવાની આ તક લઉં છું.
કુમારી વિદ્યા સારાભાઈ નવાબ.
"Aho Shrutgyanam