________________
નિવેદન
।। श्री वीतरागाय नमः ॥ થઈા ઈચા નાટક કરતાં દાદાને દરબાર રે. રાવણ રાયે નાટક કીધું અષ્ટાપદ ગિરિ ઉપર રે,
સમકિત દષ્ટિ તેહ વખાણે તીર્થકર ૫દ બાંધ્યું છે. થેઈયા પ્રભુ સન્મુખ નૃત્ય કરવાથી તીર્થકર નામકર્મ બંધાય છે; એ બાબતની ઉપરની પંક્તિઓ સાક્ષી પૂરે છે. આજે પણ જિન મંદિરમાં પુરુષે તથા સ્ત્રીઓ ચામર વગેરે લઈને ઉપરની પંક્તિઓ બોલતાં
લતાં નૃત્ય કરે છે. જે બતાવે છે કે પ્રાચીન સમયથી જૈન સમાજમાં સંગીત અને નૃત્યને બહુ મહત્વનું સ્થાન પ્રાપ્ત થએલ છે.
જૈન સમાજમાં આજે સંગીત તથા નાટય વિષયમાં ખૂબ ઉડે રસ જાગૃત થએલે દેખાય છે અને દરેક શહેરમાં મહેલે મહેલે આવક તથા શ્રાવિકા પૂજાઓ વગેરે ભણાવતી વખતે સંગીત સાથે નૃત્ય પણ કરે છે. મારા આ ગ્રંથમાંનાં ચિત્રો સંગીત અને નૃત્યમાં રસ લેનાર ભાઇઓ તથા બેનેને કાંઈ પણ પ્રેરણા આપશે તો મારે આ પ્રયાસ સફળ થએલે લેખીશ. - ઈ. સ. ૧૫૮ માં શ્રી જૈન ચિત્રકલ્પમ (ગ્રંથ બીજા)ના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદના દેવશાના પાડામાં આવેલા દયાવિમલજી શાસ્ત્રસંગ્રહની અપ્રતિમ ચિત્રકળાવાળી જગવિખ્યાત સુવર્ણાક્ષરી હસ્તમતમાં સંગીતશાસ્ત્રના ગ્રામ, સ્વર, અતિ, મૂછના અને તાનનાં ચિત્રો, તથા “નાટયશાસ્ત્રના હસ્તકની મુદ્રાઓ, નૃહસ્તની મુદ્રાઓ અને ભેમચારી, આકાશચારી, દેશીચારી (મચારી તથા આકાશચારી)નો રૂપનાં જે ચિત્રો આપવામાં આવેલાં છે, તે આ ગ્રંથમાં પ્રથમવાર જ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ રૂપનું વિગતવાર વર્ણન પણ મારી પુત્રી કુમારી વિદ્યા સારાભાઈ નવાબે વાચનાચાર્ય સુધાલશ ગણિ વિરચિત “સંગીતપનિષત્સા દ્ધાર' તથા સારંગદેવ વિચિત “સંગીત રત્નાકર ” ગ્રંથ ઉપરથી સંગીત તથા નાટયશાસ્ત્રના પ્રેમી સજજને માટે આપેલું છે.
આશા રાખું છું કે મારા આજ સુધીનાં ગ્રંથને જનતાએ જે રીતે ઉત્તેજન આપેલ છે, તેવી જ રીતે આ ગ્રંથને પણ ઉત્તેજન આપીને મને ઉપકૃત કરશે.
મારા આ ગ્રંથ પ્રકાશન કાર્યમાં જે જે મુનિરાજે તથા કલાપ્રેમી સજજનો તરફથી પ્રત્યક્ષ અગર પરોક્ષરૂપે મને સહાય મળી હોય તેઓને પણ અત્રે હું આભાર માનું છું.
સંવત ૨૦૧૯ ના માગશર વદી ૧૦ ને શુક્રવાર માંડવીની પળમાં, છીપ માવજીની પિાળ,
- અમદાવાદતા. ૨૧-૧૨-૧૯૬૨
સારાભાઈ મણિલાલ નવાબ
"Aho Shrutgyanam