________________
નૃત્ય-રૂપાવલિ નાટયશાસૂની ઉત્પત્તિ :
પ્રાચીન કાળમાં જે અનેક વિષયો પર વિવિધ શાસ્ત્રો રચાયાં છે, તેમાં નાટ્યશાસ્ત્રનો પણ સમાવેશ થાય છે. તેમાં સંગીત, નૃત્ય, અભિનય આદિ નાય-વિષયનું વિસ્તૃત અને પદ્ધતિસરનું વિવરણ કરવામાં આવ્યું છે. તેના આદિ આચાર્ય ભરતમુનિ હેવાથી તે “ભરત નાટયશાસ્ત્રને નામે ઓળખાય છે. છે કે એ “ભરત” શબ્દ પરત્વે મતભેદ પણ પ્રવર્તે છે. કેટલાક તેને અર્થ તેના પ્રત્યેક અક્ષર ઉપરથી અનુક્રમે “ભાવ, રાગ અને તાલ' એ કરે છે.
શારામાં નૃત્યને લગતા ત્રણ ભેદ પાડવામાં આવ્યાં છે. નાટય, નૃત અને નૃત્ય. તેનાં લક્ષણે આ પ્રમાણે આપવામાં આવ્યો છે(૧) કથા-અભિનય અથવા તો ચાર પ્રકારના અભિનયથી યુક્ત તે નાચે (નાટક) (૨) તાલાનુસાર કલાત્મક અંગવિક્ષેપ કે હલનચલન તે નૃત્ત ને (૩) નાટચ તથા નૃત્તનું સંમિશ્રણ તે નૃત્ય.
નૃત્ત માત્ર શોભા અને આનંદ પૂરતું જ હોય છે અને તે કશો પણ અર્થ દર્શાવતું નથી. જ્યારે નૃત્યમાં નાટ્ય અને નૃત્ત બનેન અંશે રહેલા હોવાથી તેની પાછળ કંઈક કથા રહેલી હોય છે, અથવા તો તે અર્ધયુક્ત હોય છે. સામાન્ય રીતે આજે તો નૃત્ય શબ્દ નૃત (Dance)ના અર્થમાં પ્રચલિત જોવામાં આવે છે. પરંતુ નૃત્ય શબ્દને ખરે શાસ્ત્રીય અર્થ તે ઉપર કહ્યું તેમ નૃત્ય-નાટક (Dancedrama) એ થાય છે.
નર્તન વળી લાસ્ય અને તાંડવ એવી બે પદ્ધતિમાં વહેચાએલું છે. મૃદુ કે કેમળ પ્રકારના નિર્તનને શાસ્ત્રની ભાષામાં લાસ્ય કહે છે, અને ઉદ્ધત કે ઉઝ પ્રકારના નર્તનને તાંડવ કહે છે. લાસ્ય, વ્યંગારરસપ્રધાન હોય છે અને તાંડવ વીરરસ–પ્રધાન હોય છે,
ન ટ્યશાસ્ત્રોમાં નૃત્તના ભેદે પણ આપવામાં આવેલાં છે, જેમકે : (૧) હલ્લીસક-અનેક સ્ત્રીઓના નર્તનમાં એક જ નેતા હોય તેવું (જેમ ગોપ-ગણમાં શ્રીકૃષ્ણ), (૨) રાસ: હલ્લીસકનું વિસ્તૃત સ્વરૂપ તે રાસ. આપણું ગુજરાતના રાસ અને ગરબા તે આ જ એમ કેટલાકનું માનવું છે. દંતકથા એવી છે કે પાર્વતીએ પિતાનું લાસ્ય નૃત્ય બાણાસુરની પુત્રી ઉષા (ઓખા)ને શીખવ્યું, ઉષાએ તે શ્રીકૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધને શીખવ્યું, અનિરુદ્ધ તે ગેય સ્ત્રીઓને શીખવ્યું, ને આ રીતે તેનો સૌરાષ્ટ્ર (ગુજરાત)માં પ્રચાર થયે.
પોતે જેએલી વસ્તુનું અનુકરણ કરવું કે અનુભવેલા ભાવને સામા પાસે પ્રત્યક્ષ કરવા તે અભિનય. તે ચાર પ્રકાર છે: આંગિક, વાચિક, સાત્વિક અને આહાયરૂપ.
અંગજન્ય કે શરીરના હલનચલનથી દર્શાવવામાં આવતે અભિનય તે આંગિક. વાચજન્ય કે વાણીના અમુક અનુકરણથી દર્શાવવામાં આવતે અભિનય તે વાચિક. આત્મજન્ય અથવા ચિતની અમુક વૃત્તિથી દર્શાવવામાં આવતો અભિનય તે સાત્વિક અને ભૂષણુજન્ય અથવા વેષાલંકારના અનુકરણથી દર્શાવવામાં આવતે અભિનય તે આહાયરૂપ. આ ચારે અભિનય સામાન્ય રીતે આંગિકાભિનય, વાચિકભિનય, સાત્વિકાભિનય અને આહાર્યાભિનયના નામે ઓળખાય છે. આ પૈકી પ્રથમ આપણે આંગિકાભિનય લઈએ.
અંગ-ઉપાંગ: શરીરના જુદા જુદા અવય “અંગ” અને “ઉપાંગ’ એવા બે ભાગમાં વહેચાએલા છે. મસ્તક, હસ્ત, ઉરઃ (છાતી), પાર્શ્વ (પડખાં), કટિ (કેડ), પાદ (પગ), વગેરે શરીરના અંગે ગણાય છે. જયારે નેત્ર (ભ્રકુટિ), નાસ (નાક), એg (નીચલે હેઠ), કેલ (ગાલ), ચિબુક (દાઢી), વગેરે ઉપાંગો” ગણાય છે.
બ્રકટિકમ : એટલે ભ્રમરનાં હલનચલન. તે પણ સાત પ્રકારનાં છે: (૧) ઉક્ષેપમ, (૨) પાતનમ્, (૩) ભ્રકુટિ, (૪) ચતુરમ્, (૫) કુજિતમ્, (૬) રેચિતમ્, (૭) સહજમ્. તેનાં લક્ષણ આ પ્રમાણે છે:
"Aho Shrutgyanam