________________
રંગની ડીઝાઇનવાળા ઘેરા લીલા રંગનો પરિષાન કરેલો છે. કમ્મર ઉપરનું વસ્ત્ર ચિત્ર ૩૩૪ જેવા જ
ચિત્ર ૩૩૮-૩૩૯ : ૧૬ તિય ચિતાચારી ૫ ૧-૨, જમાં પગને સંકોચીને (ચિત્ર ૩૩૮) વારંવાર તિષ્ઠ પ્રક્ષિપાય (ચિત્ર ૩૯) તે ક્રિયાને શ્રી કરણેશ્વરે તિયકકુચિતાચારી” કહી છે.
ચિત્ર ૩૩૮ : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ ઢીંચણેથી વાળીને, તેને પએ જમણા નિતંબની પાસે રાખેલ છે. જયારે ડાબો પગ સીધે રાખીને જમીનને અડાડેલો છે. તેણીને જમા હાથ જમણા પગના પંજાને અડાડે છે, જયારે ડાબો હાથ ડાબા પડખે સીધો લટકતો છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ વાદળી રંગની કંચુકી પહેરેલી છે. પાયજામ લાલ રંગની ડીઝાઇનવાળા પીળા રંગને પરિધાન કરેલો છે. કેમ્મર ઉપરનું વસ્ત્ર ચિત્ર સ૩૪ જેવા જ રંગનું છે.
ચિત્ર ૩૩૯ : આ ચિત્રમાંની નર્તકીને જમ યુગ ત્રાસે, ઢીંચણેથી વાઘેલા અને જમીનથી ઉચુ એવી રીતે રાખેલ છે કે તે પગને વારેઘડીએ ફેંકતી હેય તે ભાવ દર્શાવે છે. જ્યારે ડાબો પગ સીધે રાખી જમીનને અડાડે છે. તેણીને જમણે હાથ ઉંચા કરેલા જમણા પગના ઢીંચણને અડાડીને લટકત રાખે છે. જ્યારે ડાબે હાથ કોણ તથા પંજાથી વાળીને ડાબા પડખે રાખેલ છે. શરીરને વર્ણ સુવર્ણ છે. તેણીએ લાલ રંગની ડીઝાઈનવાળી સફેદ રંગની કંચુકી પહેરેલી છે. પાયજામો લાલ રંગની ઝીણી ચેકડીની ડીઝાઈનવાળા પીળા રંગને પરિધાન કરેલ છે. કમ્મર ઉપરનું વસ્ત્ર સફેદ રંગની ડીઝાઈનવાળા કાળા રંગનું છે.
ચિત્ર ૩૪૦ : ૧૭ મદાલસાચારી ૫ , મરની જેમ વ્યવસ્થિત રહેલા બંને પુષ્ટ પગેને આમતેમ (અહીંતહી) સ્થાપન કરવા તેને ધીરપુર ‘મદાલસાચારી કહે છે.
આ ચિત્રમાંની નર્તકીના અને પુષ્ટ પગ મદોન્મતની જેમ એકબીજાની નજીક જમીનને અડાડીને રાખેલા છે. તેણીનું શરીર પણ હુષ્ટપુષ્ટ રજૂ કરેલું છે. તેણીના બંને હાથ અને પડખે લટકતા છે.
ચિત્ર ૩૧ થી ૩૪ ઃ ૧૮ તિર્યકુસંચારિતાચારી (સંચારિતાચારી) ૫ ૧ થી ૪
સંકુચિત પગને (ચિત્ર ૩૪૧) ઉો કરી કરીને (ચિત્ર ૩૪૨), જ્યારે બીજા પગની સાથે યોજાય (ચિત્ર ૩૪૩) અને બીજો પગ સરકાવવામાં આવે (ચિત્ર ૩૪૪) ત્યારે “તિયસંચારિતાચારી થાય છે.
ચિત્ર ૩૪૧ આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ ઢીંચણેથી વાળી જમીનથી ઊંચે કરેલ છે. જ્યારે ડાબો પગ સહેજ ત્રાંસા રાખી જમીનને અડાડેલો છે. તેણીને જમણે હાથ વાળેલા જમણા ઢીંચણની આગળ લટકતે છે. જયારે ડાબે હાથ ડાબી બાજુ લટકતા રાખે છે. શરીરનો વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૪ર : આ ચિત્રમાંની નર્તકીને જમણો પગ ત્રાંસો રાખીને જમીનને અડાડેલ છે. જ્યારે ડાબો પગ ઢીચણેથી વાળીને, તેની એડી ડાબા પગના ઢીંચણ તરફ સહેજ દૂર રાખી રાખેલ છે. જે બીજા પગની સાથે જવાને ભાવ દર્શાવે છે. તેણીને જમણે હાથ જમણા પડખે લટકે છે. જ્યારે ડાબે. હાથ વાલા ડાબા પગની આગળના ભાગમાં લટકતો છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૪૩ : આ ચિત્રમાંની નર્તકીના બંને પગ જમીનને અડાડેલા છે. જે એકબીજા પગની આગળ સરકાવવાની તૈયારી કરતા હેાય તેવો ભાવ દર્શાવે છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
ચિત્ર ૩૪૪ : આ ચિત્રમાંની નર્તકીને જમા પગ ઢીંચથી વાળી, પાછળ લઈ જઈ પંજાની આંગળીઓ જમીનને અડાડી, એડીને ભાગ ઉચે રાખેલ છે. જયારે ડાબે પગ આગળ લઈ જઈ, સહેજ ત્રાંસા રાખી જમીનને અડાડે છે. જે પગ સરકાવવાને ભાવ સપષ્ટ દર્શાવે છે. તેણીના બંને હાથ બંને પડખે લટકતા છે. શરીરને વર્ણ સુવર્ણ છે.
"Aho Shrutgyanam