________________
રિત્ર વિવરણ
ચિત્ર ૩ન્ના અનુસંધાનમાં આ ચિત્ર પ્રસંગ છે. ચિત્રમાં ઉપરના ભાગમાં સુવર્ણ સિંહાસન ઉપર ત્રણ ગણુધરે અને નીચેના ભાગમાં સુવર્ણ સિંહાસન ઉપર બીજા બે ગણુધરે બેઠેલા છે. નીચેના ભાગમાં બેઠેલા ગણધરની પાછળ એકેક શિષ્ય પિતાના ઉંચા કરેલા હાથમાં પકડેલા કપડાંનાં છેડાથી ગુરુની સુશ્રુષા કરતા ઊભેલા છે. દરેક ગણધરના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદર બાંધેલ છે. વળી, પાંચે ગણધરના ઉંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ છે.
ચિત્ર ૪૨. પ્રભુ મહાવીર ઉપદેશ આપતાં. પ્રતના પાના ૨ ઉપરથી. આ ચિત્રની પહેલાઈ તથા લંબાઈ ૩૪૩ ઈંચ છે.
તે કાળે એટલે ચોથા આરાને છેડે, અને તે સમયે એટલે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહ નગરને વિષે સમવસર્યા તે અવસરે, ગુણશીલ નામના ચયને વિષે ઘણા શ્રમણુઓની, ધણા શ્રાવકેની, ઘણું શ્રાવિકાઓની, ઘણા દે અને ઘણું દેવીઓની મધ્યમાં જ બેઠેલા શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું..
ચિત્રમાં ઉપરના ભાગમાં જમણી બાજુએ સુવર્ણના સિંહાસન ઉપર પ્રભુ મહાવીર બેઠેલા છે. તેઓની સામે ઉપરના ભાગમાં ત્રણ શ્રાવકે અને નીચેના ભાગમાં એક સાધુ અને એક શ્રાવક મળીને, કુલ પાંચ જણે પ્રભુને ઉપદેશ બંને હાથની અંજલિઓ જેડીને સાંભળતા દેખાય છે. ચિત્રના નીચેના ભાગમાં જમણી બાજુએ બે સાધ્વીઓ તથા ડાબી બાજુએ ચાર શ્રાવિકા બંને હાથની અંજલિઓ જેડી પ્રભુ મહાવીરને ઉપદેશ એક જ ચિત્ત સાંભળતા દેખાય છે.
ફલક ૩૪ ચિત્ર ૪૩. પ્રભુ મહાવીરનું સમવસરણ. પ્રતના પાના ૧૧૦ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઈચ છે. આ ચિત્રના વર્ણન માટે જુઓ ચિત્ર ૨૯નું આ પ્રસંગને જ લગતું વર્ણન.
ચિત્ર ૪૪. દેવ વિમાન, પ્રતના પાના ૧૧૧ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ
૩૩ ઈંચ છે.
ચિત્રમાં દેવ વિમાનની મધ્યમાં એક દેવ અને એક દેવીની રજૂઆત ચિત્રકારે કરેલી છે. આ ચિત્ર પ્રસંગ કલ્પસૂત્રની બીજી હસ્તપ્રતેમાં મારા જેવામાં આવેલ નથી.
ફલક ૩૫ ચિત્ર ૪૫. સિદ્ધાર્થ અને ત્રિશલા. પ્રતના પાના ૩૭ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩૪૩ ઇંચ છે.
સ્વદર્શનથી વિસ્મય પામેલી, સંતુષ્ટ થએલી, હર્ષોલ્લાસવાળી ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્રોનું મરણ કરવા લાગી. ત્યારપછી તે ઊઠી અને પાદપીઠથી નીચે ઉતરી. કોઈપણ જાતની માનસિક વ્યગ્રતા વગર, રાજહંસની ગતિથી તે સિદ્ધાર્થ ક્ષત્રિયની શય્યા પાસે આવી. આવીને પોતાના વિશિષ્ટ ગુણવાળી વાણી વડે સિદ્ધાર્થને જગાડ્યા.
ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિયની આજ્ઞાથી ત્રિશલા ક્ષત્રિયાણી રત્નમણિથી શોભતા સિંહાસન ઉપર બેઠાં. પિતાના શ્રમ અને ભને દૂર કરી, પોતાની સ્વાભાવિક મધુર, કમળ, લલિત અને ભાવભરી વાણી વડે કહ્યું કેઃ “હે સ્વામી ! હું આજે મહાપુણ્યશાળી અને ભાગ્યશાળીને એગ્ય શસ્યામાં
"Aho Shrutgyanam