________________
ચિત્ર વિવરણ
[ ૧૭
ફળે પીળા રંગનાં છે. આ ઝાડનાં પાંદડાં ચિત્રકારે એટલાં બધાં બારીક અને સુકેમ ચીતરેલાં છે કે જેને સંપૂર્ણ ખ્યાલ આ હાફોન ચિત્રથી કોઈ પણ રીતે આવી શકે નહિ. અમદાવ દરવાજે આવેલી સીદીસૈયદની મસ્જિદની દિવાલોમાં કોતરેલી જગવિખ્યાત સુંદર સ્થાપત્ય–જાળીએ--ની સુરચના મૂળ આવા કઈ પ્રાચીન ચિત્રના અનુકરણમાંથી સરજાએલી હોય એમ મારું માનવું છે. સ્થાપત્ય કામની એ દીર્ધકાય જાળીઓ કરતાં ત્રણ ઇંચની કી જગ્યામાંથી ફક્ત એકાદ ઇંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી ગણી શકાય એવાં બારીક ઝાડની કલાનું સર્જન કરનાર પશ્ચિમ ભારતના પ્રાચીન ચિત્રકારે જે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે.
ચિત્ર ૩૪. પાર્શ્વકુમાર પાલખીમાં. પ્રતના પાના ૬૨ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ અને લંબાઈ પણ ૩૮૩ ઇંચ છે.
પુરુષાદાનીય અહિત પા પિતાના માતાપિતાની અનુમતિ લઈને, દેવોએ આપેલા ક્ષીરસમુદ્રના જળથી, સર્વ તીર્થોની માટીથી અને સુકલ ઔષધિઓથી તેઓના માતા પિતાએ પૂર્વ દિશા સન્મુખ બેસાડી તેમને અભિષેક કર્યો. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વસ્ત્રવડે શરીરને લૂછી નાખી આખે શરીરે ચંદનનું વિલેપન કર્યું. પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણજડિત છેડાવાળું, છ, ઉજ્જવળ અને લક્ષમૂલ્યવાળું વેત વસ્ત્ર શોભવા લાગ્યું. વક્ષ:સ્થળ ઉપર કિમતી હાર ઝલવા લાગ્યા. બાજુબંધ અને કડાંઓથી તેમની ભુજાઓ અલંકત બની અને કુંડલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણો અને વથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે આખી વારાણસી નગરીને વજા-પતાકા તથા તેરણાથી શણગારવામાં આવી હતી.
પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, છત્રીસ ધનુષ્ય ઊચી, સુવર્ણમય સેંકડો તંભોથી ભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત એવી “વિશાલા” નામની પાલખીમાં બેસીને પા પ્રભુ દે, માન અને અસુરોની મોટી મંડળી સહિત દીક્ષા લેવા નિસર્યા.
તે સમયે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પિષ માસના (ગુજરાતી માગશર માસના ) અંધારીયા પખવાડીયાની અગિયારસના દિવસે, પહેલે પાર હતા, તે વેળા તેમણે છઠના તપ કર્યો હતો અને વિશુદ્ધ લેશ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. સર્વ પ્રકારની તયારી થઈ રહ્યા પછી આજ્ઞાથી તેના સેવકેએ પાલખી ઉપાડી.
ચિત્રમાં પાલખીની મધ્યમાં પાર્વ પ્રભુ બેઠેલા છે. પાલખીની આગળ નગારું વગાડનારા અને શરણાઈ વગાડનારાઓ ચાલ્યા જાય છે અને નીચેથી ચાર જણાએાએ પાલખી ઉપાડેલી છે. પ્રભના શરીરનો નીલવર્ણ છે. આ ચિત્રના દરેકેદરેક પાત્રોમાં સજીવતા દેખાઈ આવે છે.
ફલક ૨૯ ચિત્ર ૩૫. ગર્ભ સંક્રમણ. પ્રતના પાના ૧૭ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ તથા લંબાઈ ૩×૩ ઇંચ છે.
શકની આજ્ઞા લઈને દેવેને વિષે પ્રતીત એવી, બીજી ગતિએ કરતાં મનેહર, ચિત્તની
"Aho Shrutgyanam