________________
જેન ચિત્ર કહ૫દુમ ગ્રંથ બને શ્રમણ ભગવાન મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાના કારકુનાની સભામાં છેલ્લું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાને થે મહિને, વર્ષો કાળનું સાતમું પખવાડિયું એટલે કે કાર્તિક માસનું ( ગુજરાતી આસો માસનું ) કૃષ્ણ પખવાડીયું, તે કાર્તિક માસના કૃષ્ણ પખવાડીયાના પંદરમે દિવસે ( ગુજરાતી આ માસની અમાસે), પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા.
ચિત્રમાં પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર ૨૧માં વર્ણવી ગયા તે પ્રમાણેના આભૂષણે સહિત ચીતરેલી છે. નિર્વાણ કલ્યાણકને પ્રસંગ દર્શાવવા ખાતર પ્રભુની પલાડીની નીચે સિદ્ધશીલાની આકૃતિ અને બન્ને બાજુએ એકેક ચામર ધરનાર પરિચારક વધારામાં ઊભા રાખેલ છે. પ્રભુના મસ્તક ઉપર છત્ર લટકે છે.
ચિત્ર ૩૨. ગામસ્વામીને કેવલજ્ઞાન. પ્રતના પાના ૫૫ ઉપરથી. આ ચિત્રની પહેળાઇ અને લંબાઈ પણ ૩૪૩ ઈંચ છે.
જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા યાવત્ તેમનાં તમામ દુઃખો તદ્દન છેદાઈ ગયાં તે રાતે, તેમના ચેષ્ટ-પટ્ટ-શિષ્ય ગૌતમત્રના ઈંદ્રભૂતિ અનગારનું જ્ઞાનકુલમાં જન્મેલા ભગવાન મહાવીર સંબંધી જે પ્રેમબંધન હતું તે નષ્ટ થયું અને અનંતવસ્તુના વિષયવાળું, અતવગરનું, ઉત્તમોત્તમ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
જ્યાંસુધી શ્રમણ ભગવાન મહાવીર જીવતા રહ્યા, ત્યાંસુધી તેમની ઉપર નેહ ધરાવનાર શ્રીગૌતમસ્વામીને કેવલજ્ઞાન ઉત્પન્ન ન થયું; પરંતુ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા જાણીને, તેમને રાગ ગુરૂભક્તિમાં પરિણમ્ય અને પ્રભુના વિરહમાંથી ઉદભલે ખેદ, કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત થયે.
ચિત્રની મધ્યમાં સાત પાંખડીવાળા વિકસ્વર સુવર્ણ કમ ઉપર પદ્માસનની બેઠકે ગૌતમસ્વામી જમણે હાથ પ્રવચનમુદ્રાએ છાતી સન્મુખ રાખીને ચતુર્વિધ સંઘને ધર્મોપદેશ આપતા દેખાય છે. ગૌતમસ્વામીના મસ્તકના ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળે કિંમતી ચંદરવો બાંધે છે. તેઓશ્રીની જમણી બાજુએ એક સાધુ ઊભેલા છે, જ્યારે ડાબી બાજુએ બને હસ્તની અંજલિ જેડીને બે સાધ્વીજી ધર્મોપદેશ સાંભળતાં બેઠેલાં છે. નીચેના ભાગમાં ચિત્રની જમણી બાજુએ બે શ્રાવક તથા ડાબી બાજુએ બે શ્રાવિકાઓ પણ બને હસ્તની અંજલિ જેડીને, ગૌતમસ્વામીને કેવલજ્ઞાન પ્રાપ્તિ થયા પછીની પ્રથમ દેશના-ધર્મોપદેશ સાંભળે છે. શ્રાવકે તથા શ્રાવિકાઓની વેશભૂષા ચિત્રકારના સમયની વેશભૂષાના સુંદર નમૂનાઓ છે.
ફિલક ૨૮ ચિત્ર ૩૩. વીર નિણ. પ્રતના પાના ૬૦ ઉપરથી. આ ચિત્રની પહેળાઈ અને લંબાઈ પણ ૩૪૩ ઈંચ છે.
પ્રભુ મહાવીરની મૂર્તિ જે પ્રમાણે ચિત્ર ર૧માં વર્ણવી ગયા તે પ્રમાણેના આભૂષણે સહિત ચીતરેલી છે. નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ દર્શાવવા બન્ને બાજુએ એકેક ઝાડ વધારામાં ચીતરેલાં છે. આ ચિત્રની પૃષ્ઠભૂમિ સદુરિયા રાતા રંગની છે. બન્ને બાજુનાં ઝાડના પાંદડાં લીલા રંગનાં અને
"Aho Shrutgyanam