________________
૧૦ ]
જેના ચિત્ર કલ્પદ્રુમ ગ્રંથ બીજો વિષે સૌધર્માવલંસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક્ર નામના સિંહાસન ઉપર બિરાજે છે. ચિત્રમાં ઉપરના ભાગમાં ઈન્દ્રસભામાં સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન થએલો છે. તેના
હાથમાં પુજા અને ડાબા હાથમાં અંકુશ છે. નીચેનો જમણો હાથ સામે બેઠેલી ઈદ્રાણીની સાથે કાંઈક વાતચીત કરતે હોય તેમ રાખેલો છે, અને તેના નીચેના ડાબા હાથમાં રૂમાલ જેવી કોઈ વૃદ્ધ રાખેલી છે. ઈન્દ્રાણીની પાછળ બીજા બે દેવે બેઠેલાં છે. ચિત્રના નીચેના ભાગમાં બીજા ચાર દે બેઠેલાં છે. સામે બેઠેલી ઈન્દ્રાણી તથા દેવ ઈન્દ્રની આજ્ઞા સાંભળતા હોય તેવી રીતે બેઠેલાં છે. આ ચિત્રને રંગે પણ બહુ જ સુંદર છે.
ચિત્ર ૨૪. ગર્ભાપહાર. પ્રતના પાના સોળ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ ૩ ઈંચ છે. અને લંબાઈ ૩ ઇંચ છે.
દેવરાજ શકની આજ્ઞા સ્વીકારીને, શકની પાયદળ સેનાને અધિપતિ હરિપ્લેગમેથી દેવ, ભરતક્ષેત્રમાં આવેલા બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણનું ઘર આવેલું છે, અને એ ઘરમાં ઋષભદત્તની પત્ની દેવાનંદા બ્રાહ્મણ જ્યાં સૂઈ રહેલી છે, ત્યાં આવે છે. ત્યાં આવીને માતાના ગર્ભમાં રહેલા પ્રભુને જોતાં જ શ્રમણ ભગવંત મહાવીરને પ્રણામ કરે છે. પ્રણામ કરીને તે દેવ, પરિવાર સહિત દેવાનંદ બ્રાહ્મણીને અવસ્થાપિની નિદ્રામાં મૂકે છે, એ બધાંને ગાઢ નિદ્રામાં મૂકીને ત્યાં રહે અસ્વચ્છ પરમાણુ-૫ગલાને દૂર કરીને ત્યાં રહેલા સ્વચ્છ પરમાણુ-પુગલેને ફેંકે છે વેરે છે--ફેલાવે છે; એમ કર્યા પછી “ભગવન્! મને અનુજ્ઞા આપે ” એમ કહીને પિતાની હથેળીના સંપુટમાં શ્રમણ ભગવંત મહાવીરને કોઈ જાતની લેશ પણ પીડા ન થાય એ રીતે ગ્રહણ કરે છે.
ચિત્રમાં દેવાનંદાએ ચાળી, ઉત્તરીયવસ-સાડી, ઉત્તરાસંગ વગેરે સુંદર વ પરિધાન કરેલાં છે, શય્યામાં સુંદર આછાડ–ચાદર બિછાવેલ છે. તેણે તકીઆને અઢેલીને-રેકે દઈને અર્ધ જગત અને અર્ધ-નિદ્રાવસ્થામાં સૂતેલી દેખાય છે. તેણીએ પિતાને ડાબે પગ જમણા પગના ઢીંચણ ઉપર રાખેલ છે. તેણીના કાનમાં કુંડલ, માથામાં મૂલ્યવાન આભૂષણ તથા તેણીના માથાની વેણી
સ્ટી છે અને તેને છેડે ઠેઠ પલંગની નીચે સુધી લટકતે દેખાય છે. તેણીના પગ અગાડી બંને હાથે ગમન પકડીને હરિગમણિ દેવ ઉભા છે. હરિગમેષિનું મુખ હરણના જેવું છે અને માથે બે હરણ જેવાં શીંગડાં પણ ચિત્રકારે ચીતરેલાં છે. પલંગના ઉપરના ભાગમાં ચંદરવા સુંદર ચિત્રાકતિવાળો બાંધેલા છે. પલંગની નીચે નજીકમાં પગ મૂકવા માટે પાદપીઠ છે.
ચિત્ર ૨૫. શકસ્તવ. પ્રતના પાના ૯ ઉપરથી. આ ચિત્રની પહોળાઈ ૩ ઇંચ છે, અને લંબાઈ પણ ૩ ઈંચ છે.
સૌધર્મેન્દ્ર શુક્ર નામના સિંહાસન ઉપર બેઠાં બેઠાં (જૂઓ ચિત્ર ૨૩) પિતાના અવધિજ્ઞાન વડે શ્રમણ ભગવાન મહાવીરને, ઋષભદત્તની પત્ની દેવાનંદાની કુક્ષિામાં ગર્ભપણે ઉત્પન્ન થએલા જોયા. જોતાં જ તે હર્ષિત થયો. હર્ષના અતિરેકથી, વરસાદની ધારાથી પુષ્પ જેમ વિકાસ પામે તેમ તેના માજી વિકસ્વર થયા, તેનાં મુખ અને નેત્ર ઉપર પ્રસન્નતા છવાઈ રહી, તરત જ
"Aho Shrutgyanam