________________
જૈન ચિત્ર ક૯૫કુમ ગ્રંથ બીજે
છે. સૌથી પહેલા ઉપરના ભાગમાં બે સ્ત્રીએ પોતાના એક હાથે ઢોલ વગાડે છે, અને બીજો હાથ ઊંચા કરીને નૃત્ય કરતી દેખાય છે. બીજા ભાગમાં સુંદર ફૂલની ચિત્રાકૃતિ ચીતરેલી છે. ત્રીજા-મધ્ય -ભાગમાં બીજી બે સ્ત્રીઓ પોતાના બંને હાથ તાળી લેતી અને એકબીજાની સામસામી જતી નૃત્ય કરતી દેખાય છે. ચોથા ભાગમાં સુંદર ફેલની ચિત્રકતિ ચીતરેલી છે. પાંચમા ભાગમાં એક હંસ યુગલની ચિત્રાકૃતિ ચીતરેલી છે.
ચિત્ર ૨૮૧ નૃત્ય કરતી સ્ત્રીઓનાં સુશોભનો. આ હાંસિયાના પાંચ ભાગો ચિત્ર ૨૮૦ ને બરાબર મળતા જ છે.
ચિત્ર ૨૮૨–૨૮૩ નૃત્ય કરતી સ્ત્રીઓનાં સુશોભનો. આ હાંસિયાના ભાગો ચિત્રકારે પાડેલા છે. ઉપરના ભાગમાં ચીતરેલી નર્તકીના જમણા હાથમાં એક આભૂષણ છે, અને ડાબે હાથ વિતર્ક-મુદ્રા એ છે. તેણીનો ડાબે પણ જરા ઊંચે છે; તેણીએ ઉત્તરસંગ, અડધી બાંયની કંચુકી, સાડી અને આભૂષણે પરિધાન કરેલાં છે. તેણીની આજુબાજુ ફૂલો ચીતરેલાં છે.
ચિત્ર ૨૮૩ ઉપરના જ હાંસિયાના નીચેના ભાગમાં ચીતરેલી નકીના જમણા હાથમાં વીણા છે, અને ડાબે હાથ વિતર્ક-મુદ્રામાં છે. તેણીને જમણે પગ જરા ઊંચે વાળેલો છે; ઉત્તરસંગ, કંચુકી, સાડી, દુપટ્ટો અને આભૂષણે તેણીએ પરિધાન કરેલાં છે. તેણીની આજુબાજુ ફૂલે ચીતરેલાં છે.
ચિત્ર ૨૮૦ થી ૨૮૩ વાળાં ચિત્રો મધ્યેના નર્તના પાત્રવાળાં આ ચિત્ર વસ્ત સંકલનનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવાં છે. ચિત્રકાર બરાબર જાણે છે કે ચિત્રોમાં શું કહેવાનું છે અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રોનાં પાત્રોનાં એકેએક અંગ એવાં તો બારીક અને પ્રમાણસર દોરાએલાં છે કે આપણી સામે જાણે તે સમયની જીવતી જાગતી ગુજરાતણે ગરબે રમતી ખડી ન કરી દીધી હોય?
:::
"Aho Shrutgyanam