________________
ચિત્ર વિષ્ણુ
[ ૫૭
પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરાવરમાં ચારે કાર ઘણા અધા જીવેા ફરી રહ્યા છે, માછલાં એ સરોવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું લાંબું, પહેાળું અને ઊંડું એ સરેાવર સૂર્યવિકાસી કમળા, ચંદ્રવિકાસી કુવલયેા, રાતાં કમળે, મેટાં કમળા, ઊજળાં કમળેા, એવા અનેક પ્રકારનાં કમળાની વિસ્તારવાળી, ફેલાતી વિવિધરંગી શાભા એને લીધે જાણે કે ઝગારા મારતું હેાય એવું દેખાય છે, સરેવરની શૈાભા અને રૂપ ભારે મનેહુર છે, ચિત્તમાં પ્રમેાદ પામેલા ભમરાઓ, માતેલી–મત્ત-મધમાખીએ એ બધાનાં ટોળાં કમળે ઊપર બેસી તેમને રસ ચૂસી રહ્યાં છે એવા એ સાવરમાં મીઠા અવાજ કરનારા કલઢુંસે, અગલાઓ, ચકવા, રાજહંસા, સારસા ગર્વથી મસ્ત બનીને તેના પાણીના ઉપયોગ કરે છે તથા વિવિધ પ્રકારનાં પક્ષીઓનાં નરમાદાનાં જોડકાં એ સરાવરનાં પાણીના હેાંશે હાંશે ઉપયોગ કરે છે એવું એ સાવર કમલિનીનાં પાંદડાં ઉપર બાઝેલાં મેાતી જેવાં દેખાતાં પાણીનાં ટીપાંએ વડે ચિત્રાવાળું દેખાય છે. વળી, એ સરાવર જોનારનાં હૃદયાને શાંતિ પમાડે એવું છે એવા અનેક કમળાથી રમણીય દેખાતા એ સરાવરને માતા દસમે સ્વપ્ન દેખે છે.
ચિત્રની મધ્યમાં પાણીની અંદર સુંદર કમલે!, તથા તરતા કલહંસે દેખાડેલા છે. સરાવરની ચારે બાજુ ચાર દરવાજા છે. દરેક દરવાજે એકેક પક્ષીની રજૂઆત ચિત્રકારે કરેલી છે. વળી, સરાવરની ઉપર અને નીચે, તથા ચારે ખૂણામાં સુંદર વૃક્ષા તથા ઉડતાં પક્ષીઓની રજૂઆત પણ સુંદર રીતે કરેલી છે. આખા ચિત્રમાં કાઇ પણ જગ્યા જળચર પક્ષીએ, વૃક્ષા, તથા કમળફૂલા અને પાણીના દેખાવ વગર ખાલી રાખી નથી. આ ચિત્રનું સંચેાજન પણ ઉત્કૃષ્ટ કેટનું છે.
ચિત્ર ૧૪૭. ક્ષીર સમુદ્ર. ત્યારપછી વળી, માતા અગિયારમે સ્વપ્ને ક્ષીર સમુદ્રને દૂધના દરિયાને જૂએ છે. ક્ષીર સમુદ્રના મધ્ય ભાગ, જેવી ચંદ્રનાં કિરણેાની શભા હેાય તેવી ાભાવાળા છે એટલે અતિ ઊજળા છે, વળી, એ ક્ષીર સમુદ્રમાં ચારે બાજુ પાણીને ભરાવે વધતે વધતા હોવાથી એ બધી બાજુએ ઘણા ઊંડા છે, એનાં માજા ભારે ચપળમાં ચપળ અને ઘણાં ઊંચાં ઊછળતાં હાવાથી એનું પાણી ડોલ્યા જ કરે છે, તથા જ્યારે ભારે પવનનું જોર હાય છે ત્યારે પવને એનાં મેાાંની સાથે જોરથી અથડાય છે તેથી મેાજાં જાણે જોરજોરથી દોડવા લાગે છે, ચપળ અને છે, એથી એ સ્પષ્ટ દીસતા તરંગે આમતેમ નાચતા હેાય એવા દેખાવ થાય છે તથા એ તરંગે। ભયભીત થયા હોય એમ અતક્ષેાભ પામેલા જેવા દેખાય છે એવા એ સેહામગ્રા નિર્મળ ઉદ્ધત કલ્લેલાના મેળાપને લીધે જોનારને એમ જણાય છે કે જાણે ઘડીકમાં એ રિચા કાંઠા તરફ દોડતે આવે છે અને ઘડીકમાં વળી એ પેાતા તરફ પાછા હટી જાય છે. એવા એ ક્ષીરસમુદ્ર ચમકતે અને રમણીય દેખાય છે, એ દરિયામાં રહેતા મોટા મેલ્ટા મગરો, મેટા મેટા મચ્છા, તિમિ, તિમિંગલ, નિરુદ્ધ અને તિતિલિય નામના જળચરો પેાતાનાં પૂંછડાંને પાણી સાથે અક્ળાવ્યા કરે છે એથી એનાં ચારે બાજુ કપૂરની જેવાં ઊજળાં ફીણ વળે છે અને એ દરિયામાં માટી માટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહા ભારે ધસારાબંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહોને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે-ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચક્કર ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે, એવા એ ક્ષીર સમુદ્રને શરદઋતુના
"Aho Shrutgyanam"