________________
૫૪]
જૈન ચિત્ર કલપકુમ ગ્રંથ બીજો શય શોભાને લીધે હલાહલ ન થતી હોય એવી કાંતિવાળી શેભતી અને મનહર કાંધવાળા તથા જેની રુંવાટી ઘણી પાતળી ચાખી અને સુંવાળી છે અને એવી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચકિત થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, બરાબર બંધાએલ છે, માંસથી ભરેલ છે, તગડું છે, લ છે અને બરાબર વિભાગવાર ઘડાયેલ છે એવા સુંદર અંગવાળા, જેનાં શિગડાં બરાબર પૂરાં ગાળ, લ, બીજાં કરતાં વિશેષતાવાળાં, ઉત્કષ્ટ, અણીદાર અને ઘી ચોપડેલાં છે એવા ઉત્તમ શિંગડાવાળા તથા દેખાવમાં ગભરુ અને એક સરખા શુભતા અને છેલ્લા છે એવા સુંદર દાંતવાળા, વળી, ન ગણી શકાય એટલા ગુણવાળા અને મંગલમય મુખવાળા એવા વૃષભ-બળદ–ને ત્રિશલા દેવી બીજા સ્વમમાં જૂએ છે.
ચિત્રમાં સુંદર લઠ્ઠ અને પુષ્ટ બળદ મસ્તીમાં દેડતા હોય એવી રીતે ચીતરે છે. બળદની ઉપરના ભાગમાં બંને બાજુ વાતાયને, તથા વાતાયનોની મધ્યમાં પૂર્ણકલશ ચીતરેલે છે.
ફલક ૭૭ ચિત્ર ૧૪૦. સુપાર્શ્વપ્રભુને રાણી સમા તથા શ્રીશેખરકુમાર વંદન કરે છે. સુપાર્શ્વનાથ ચરિત્રની પ્રતના પાના ૬૮ ઉપરથી. મૂળ ચિત્રની પહેળાઈ ” તથા ” લંબાઈ છે. આ ચિત્ર વધારે મહત્ત્વનું હોવાથી બ્લોકમાં જ મોટું કરાવીને અત્રે રજૂ કરેલું છે.
ચિત્રના ઉપરના ભાગમાં વિશાળ અશેકવૃક્ષ રજૂ કરેલું છે. ચિત્રની જમણી બાજુએ અશોક વૃક્ષ ઉપરથી એક વાંદરો અને ડાબી બાજુએ એક હંસપક્ષી તથા એક મેર સમવસરણ તરફ જતાં રજૂ કરેલાં છે. અશેકવૃક્ષની બરાબર નીચે ત્રણ ગઢવાળા સમવસરણની મધ્યમાં સુપાર્શ્વનાથ પ્રભુ પદ્માસનની બેઠકે બેઠેલા છે. સમવસરણના ચારે ખૂણામાં ચાર પાણીની વાપિકા-વાવ–છે. વળી, સમવસરણની જમણી બાજુએ ઉપરના ભાગમાં નળીઓ અને સર્પ તથા નીચેના ભાગમાં સર્પ, માછલી અને માર વગેરે જન્મ વરવાળા પ્રાણીઓ રજૂ કરીને, ચિત્રકારે જાતિ વિરવાળા પ્રાણીઓ પણ પ્રભુની દેશના સાંભળવા માટે એક સાથે બેસીને પિતાનું જાતિ વૈર ભૂલી જાય છે, તેવો ભાવ દર્શાવ્યું છે.
ચિત્રની ડાબી બાજુએ બંને હસ્તની અંજલિ જેડીને ઊભેલી રાણી મા અને સમાની આગળ નાની આકૃતિમાં ઊભેલે તેણીના પુત્ર શ્રીશેખર, આપણને અજંતાની ગુફા નંબર ૧૭ ની અંદર બૌદ્ધ ભગવાનના આગમન વખતે ઊભેલી રાણી યશે ધરા અને પુત્ર રાહુલના ચિત્રની યાદી આપે છે. વળી, ચિત્રકારના સમયે અજંતાની પરંપરા બરાબર અવિચ્છિન્નપણે ચાલુ હતી તેની સાબિતી આપે છે. રાણી માની વેશભૂષા આપણને ચિત્રકારના સમયની પશ્ચિમ ભારતની સ્ત્રીઓના પહેરવેશની રજૂઆત કરે છે. આ ચિત્ર પ્રસંગ બીજી કોઈ પણ પ્રતમાં જોવામાં આવતું નથી.
ફલક s૮ ચિત્ર ૧૪૧. કેસરીસિંહ. પછી વળી, મેતીના હારને ઢગલે, દુધને દરિ, ચંદ્રનાં કિરશે. પાણીના બિંદુઓ અને રૂપાનો મોટો પહાડ એ બધાની સમાન ગોરા, રમણીય, દેખાવડા જેના પિાંચા એટલે પંજ સ્થિર અને લહૂ-મજબૂત છે, જેની દાઢ ગાળ, ખુબ પુષ્ટ, વચે પિલાણ વગરની, બીજા કરતાં ચડતી અને અણીવાળી છે, એવી દાઢે વડે જેનું મુખ સોહામણું દેખાય છે એવા, તથા જેના બંને હોઠ ચેકખાઈવાળો, ઉત્તમ કમળ જેવા કમળ, બરાબર માપસર,
"Aho Shrutgyanam