________________
જૈન ચિત્ર ૬મ ગ્રંથ બળે
૪૮]
શિષ્યાના ખૂબ આગ્રહ થવાથી, શય્યાતરે તેઓને કાલકસૂરિ સાગરચંદ્ર પાસે ગયા હૈાવાની વાત કરી; અને તેઓને ત્યાં મેકલ્યા.
ચિત્રમાં જમણી ખજુ ગુલાબી રંગનું ઉત્તરાસંગ અને લીલા રંગની ચિત્રાકૃતિવાળું પીળારંગનું ઉત્તરીય વસધાતી પહેરીને, સાનાના બ્લેડ ઉપર શય્યાતર બેઠેલા છે. શય્યાતરની સામે ઉંચા કરેલા જમણા હાથમાં મુહુત્તિ પકડીને, તથા ડાબા હાથમાં ડાંડા પકડીને ઊભા રહેલા અને શિષ્યા, શાતરને ગુરૂ મહારાજ ક્યાં છે? તેમ પૂછતા દેખાય છે. શય્યાતર પેાતાના ડા હાથની તર્જની આંગળી ઉંચી કરીને શિષ્યાને, તેએના ર્યિનીતપણા માટે ઠપકા આપતા હોય તેમ દેખાય છે. ચિત્રના ત્રણે પાત્રાના ચહેરાના ભાવો રજૂ કરવામાં ચિત્રકારે પોતાની સિદ્ધહસ્તતા દાખવેલી સ્પષ્ટ દેખાય છે. આ પ્રતના સઘળાં ચિત્રોની માફ્ક આ ચિત્ર પણ ઉચ્ચ કેટિનું છે. ચિત્રની ઉપરના ભાગમાં સુંદર ચિત્રાકૃતિવાળા ચંદરવા આંધેલા છે. બંને સાધુના હાથમાં કાળા રંગની પાણી લેવા માટેની તરણી છે.
લૂક ૬૩
ચિત્ર ૮૭. વિક્રમ રાજાની આગળ વેતાલેાનું નૃત્ય. ચિત્રની જમણી બાજુએ સેનાના સિંહાસન ઉપર વિક્રમ રાજા બેઠેલે છે. તેના શરીરને સુવર્ણવર્ણ છે. રાજાના ખભા પર લાલ રંગની ટીપકીઓવાળી ચિત્રાકૃતિવાળું ગુલાબી રંગનું ઉત્તરાસંગ Àાલી રહેલું છે; અને તેના ઉત્તરીય વસ્ર-ધેાતીને આસમાની રંગ છે. રાજાની સામે નજીકમાં જમણા હાથમાં ઢાલ અને ડાબા હાથમાં તલવાર પકડીને બેઠેલા એ રાજસેવક છે. એ રાજસેવકા પૈકી ઉપરના રાજસેવકની પાછળ એક હાથી ધાળા રંગના ઊભેલે છે; અને નીચે બેઠેલા રાજસેવકની પાછળ એક ઘેાડા છે. બંને રાજસેવકની મધ્યમાં ( ગ્રંથિસ્થાને ) એક સુંદર ભૌમિતિક આકૃતિ ચીતરેલી છે.
ચિત્રની ડામી બાજુએ અનુક્રમે, પેાતાના જમણા હાથમાં લટકતું ત્રાજવું પકડીને નૃત્ય કરતા પિશાચ ઊભેલા છે, તેના શરીરના સુવર્ણ વર્ણ છે; અને તેના મસ્તકે જટા આંધેલી છે. પિશાચની સાથે ઊભેલા એ શ્યામવર્ણવાળા વેતાલા નૃત્ય કરતાં દેખાય છે.
લક ૬૪
ચિત્ર ૮૮. વિક્રમ રાજાના દરબારમાં યુદ્ધ કરતાં વેતાલે. ચિત્રની જમણી બાજુએ સેાનાના સિંહાસન ઉપર વિક્રમ રાજા બેઠેલે છે. રાજાના મસ્તક ઉપર સુંદર છત્ર શૈાલી રહેલું છે. રાજાની સામે ચિત્ર ૮૭ની માફક બે રાજસેવકે બેઠેલા છે. રાજાના તથા રાજસેવાના શરીરને સુવર્ણવર્ણે છે. રાજાએ ખભા ઉપર આસમાની રંગનું ઉત્તરાસંગ, અને કીરમજી રંગનું ઉત્તરીય વસ્ત્ર પરિધાન કરેલ છે. ઉત્તરીય વસધાતી–માં રૂપાની શાહીથી સુંદર કમલફૂલની ચિત્રાકૃતિ દોરેલી છે.
ચિત્રની મધ્યમાં ઊભેલા સુવર્ણવર્ણવાળા રાજસેવકા આકાશમાંથી ઊતરતા શ્યામવર્ણવાળા વેતાલની સાથે યુદ્ધ કરતા દેખાય છે. આ ચિત્રપ્રસંગનું સંયેાજન ધણી જ ખૂબીથી કરેલું છે. વળી પ્રથમ જ વાર આપણને પ્રાચીન ચિત્રોમાં વિક્રમની લેાકકથાઓમાં વર્ણવેલા વેતાલની આકૃતિએ આ પ્રતમાં મળી આવી છે.
"Aho Shrutgyanam"