________________
ચિત્ર વિવરણ
રત્નજડીત સુવર્ણકંકણે વગેરે આભૂષણે ધારણ કરેલાં છે. વળી, લીલા રંગની કંચુકી, ગુલાબી રંગની સુંદર ચિત્રાકૃતિઓવાળું ઉત્તરાસંગ તથા વાદળી રંગની ચિત્રાકૃતિઓવાળું કાળા રંગનું ઉત્તરીયવસ્ત્ર-સાડી પણ દેવીએ પરિધાન કરેલ છે. તેણી સુંદર ગુલાબી રંગની ચિત્રાકૃતિઓવાળી ગાદી ઉપર ભદ્રાસનની બેઠકે બેઠેલી છે. ચિત્રના રંગોની સજાવટ અદ્ભુત છે.
ફલક ૫૪ ચિત્ર ૭૬. સુપાર્શ્વપ્રભુનું સમવસરણું. ચિત્રના વર્ણન માટે જૂઓ ચિત્ર ૭૪ નું આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્ર ૭૪ કરતાં આ ચિત્ર કદમાં મોટું છે.
ફલક પક્ષ ચિત્ર ૭૭. સુપાર્શ્વપ્રભુ એમાં નામની પત્નીને દીક્ષા આપે છે. આ ચિત્રમાં પણુ અને બાજુએ એકેક સુંદર ઝાડ તથા આકાશમાં વાદળની રજૂઆત કરીને ચિત્રકારે સુંદર પ્રાકૃતિક દૃશ્ય આપણી સમક્ષ રજૂ કરેલું છે.
ચિત્રની જમણી બાજુએ વૃક્ષની નીચે સાધુ અવસ્થામાં ઊભેલા પ્રભુ સુપાર્શ્વનાથ પિતાના ઉંચા કરેલા ડાબે હાથથી, પિતાની સેના નામની પત્નીને દીક્ષા આપવા માટે, તેના મસ્તકે વાસક્ષેપ નાંખે છે. પ્રભુના જમણા હાથમાં વાસક્ષેપનું પાત્ર છે. સેમા સાદવીની પાછળ બીજું એક સાધ્વી વૃક્ષની નીચે ઊભેલાં છે. આ ચિત્રની સંજના પણ વિશિષ્ટ પ્રકારની છે.
ચિત્ર ૭૮. ગુણાકરસૂરિ અને કાલકકુમાર. કપસૂત્રની પ્રતના પાના ૧૧૩ ઉપરથી. ચિત્રની પહોળાઈ અને લંબાઈ ૩૪૩ ઈંચની છે.
ધરાવાસ નામના નગરના વરિસિહ રાજાના કાલક નામને કુમાર એક દિવસે અશ્વકીડા કરીને પાછો કરતા હતા. તે વખતે આમ્રવન ઉદ્યાનમાં વર્ષાઋતુના વાદળાંની ગંભીર અને મધુર ગર્જના સાંભળતાં કુતૂહલથી તે જોવા માટે તેમાં દાખલ થયો, ત્યારે અનેક મનુષ્ય અને સાધુએથી પરિવરેલા જૈનાચાર્ય શ્રીગુણાકરસૂરિને જિનેશ્વરેએ ઉપદેશેલા ધર્મને બેધ આપતા દેખ્યા. કાલકકુમાર વંદન કરીને તેમની આગળ બેઠે. ગુણાકરસૂરિએ પણ કુમારને ઉદ્દેશીને વિશેષપણે ધર્મદેશના આપવા માંડી.
ચિત્રની મધ્યમાં આવેલા સંદર વૃક્ષની નીચે સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા શ્રીગુણાકરસૂરિ સામે ઉપદેશ સાંભળવા બેઠેલા કાલકકુમારને પિતાને જમણો હાથ ઉંચે કરીને ધર્મોપદેશ આપતાં દેખાય છે. સુવર્ણ સિંહાસનની પાછળ એક શિષ્ય પોતાના ઉંચા કરેલા ડાબા હાથમાં પકડેલા વસ્ત્રના છેડાથી ગુણાકરસૂરિની સુશ્રુષા કરતા દેખાય છે. કોલકકુમારનું સુંદર વાદળી રંગની ચિત્રાકૃતિવાળું ઉત્તરાસંગ અને ગુલાબી રંગની ચિત્રાકૃતિવાળું ઉત્તરીય ખાસ જોવા લાયક છે. ચિત્રની ડાબી બાજુએ બેઠેલા કાલકકુમાર બંને હાથની અંજલિ જેડીને ધર્મોપદેશ સાંભળે છે. આ ચિત્રમાં રજૂ કરેલી એકેએક આકૃતિની રજૂઆત ચિત્રકારની સિદ્ધહસ્તતા સાબિત કરે છે.
ફલક પ૭ ચિત્ર ૭૯. વિજયવર્ટુન રાજાનો પંચમુષ્ટિ લોચ. ચિત્રમાં ડાબી બાજુ સુંદર વૃક્ષની નીચે
"Aho Shrutgyanam