________________
ચિત્ર વિવરણ
[ v
ઇચ્છા વગરના, અને શૈલેશી ધ્યાનમાં લીન થએલા શ્રીસુપાર્શ્વનાથ પ્રભુ ચેારાશી લાખ વર્ષનું એક અંગ થાય એવા ચાર અંગ ન્યૂન એવા એક લક્ષ પૂર્વ ચારિત્ર પર્યાય પાળીને પËકાસને સ્થિત થયા ( જૂએ ચિત્ર ૯૧).
સુપાર્શ્વ પ્રભુને ફાગણ વદી સાતમના દિવસે પાંચ મુનિએ સાથે મેક્ષે પધારેલા ાણીને સુરેન્દ્રે વૈશ્રમણ દેવને આજ્ઞા કરીને સુવર્ણ અને રત્નમય ઉત્તમ નિર્વાણુ શિબિકા તૈયાર કરાવી. પછી ક્ષીરસાગરના પાણીથી પ્રભુને સ્નાન કરાવી, રત્નમય આભરણેાથી શણગારેલા પ્રભુના શરીરે શુદ્ધ વજ્રા પહેરાવ્યાં. ત્યારપછી અનેક દેવે સહિત સુરેંદ્રોએ પ્રભુને પાલખીમાં પધરાવ્યા ( આ ચિત્ર ૯૨) અને નૈઋત્ય ખૂણામાં શુદ્ધ જગ્યાએ લઈ ગયા.
ત્યાં ગેાશીર્ષ અને અગુરૂચંદનની લાકડાંની એ ચિતાએ રચવામાં આવી. એક ચિતામાં પ્રભુને અને બીજી ચિતામાં પાંચસા મુનિઓને સ્થાપન કર્યા, પછી અગ્નિકુમાએ ચિતાને અગ્નિ પ્રગટાબ્યા. વાસુકુમાર દેવાએ પવન વિવિને અગ્નિ પ્રજ્વલિત કર્યાં ( જૂએ ચિત્ર ૯૩ ). અન્ય દેવેએ સુગંધિત ધૂપની મૂઠીએ ભરીભરીને ફેંકી. આ પ્રમાણે ચિંતા ભડભડાટ સળગવાથીમાંસાદિક સર્વ ધાતુઓ મળી ગઈ. એટલે અતિ શીતલ, સુગંધિત અને મનોહર એવા ક્ષીર સાગરના જલની ધારાઓવડે મેઘકુમાર દેવાએ પ્રભુની ચિતા શાંત કરી. પછી પ્રભુની દાઢાઓ વગેરે ઈંદ્રો લઈ ગયા. સુપાર્શ્વપ્રભુના નિર્વાણું ( જૂએ ચિત્ર ૯૫) નું વર્ણન કર્યા પછી ગ્રંથકાર ભવ્યાત્માઓને આશીર્વાદ આપતાં લખે છે કેઃ “ હે ભવ્યાત્માએ ! રાગદ્વેષાદ્રિક દુઃખના વિનાશક, સંસારથી દૂર થએલા, જનસમૂહને સુખ આપવાવાળા અને સ્વર્ગ તથા મેાક્ષ સુખના પ્રકાશક એવા સુપાર્શ્વપ્રભુ તમારૂં નિરંતર રક્ષણ કરનારા થાઓ.”
ચિત્ર ૫૮. દેવી સરસ્વતી. દેવીને ચાર હાથ છે. દેવીના ઉપરના જમણા હાથમાં પુસ્તક અને ડાબા હાથમાં કમલનું ફૂલ છે; નીચેના જમણા હાથમાં કમંડલું અને ડામા હાથે વીણા પકડેલી છે. દેવીના આસનની મધ્યમાં તેણીનું વાહન હંસ પક્ષી રજૂ કરેલ છે. ચિત્રના ઉપરના ભાગમાં અને ખાજીએ એકેક મેારની રજૂઆત ચિત્રકારે કરેલી છે. આ ચિત્ર લગભગ અઢારમા સૈકાનું છે. દેવીના શરીરને વર્ણ ગૌર છે. દેવીએ લીલા રંગની કંચુકી, ઉત્તરીય વસ્ત્ર-સાડી જાંબુડીયા રંગની અને કમ્મરે ખાંધેલે દુપટ્ટો ગુલાબી રંગના પરિધાન કરેલ છે.
ચિત્ર ૫૯. શ્રીસુપાર્શ્વ ત્રૈવેયક દેવલેાકમાં. શિખર સહિતની દેરીમાં પદ્માસનસ્થ પ્રભુ બિરાજમાન છે. પ્રભુના શરીરને સુવર્ણ વર્ષે છે. નવ ચૈવેયક દર્શાવવા પ્રભુની નીચે નવ વર્તુલાકાર આકૃતિઓ રજૂ કરેલી છે. આ ચિત્ર પંદરમા સૈકાના જૈત સ્થાપત્યના પૂરાવા રજૂ કરે છે.
દેરીને પાંચ શિખા છે.
લક ૪૪
ચિત્ર ૬૦. પંચo લેચ કરતાં પ્રભુ શ્રી પાર્શ્વ. કલ્પસૂત્રની પ્રતના પાના ૬૩ ઉપરથી. આ ચિત્રની પહેાળાઈ તથા લંબાઈ ૨"x૩” ઈંચ છે. આ ચિત્ર ઘણું જ ભાવવાહી છે, અને તેના રંગા અહુ જ સ્વચ્છ અને પ્રમાણેાપેત છે. ચિત્રકારની ચિત્ર ચીતરવાની સિદ્ધહસ્તતા આ ચિત્ર પૂરવાર કરે છે. બંને બાજુના ઝાડની ગેોઠવણી બહુ જ ઉંચા પ્રકારની છે.
"Aho Shrutgyanam"