________________
૪૦ ]
જેન ચિત્ર કમ ગ્રંથ બીજો * અવંતિદેશમાં આવેલી ઉજયિની નામની નગરીમાં સિદ્ધરાજ નામના રાજા રાજ્ય કરતે હતા. એક દિવસ રાત્રીના સમયે તે સ્મશાન ભૂમિમાં ગયો. ત્યાં અસિતાક્ષ નામના યક્ષની સાથે રાજાએ યુદ્ધ કરીને ચારની માફક તત્કાલ બાંધી દીધો. તે યક્ષ પિતાનો છત્રધારક થાય તેવી શરત કરીને તેને છોડી દીધે (જૂઓ ચિત્ર ૮૫)”.
“સવાર થતાં રાજ રાજસભામાં ગયો. તે વખતે યક્ષો તથા રાક્ષાએ પિતપિતાનાં સ્વરૂપે વિકુર્વિ સમસ્ત સભાજનો સમક્ષ વિવિધ જાતિનું સંગીત અને નૃત્ય કરવાની શરૂઆત કરી. એક યક્ષે રાજાના ઉપર છત્ર ધર્યું. એક રાક્ષસ વૃદ્ધ વણિકને વેષ પહેરી હાથમાં ત્રાજવાં લઈ નાચવા લાગ્યો (જૂઓ ચિત્ર ૮૭). રાજાએ વણિકનો વેષ લેવાનું કારણ પૂછતાં તે રાક્ષસે પોતાને પૂર્વભવ કહ્યો.
શ્રીસુપાર્શ્વપ્રભુ દાનવીર્ય રાજા પાસે દેશાવકાશિક નામના બીજા શિક્ષાવતનું વર્ણન કરતાં જણાવે છે કે :
“વિજયપુરી નગરીમાં વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. તેને શખ નામનો એક કુમાર . એક દિવસે વિક્રમ રાજા સભામાં બેઠા હતા. તે વખતે આકાશમાંથી આચિતો એક કાળો સુભટ ઉતરીને સભામાં આવીને ઊભો રહ્યો. તેના ડાબા હાથમાં રહેલા ઢાલ અને તલવારના આડંબરથી કેટલાક સુભટનાં હૃદય શિથિલ થઈ ગયાં. તે સુભટે ઉદ્ધતાઈ ભરેલા શબ્દો બોલીને રાજાના સુભટોને પોતાની સાથે યુદ્ધ કરવાનું આમંત્રણ આપ્યું. રાજાના સુભટો એક સામટો તેના ઉપર પ્રહાર કરવા મંડી પડ્યા (જૂઓ ચિત્ર ૮૮). પરંતુ અકસ્માત્ તે બધા મૂછિત થઈને પૃથ્વી ઉપર પડી ગયા.
પિતાના સુભટોની આવી દશા જોઈને, રાજાની આજ્ઞા લઈને શબકુમાર તે સુભટની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો. કુમારે જે તલવારને પ્રહાર કર્યો કે તરત જ યુક્તિપૂર્વક પિતાને બચાવ કરીને સુભટ નગરની બહાર નાઠે. શંખકુમાર પણ તેની પાછળ દેત્યો. પછી તે સુભટ ઉદ્યાનમાં સ્થિત રહેલા એક આચાર્ય મહારાજના શરણે ગયે.
તે જ્ઞાની ગુરુ મહારાજે શંખકુમારને કહ્યું કે : “હે કુમાર! પ્રથમ દેવ ભવમાં આ તારા મિત્ર હતું. એમ સાંભળી સુભટે પિતાનું દેવ સ્વરૂપે પ્રગટ કર્યું. તેથી કુમારને દેવભવમાં મરણ સમયે કહેલો સંકેત યાદ આવ્યું. પછી બંને જણા આચાર્ય મહારાજની સમક્ષ પરસ્પર ગાઢ આલિંગન કરવા લાગ્યા (જૂઓ ચિત્ર ૧૪૫). શંખકુમાર બોલ્યા કેઃ “હે મિત્ર! તેં તારી પ્રતિજ્ઞા પાળીને મને ધર્મ પમાડ્યો તે બહુ સારું કર્યું. ”
આ પ્રમાણે સમ્યકત્વ સહિત બાર પ્રકારના શ્રાવકધર્મ વિસ્તારપૂર્વક દાનવીર્ય રાજાને કહીને શ્રીસુપાર્શ્વપ્રભુએ નંદિવર્ધન નગરમાંથી વિહાર કર્યો.
પછી અનેક પુર, ગ્રામ અને નગર વગેરે સ્થાનમાં વિહાર કરીને સુપાર્શ્વપ્રભુ દિત્ત ગણધર સહિત સમેતશિખર પર્વત પર પધાર્યા (જૂઓ ચિત્ર ૯૦).
પિતાને મોક્ષ સમય નજીક જાણીને પ્રભુએ એક માસનું અનશન વ્રત સ્વીકાર્યું, ત્યારપછી ભવ્ય પ્રાણુઓના હિતમાં ઉક્ત સંસાર અને મેક્ષમાં સમાન ચિત્તવાળા, જીવિત અને મરણની
"Aho Shrutgyanam