________________
૩૮ ]
જન રિપત્ર કઢપમ ગ્રંથ બીજે પણ સર્વ વિરતિની ઈચ્છાથી પ્રભુની આગળ આવી ઊભી રહી. પ્રભુએ તેને દીક્ષા આપીને પ્રવતિની પદે સ્થાપન કરી (જૂઓ ચિત્ર ૭૭).
સુપાર્શ્વપ્રભુ ત્યાંથી વિહાર કરતા કરતા અનુક્રમે શ્રીનંદીવર્ધનપુર નગરના કુસુમકરંડ નામના ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી. વિવિધ પ્રકારની પૂનની સામગ્રી હાથમાં લઈને જતાં નગરજનોને જોઈ રાજમહેલના ઝરૂખામાં બેઠેલા વિજયવર્ધ્વનરાજાએ પિતાના મંત્રીને પૂછયું કે : “આ નગરજને ધામધૂમપૂર્વક જ્યાં જઈ રહ્યા છે?' મંત્રીએ તપાસ કરીને કહ્યું કેઃ “નગરના ઉદ્યાનમાં સુપાર્વપ્રભુ પધાર્યો છે, તેથી લોકે તેમને વંદન કરવા જાય છે.'
અનુક્રમે વિજયવદ્ધન રાજા નગરના ઉદ્યાનમાં ગયો. ત્યાં સમવસરણમાં બેઠેલા સુપાર્શ્વપ્રભુને વંદન કરીને ધર્મદેશના સાંભળવા બેઠે. ધર્મદેશના સાંભળવાથી વૈરાગ્યયુક્ત વિજયવર્ધ્વન રાજાએ, પિતાના દાનવિરતિ નામના પુત્રને રાજ્ય સોંપીને પ્રભુની પાસે દીક્ષા લીધી (જૂઓ ચિત્ર ૭૯).
રાજકુમાર દાનવિરતિએ સુષાર્વપ્રભુને વિનંતિ કરી કેઃ “હે પ્રભુ! અમને કૃપા કરીને શ્રાવકધર્મનું સ્વરૂપ વિસ્તારથી સમજાવે (જૂઓ ચિત્ર ૮૦).”
સુપાર્શ્વપ્રભુએ દાનવિરતિ રાજાને સમકિત ઉપર ચંપકમાલાનું દષ્ટાંત આપ્યું?
દૃષ્ટાંત આપતાં કહ્યું કે “ભરતક્ષેત્રમાં આવેલી વિશાલા નગરીમાં લલિતાંગ નામે રાજા હતે. તે રાજાને પ્રીતિમતી નામની રાણીથી ચંપકમાલા નામની પુત્રી ઉત્પન્ન થઈ. તે ચંપકમાલાને રાજાએ કુમુદચંદ્ર નામના અધ્યાપકની પાસે ભણવા મૂકી (જૂઓ ચિત્ર ૮૧). ચંપકમાલા પણ વ્યાકરણ, ન્યાય, સાહિત્ય અને જ્યોતિષ વગેરે વિષયોને બહ ખંતથી અભ્યાસ કરવા લાગી.”
દાનવિરતિ રાજાને ઉપદેશ આપતાં સમકિતના અતિચારે પિકીના ચોથા પાખંડી સંસ્તવાતિચાર ઉપર ભીમકુમારની કથા કહીઃ
“ કમલપુર નગરમાં હરિવહન રાજાનો ભીમકુમાર નામને મહા પરાક્રમી અને ગુણવાન પુત્ર હતા. તે નગરના ઉદ્યાનમાં એક વખત અરવિંદ નામના શાની મુનિ મહારાજ પધાર્યા. તેઓની પાસે હરિવહન રાજા તથા ભીમકુમાર ધર્મદેશના સાંભળવા ઉદ્યાનમાં ગયા. તેઓની પાસે બીમકુમારે તથા તેના મિત્ર સમકિત ગ્રહણું કર્યું.
એક વખત ભીમકુમાર પોતાના મહેલમાં બેઠે હતો, તે વખતે એક કાપાલિક ત્યાં આ. કાપાલિકે કાલી ચૌદશની રાત્રે પિતાની વિદ્યા સાધનામાં મદદ કરવા માટે ભીમકુમારને વિનંતિ કરી. કાપાલિક ભીમકુમારની સાથે જ રહેવા લાગ્યો.
“ભીમકુમારના મિત્રે તેને બહુ સમજજો કે પાખંડીઓને સંસર્ગ કરવો તે સમકિત વ્રતના દૂષણરૂપ છે. મિત્રે સમજાવવા છતાં પણ ભીમકુમારે તે કાપાલિકાની સબત છેડી નહી.
4 અનકમે કાલી ચૌદશ આવી. મધ્યરાત્રિએ કુમાર કાપાલિકની સાથે હાથમાં તલવાર લઈને સ્મશાન ભૂમિમાં ગયે. કાપાલિકે કુમારને એકલે જોઈ તેને મારી નાંખવા માટે તલવાર ઉપડી. કુમાર પિતાને બચાવ કરીને તેના ખભા ઉપર ચડી બેઠા. પછી કાપાલિકે કુમારને બે ચરણ પકડીને કમારને આકાશમાં ઉછાળ્યો. તે વખતે કુમારના પુરયેાદયે એક યક્ષિણીએ તરત જ કુમારને
"Aho Shrutgyanam