________________
સુપાર્શ્વનાથ ચરિત્રને ટૂંકસાર જેઓના મસ્તક પર શેષનાગે ધારણ કરેલી ફુરણાયમાન પાંચ ફણાએ રૂપી મુકુટ શેલે છે. એવા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરું છું.
નિર્મલ અંગોપાંગથી સુશોભિત અને ત્રણ લોકના પિતામહ-બ્રહ્માના મુખ કમળમાં નિવાસ કરનારી શ્રુતદેવી સરસ્વતી દેવી આ કાર્યમાં મને સહાય કરો. (જૂઓ ચિત્ર ૫૮)
વિકસ્વર રસભાવથી ભરેલી મનહર જેમની વાણી ભુવનરૂપી રંગમંડપમાં ચિરકાલ નૃત્ય કરી રહી છે, એવા હરિભદ્રસૂરીશ્વરજી સદા જયવંતા વર્તો.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ તીર્થકર થયા તે પહેલાંના ત્રીજા ભવમાં ઘાતકીખંડના પૂર્વવિદેહ ક્ષેત્રની રમણિક નામની વિજયમાં આવેલી ક્ષેમપુરી નામની નગરીમાં નંદીષેણ નામના રાજા હતા. તેઓએ
ના આચાર્ય પાસે દીક્ષા લીધી હતી. સાધુપણામાં ઉગ્ર તપશ્ચર્યા કરવા પૂર્વક વીશ સ્થાનકે પૈકીના કેટલાક સ્થાનકની આરાધના કરીને તેઓએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું.
અંતિમ સમયે સમગ્ર પાપકની આલોચના કરીને એક મહિનાનું અનશન કરીને, નદીયું મુનિ સમાધિપૂર્વક મરણ પામ્યા. સમાધિપૂર્વક મરણ પામીને નંદીષેણ રાજર્ષિ મધ્યમ ઉરિતન નામના દૈવેયક દેવલોકમાં મહાદ્ધિક દેવ તરીકે ઉત્પન્ન થયા. (જૂઓ ચિત્ર ૫૯)
દેવલોકમાંથી ચવીને નંદીષેણ મુનિ આ ભરતક્ષેત્રમાં આવેલી વારાણસી નગરીના સુપ્રતિષ્ઠ નામના રાજાની પૃથ્વી નામની રાણીની કુક્ષિ માં ભાદરવા વદ આઠમની રાત્રિએ ઉત્પન્ન થયા.
( જૂઓ ચિત્ર ૬૧) સુખે સૂતેલાં પૃથ્વીરાણીએ રાત્રિના છેલ્લા પહેરે તીર્થંકરના જનમને સૂચવનારાં ચૌદ મહાસ્વજને જોયાં (જૂઓ ચિત્ર ૬૨).
ઉત્તમોત્તમ ચિંતિત અર્થને આપવાવાળાં, કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિતામણિરત્ન સમાન અમૂલ્ય ચૌદ સ્વપ્ન જોઈ પ્રભાત સમયનાં માંગલિક વાજિત્રાના નાદથી રાણી જાગ્રત થયાં, ત્યારપછી ઉત્તમ મુદ્રાવિકને ધારણ કરતાં. વળી બહુભક્તિથી નગ્ન થએલાં પૃથ્વીદેવી જિનેશ્વરદેવની પૂજા તથા
સ્તુતિ કરીને, અનુક્રમે પતિ આગળ જઈ પિતાને આવેલાં ઉત્તમ સ્વાનું વૃત્તાંત નિવેદન કરવા લાગ્યા (જૂઓ ચિત્ર ૬૩) પછી પતિની આજ્ઞા લઈ પૃથ્વીદેવી પિતાના વાસભવનમાં ગયા.
રાણીને આવેલાં ઉત્તમ સ્વાનું વર્ણન સાંભળીને રાજા સુપ્રતિષ્ઠ સભાસ્થાનમાં ગયા. તે વખતે મહાજ્ઞાની ચારણમુનિ ત્યાં પધાર્યા. રાજાએ ચારણમુનિને સ્વપ્નનું ફળ પૂછવાથી ચારણુ મુનિએ કહ્યું કે (જએ ચિત્ર ૬૪) “હે રાજન ! અત્યંત ઝરતા મદવારિના પ્રવાહથી મલિન થયાં છે ગંડસ્થલ જેનાં એવા મન્મત્ત હાથીના દર્શનથી હાથી સમાન સુંદર ગતિ કરનાર તમારે ત્યાં પુત્રરતન ઉત્પન્ન થશે.
વૃષભના દર્શનથી બહુ બલવાળા અને સુંદર વૃષભ સમાન ઉન્નત સ્કંધવડે મનેહર, સઘળા દેવ તથા અસુરેદ્રોને પૂજવા લાયક તમારો પુત્ર થશે.
"Aho Shrutgyanam