________________
નાટયશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપે એની સમજુતી માટે આપણે પહેલાં શિરોભેદ, પછી ભૂપ્રકારો અને પછી કપૂરમંજરી રાજકન્યા વિશે વિચાર કરીશું. શિરેભેદ=સ્તાનપ્રકાર"
જુદાં જુદાં પુસ્તકમાં તેની સંખ્યા તથા નામ નીચે મુજબ મળે છે. નાણા” તથા “અપુ” તેર પ્રકારો નોંધે છે. “અદીમાં નવ પ્રકારે જ મળે છે. “સંર'માં ચૌદ પ્રકારે ભારતમતાનુસરણ અને પાંચ બીજાએાના મતે, એમ કુલ ઓગણીસ પ્રકારો નોંધ્યા છે. “નાસદી’ની અનુક્રમણીમાં ચૌદ પ્રકારો લખ્યા છે, પણ એને મૂલ ભાગ નષ્ટ થયો છે. અહીં આ ચિત્રાવલિમાં સોળ પ્રકાર છે, તેમાંથી ચૌદ ભારતમતાનુસારના અને બે બીજા છે. સરખામણી કરતાં “સંર'ના પહેલા સોળ પ્રકારે આ ચિત્રમાં નિરૂપાયા છે એમ સમજાય છે. એ વાત આ સાથેના કોઠક સં. ૧ ઉપરથી સ્પષ્ટ થશે.
આ કાષ્ઠક ઉપરથી એ પણ ફલિત થાય છે કે “અદનું આજનું રૂપ “નાશાથી અર્વાચીન જણાય છે, છતાં તેમાં સંગ્રહાએલ આ પ્રકારે વિશેને મત “નાશાથી ભિન્ન તેમ જ જૂને છે. એમાં નવ જ પ્રકારે ગણાવ્યા છે. “નાશા'ના ધુત, વિધુત, આધૃત, અને અવધૂત “અદના ધુતનો પરિવાર છે. એવી જ રીતે, “નાશા'ના આકપિત અને કંપિત “અદ’ના કંપિતને પરિવાર છે. “નાશા'નું અંચિત-નચિત યુગ્મ હજી “અદીમાં દેખાતું નથી. ઉદ્વાહિત “નાશા’માં નથી તો “અદ'માં છે; પણ નાશા’ની કોઈક પ્રતમાં આધૂતને બદલે એ મળે પણ છે. એટલે “અદમાં હજી જે વર્ગીકરણની શરૂઆત દેખાય છે તે “નાશામાં સારી પેઠે વિગતવાનું થયું છે. ‘સર’માં તે વર્ગીકરણના સંખ્યામાં પણ પદ્ધતિ દેખાય છે. “નાશા'માં કંપિત- પિત તેમ જ ધુત-વિધૂત-આધૂત-અવધૂત જુદાં જુદાં ગોઠવાએલાં છે, પણ ‘સર’માં તો એ બધાને ચોગ્ય ક્રમમાં ગોઠવીને ચગ્ય સમૂહ પાડ્યા છે. આમ “સંરમાં આ વર્ગીકરણવ્યાપાર નિર્ણત થઈ ગએલો જણાય છે. ઉપરાંત તેમાં પાંચ બીજા પ્રકારે નોંધાયા છે તેમાંથી સમ તો “અદીમાં દેખાય છે. બાકીના વિકાસ ભરતમતથી સ્વતંત્ર રીતે થયે છે.
સંખ્યા તથા નામ વિશે આટલું જાણ્યા પછી હવે એ દરેક શિરોભેદની વ્યાખ્યા સમજવી જોઈએ, જેથી અહીં આપેલાં ચિત્રોની વિગત સમજાય. આ ચિત્રો સામાન્યરીતે ‘સર’ના જમાનાને અનુલક્ષે છે, તેથી એ ગ્રંથમાંથી જ નીચે બધી વ્યાખ્યાઓ આપી છે. દરેક પ્રકાર નીચે પહેલાં તેની વ્યાખ્યા અને પછી એનો વિનિયેગા, એટલે આ પ્રકારને કેવા ભાવો વ્યક્ત કરવાને પ્રજો તે, આપ્યું છે. સગવડ ખાતર બધું ગુજરાતીમાં જ આપ્યું છે.
પ સંક્ષેપાક્ષની સમજુતી નીચે મુજબ છે. અા અભિનયદર્પણ, મનમોહન ઘોષ સંપાદિત; અપુ=અગ્નિપુરાણ, આન-દાશ્રમ માળા; નાસી=નાટસર્વપિકા, ભાડારકર એરએન્ટલ ઈન્સટીટયૂટમાંની હાથપ્રત; નાશા ભરતનાટયશાસ્ત્ર, હૈ. ૨, ગાયકવાડ એરીએન્ટલ સીરીઝ, સંર=સંગીતરત્નાકર, આનન્દાશ્રમમાળા. “અદ', ૪૯૬૫; “નાસા', ૮, ૧૮૩૮; અપુ, ૩૪૧, ૭.૮; “સર, ૭, પ૧-૭૯. ૬ 'નાશામાં ધુત, વિધુત, અધૂત અને અવધૂતને જે વિનિયોગ લખ્યો છે તે બા 'અ'માં પુનને વિનિગ ગણે . તેવી જ રીતે “નાશાને કમ્પિત આકપિતનો વિનિયોગ “અદમાં કમ્પિતને વિનિગ ગ છે.