________________
૪૮
જૈન ચિત્રકલ્પમ મણિલાલ બકોરભાઈ વ્યાસે મારા ઉપર ઉતારીને મેકલી હતી, તેનો પણ મેં સંશોધનમાં ઉપયોગ કર્યો છે.”
તેઓશ્રીનું આ કથન પણ મારી માન્યતાને વધારે પુષ્ટિકર્તા છે, કારણકે સંશોધનકાર્યમાં જે બે પોથીઓને ઉપયોગ કરવામાં આવ્યા તે બે પિોથીઓ પણ જેન પોથીઓ જ હતી અને તેથી આ કાવ્યને કર્તા મૂળે જેન અને તેનો પ્રચાર પણ જૈનમાં વધારે હોવાની મારી અટકળ સાચી ઠરે છે.
લખાણની તારીખ ભાદરવા સુદ ૫ ને મહામાંગલ્ય પંચમી તરીકે ઓળખાવી છે. ભાદરવા સુદ ૫ ને આજે પણ મહામાંગલ્ય પંચમી તરીકે જેમાં ગણવામાં આવે છે, તેનું કારણ એ છે કે જૈન સંપ્રદાયનાં મહામંગલકારી પર્યુષણ પર્વની સમાપ્તિ ભાદરવા સુદ ૫ ના રોજ પહેલાં થતી હતી, પરંતુ કાલકાચાર્યએ પંચમીની ચતુર્થી કરી ત્યારથી તેની પૂર્ણાહુતિ ભાદરવા સુદ ૪ ના રોજ થાય છે, જે પ્રથા આજે પણ ચાલુ છે. પરંતુ પ્રથાની યાદગીરી નિમિત્તે ભાદરવા સુદ ૫ ના દિવસને મહામાંગલ્ય પંચમી તરીકે જૈન સંપ્રદાયમાં સંબોધવામાં આવે છે, ત્યારે વૈદિક સંપ્રદાયમાં તેને ઋષિપંચમી તરીકે ઓળખવામાં આવે છે.
કાવ્યના લેખક પણ એક જૈન આચાર્ય છે, સામાન્ય સાધુ નહિ. આચાર્યની પાસે ઘણા શિષ્ય સાધુઓ હોય છે. શિષ્યો વગરના સાધુને આચાર્ય જેવી જોખમદાર પદવી જૈન સંપ્રદાયમાં કદાપિ આપવામાં આવતી ન હતી. આ બધાં ઉપલબ્ધ સાધનો ઉપરથી મારી માન્યતા એવી છે કે આ કાવ્યના લેખક આચાર્ય રત્નાગર પોતે જ આ કાવ્યના બનાવનાર હોવા જોઈએ. મુનિમહારાજ શ્રી પુણ્યવિજયજીના “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળાના લેખમાં જણાવાઈ ગયા મુજબ આચાર્યો તથા વિદ્વાન સાધુઓ ઘણી વખત પોતાની ખાસ કૃતિએ પોતાના હાથે જ લખતા. વળી “ઉપદેશતરંગિણી' વગેરેના સમકાલીન અવતરણ ઉપરથી એમ પણ અનુમાન થઈ શકે છે કે આચાર્ય રત્નાગરની આ કૃતિ તે વખતે જૈન સમાજમાં બહુ પ્રચલિત હશે. આ સિવાય તેનો લખાવનાર ચંદ્રપાલ પણ જૈન હોવાના પુરાવાઓ મારી પાસે છે, પરંતુ તે વિસ્તારભયથી અત્રે ન આપતાં આટલા જ પુરાવા આપીને સંતોષ માનું છું.
દિલગીરી માત્ર એટલો જ છે કે આ ઐતિહાસિક કલાકૃતિ ગમે તે રીતે આજે વૈશિટનના Freen Gallery of Artમાં પહોંચી ગઈ છે, અને ત્યાં સુરક્ષિત છે.
ગુજરાતનાં લાકડા ઉપરનાં જેનાશ્રિત ચિત્રકામ તથા કોતરકામો
આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં જ લાકડાં ઉપરનાં ચિત્રકામ પણ મળી આવે છે. મળી આવેલાં લાકડાં ઉપરનાં જૈન ચિત્રકામ, સૌથી જૂનામાં જૂનાં વિ. સં. ૧૪૨૫નાં તાડપત્રની માલધારી શ્રી હેમચન્દ્રસૂરિવિરચિત ઉપદેશમાલાની પુછપમાલા વૃત્તિ'ની પ્રતની ઉપર નીચેની લાકડાની બે પાટલીઓ ઉપર છે. દરેક પાટલીની લંબાઈ ૩૭ ઈચ અને પહોળાઈ ૩ ઇચ છે. આ બંને પાટલીઓ ઉપર વીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથના પૂર્વના દસ ભવ તથા પંચકલ્યાણકના પ્રસંગે બહુ જ બારીક