________________
૪૬
જૈન ચિત્રકલ્પદ્રુમ
કલ્પના રજુ કરે છે કે ‘વસંતવિલાસમાં કડીએ કડીએ જે વનને ઉલ્લાસ ઉભરાઇ આવે છે તે ઉપરથી અટકળ થાય છે કે તે કવિ સંસારથી કંટાળેલેા વિરાગી નહિ પણ વિશ્વના વૈભવમાં પરિપૂર્ણ રસ લેનારા રાગી પુરુષ હશે.' તેએાશ્રીની આ કલ્પનાને સ્વીકાર કરતાં પહેલાં આપણે ઉપલબ્ધ જૈન સાહિત્યકૃતિઓમાં જૈન ત્યાગીઓએ આવી જાતનાં શૃંગારિક કાવ્યેાની રચના કરેલી મળી આવે છે કે નહિ તે પહેલાં તપાસી લઇએ.
૧ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનાં પ્રાચીન જૈન કથાનકાના ગ્રંથામાં શૃંગારરસનું અદ્ભુત વર્ણન કરેલું મળી આવે છે.
૨ સાળમા સૈકામાં થએલા વાચક કુશલલાબે ઢાલા મારવણીની કથા' સંવત ૧૬૧૭ના વૈશાખ સુદ ૩ ને ગુરુવારના રાજ અને ‘માધવાનલ કામકુંડલા ચાપા-રાસ’૪૧ની રચના રાવલ હરરાજજીના કુતૂહલ ખાતર કરી છે.આ બંને કૃતિમાં શૃંગારસની જમાવટ કોઇ દ્રિતીય પ્રકારની છે. ૩ સંવત ૧૬૧૪માં શ્રી જયવંતસૂરિએ શીલવતીના ચરિત્રરૂપે (અભિનવ) શૃંગારમંજરી એ નામની છટાદાર શૃંગારિક કૃતિ રચી છે.
૪ સંવત ૧૬૭૯માં કવિ બિહુણની પંચાશિકા નામની પ્રેમકથા વર્ણવવા સારંગે ચાપાની
રચના કરી છે.
૫ ઉપરાંત બધી યે કૃતિઓને ટપી જાય એવી કાકશાસ્ત્ર (કાક ચઉપચઇ)ની રચના નર્બુદાચાર્ય નામના જૈન તિએ (સાધુપણામાંથી પતિત થયા પછી તિપણામાં) કરી છે.
પ્રસ્તુત નોંધે ઉપરાંત આગળ કહેવામાં આવશે તે અનુસાર જૈનામાં તેની ખ્યાતિ પણ વધારે હાવાથી તેના કર્તા જૈન જ હોય. તેમાં કશું જ અસંભવિત નથી; એટલે દી. ખ. ધ્રુવ સાહેબ તથા શ્રીયુત મહેતાની કલ્પના અસ્થાને હાય એવું સ્પષ્ટ ભાસે છે.
જેમ કુશલલાભ વાચકે રાવલ હરરાજજીના કુતૂહલ ખાતર ‘માધવાનલ કામનુંડલા ચાપાઇ-રાસ’ તથા ‘ઢોલા મારવણીની કથા' રચી, તેમજ સંભવે છે કે ‘વસંતવિલાસ' કાવ્યના લેખક આચાર્ય રત્નાગરે પણ આ કૃતિની રચના ચંદ્રપાલની વિનંતિથી તેના પઢનાર્થે પ્રાચીન સંસ્કૃત-પ્રાકૃત કાવ્યાના આધાર લને પ્રાચીન ગુજરાતી ભાષામાં કરી હોય; કારણકે આદિનાથ જન્માભિષેક' નામની એક નાની કૃતિ કે જે તે જ સમયના વિદ્યમાન કવિ ‘દેપાલ ભોજક’ વિરચિત સ્નાત્રપૂજા સાથે મિશ્રિત થઇ ગએલી છે, તેના ઉપરથી આચાર્ય રત્નાગરમાં કવિતાશિક્ત હતી તેમ પુરવાર થાય છે.
માન્યવર દી. અ. ધ્રુવ સાહેબની બીજી કલ્પના એ છે કે ‘તેણે (તેના રચનારે) તેને પ્રાચીન જૈન કવિઓની માર્ક ક્રૂષ્ણુ' સંજ્ઞા આપી નથી.’
‘ક્રૂગ્ગુ' સંજ્ઞા આપવાની આવશ્યક્તા જેવું અહીં તેને જણાયું નહિ હેય, કારણૢકે આ કાવ્યમાં વસંત ઋતુની અંદર નાયક-નાયિકાના વિલાસનું વર્ણન મુખ્ય ભાગ ભજવે છે અને કિવે બાલચંદ્ર વિરચિત ‘વસંતવિલાસ’૪૨ નામની કૃતિ તેની સન્મુખ ાવાથી ‘ક્રૂગ્ગુ’ને બદલે ‘વસંતવિલાસ’
૪૧ જુઆ આનંદ કાન્ય મહેદધિ' સૈાક્તિક છ યું. ૪૨ ગાયકવાડ ઓરીએન્ટલ સૌરીઝ નં. ૭ મા.