________________
જેન ચિત્રક૯૫મ છે તે આપણે ઉપર જણાવી ગયા. બીજી આકૃતિના હાથમાં પાનપાત્ર-ઝારી--પૂજન માટેનો કલશ (કે જે જિનમૂર્તિના અંગે પ્રક્ષાલન કરવા માટે આજે પણ ઉપગમાં લેવામાં આવે છે તે)
છે અને ત્રીજી આકૃતિના હાથમાં ફૂલોને ગુચ્છ છે.” વસંતવિલાસ વિ સં. ૧૫૦૮માં લખાએલું ‘વસંતવિલાસ' નામનું એક શંગા૨ક સચિત્ર કાવ્ય મૂળે કે જેન ગ્રંથભંડારને અગર ઈ જૈન સાધુ પાસેનું ખીજડાની પળને એક શાસ્ત્રીની પોથીઓ વેચાતી હતી તેની સાથે ગુજરાતના વયેવૃદ્ધ સાક્ષરરને દીવાન બહાદુર શ્રીયુત કેશવલાલ હર્ષદરાય ધ્રુવને મળી આવ્યું હતું. આ કાવ્ય ખેળવાળા સુંવાળા કપડાના ચીરા ઉપર આસરે રાશી તકતીમાં ઉતારેલું છે. પ્રત્યેક તકતીના આરંભે જાની ગુજરાતીમાં એક લૂક તથા તે પછી કેટલાક સંસ્કૃત પ્રાકૃત શ્લોક આપેલા છે, અને તે ઉતારાની નીચે પ્રસંગને લગતું ગુજરાતની જેનાશ્રિત કળાની ઢબનું ચિત્ર આલેખેલું છે. ૩૮ કાવ્યની નકલ ધળી બેય ઉપર લાલ, કાળી તથા ભૂરી શાહીથી અને કવચિત કિરમજી ભેય ઉપર સોનેરી શાહીથી, પડિમાત્રા વાળી જૈન દેવનાગરી લિપિમાં ઉતારેલી છે. લાલ, કાળી અને ભૂરી શાહીનાં લખાણ સુવાચ્ય છે, પરંતુ સોનેરી શાહીને ઘસારો લાગ્યો હોવાથી એનું લખાણ ઝાંખું પડી ગયું છે. આરંભની એક તકતીઓ નાશ પામી છે. ઓળીને છેડે નીચે પ્રમાણે પ્રશસ્તિ લખેલી છે:
शुभं भवतु लेखक-पाटकयोः छ॥छ। श्री गुर्जर श्रीमालवंसे साहश्रीदेपालसुत-साधीचंद्रपालआत्मपटनार्थ।। श्रीमन्नृप-विक्रमार्क-समयातीत संवत १५०८ वर्षे महामांगल्य-सभाद्रपद शुदि ५ गुरौ अद्येह श्रीगुर्जरधरित्र्यां महाराजाधिराजस्य पातशाह--श्रीअहमदसाहकुतुवदीनस्य विजय-राज्ये श्रीमदहम्मदाबादवास्तुस्थाने आचार्य-रत्नागरेण लिखितोऽयं वसंत विलासः॥छ।।छ।।
આ પટ કપડાના લાંબા ટીપણા રૂપે લખેલો છે. આજે પણ કેટલાક વૃદ્ધ જ્યોતિષીઓ ટીપણા રૂપે જન્મોત્રીઓ તૈયાર કરે છે. આ પટની લંબાઈ ૩૬ ટ અને પહેલાઈ ડાબા હાથ તરફ એક ઈંચ તથા જમણા હાથ તરફ પણ ઇંચની હાંસીઆ સુદ્ધાં ૯-૨ ઈંચ છે.
“રવિાષ ચમક ચમક થતી ચાંદણીના જેવું કાવ્ય છે. એ નરસિંહ મહેતાના સમયની જૂની ગુજરાતીમાં રચાએલું છે. કવિની બાની અત્યંત મધુર અને ભાવભરી છે. ઉતાવળ શબ્દાલંકાર અને અર્થાલંકાર તેના માધુર્યનું અને રસનું પોષણ કરે છે. શૈલી સંસ્કારી છે. રસિક કર્તાનું નામ નથી મળતું એટલે મનને અસંતોષ રહે છે. ૩૯
પ્રસ્તુત કાવ્ય અમદાવાદમાંથી મળી આવેલી એક પ્રતને આધારે સૌથી પ્રથમ ગુજરાત શાળાપત્રના ૩૧માં પુસ્તકમાં ઇ.સ. ૧૮૯૨માં, ૫. ૮૯ થી ૯૫, ૧૧૩ થી ૧૧૬, ૧૩૫ થી ૧૩૮, ૧૬૨ થી ૧૬૭ તથા ૧૯૩ થી ૧૯૬ ઉપર કકડે કકડે દી.બ. કેશવલાલ ધ્રુવે છપાવ્યું હતું. ત્યાર
૩૮ આ ચિત્રોને સ્થાનિક (ગુજરાતની) શૈલીનાં ચિત્રો તરીકે સધી પ્રથમ ઇ.સ. ૧૯૨૨માં સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રીયુત રવિશંકર રાવળે ઓળખાવ્યાં હતાં. કનુએ “હાજી મહમ્મદ-શ્માક-ગ્રંથ' પાં. ૧૮૮, ૩૯ જુઓ ‘વસંતવિલાસ' નામને ઠી, બ, પ્રવને “હાજમહમદ-મારક-ગ્રંથ"મને લેખ, પા, ૧૮૭-૧૮૮.