________________
જેન ચિત્રકકુમ જડ વસ્તુ પરના રાગની મુક્તિના સીધા પરિણામરૂપ છે. ભારતીય ચિત્રકળાનું આ અતિ ધાર્મિક સ્વરૂપ છે, અને તે છે કે બહુ ભાવનાત્મક કે અટપટું નથી પણ વિધાનમાં સંપૂર્ણ છે. બીજી બાજુ, અજંતાનાં ચિત્રમાં અને પાછળની “રાજપૂત કળા'માં માનુષી રસ અને સૌંદર્ય પ્રતિષ્ઠિત કરેલાં છે.” આ કળની ખાસ વિશિષ્ટતાઓ
આ કળાનાં ચિત્રોની ખાસ વિશિષ્ટતાઓ તે તેનાં સ્ત્રી અને પુરુષ બંનેના ચહેરાની રીતો બહુ જ જુદા પ્રકારની છે તે છે, અને વળી તે સાથે તેની આંખો બહુ જ અજાયબીભરી હોય છે. પ્રાચીન તાડપત્રના સમય દરમ્યાન ચહેરાઓ હમેશાં બેમાંથી એક તરફ, બે તૃતીયાંશ અગર કાંઇક વધારે પડતા ચીતરેલા હોય છે. પછીના-કાગળના–સમય દરમ્યાન આગળની આંખ હમેશાં સંપૂર્ણ દોરવામાં આવતી કે જે પેટની ખાલી જગ્યા રેકતી. મિ. શેષ સમજાવે છે કે આ ફેરફાર ચિત્રકારની ઇચ્છા મુજબ થત, કારણકે તે એમ બતાવવા માગતો કે પોતે આ કાંઈ સાદું ચિત્ર ચીતરતું નથી, પરંતુ તેને ઈરાદો એક સાંપ્રદાયિક ચિત્ર તૈયાર કરવાનો છે.'૩૦ આ દલીલ ગમે તેમ હોય, પણ તેના કરતાં મેં અત્રે રજી કરેલી દલીલ વધારે યોગ્ય હોય તેમ મને લાગે છે. હાલમાં તાંબર મંદિરમાં મેટે ભાગે દરેક મૂર્તિ ઉપર, મૂર્તિના પથ્થરમાં કરેલાં મૂળ ચક્ષુઓ ઉપરાંત વધારાનાં સ્ફટિકનાં ચક્ષુઓને (કે જેનો આકાર લંબગોળ જેવો અને બંને ખૂણાઓ અણીવાળા હોય છે તેનો ઉપયોગ વધારે ભક્તિ-બહુમાનતા દેખાડવા માટે કરવામાં આવે છે. આ સ્ફટિકનાં ચક્ષુઓ મૂર્તિની મૂળ કુદરતી આંખે ઉપર અર ઇચ અગર તેથી વધારે આગળ ઉપસી આવતાં દેખાય છે, અને જ્યારે મૂર્તિને એક બાજુ ઉપરથી જોવામાં આવે ત્યારે જૂનાં ચિત્રોમાં જેવી રીતની પર્વેટની આંખે ચીતરવામાં આવેલી હોય છે તેને બરાબર ભળતી દેખાય છે. અત્યાર સુધી જાણમાં આવેલા આ કળાના નમૂનાઓ જૈન શ્વેતાંબર સંપ્રદાયની પ્રતોમાં ચીતરેલા દેખાય છે અને મુખ્યત્વે તીર્થકરોનાં, દેવદેવીઓનાં અને પ્રખ્યાત ધર્મગુરુઓનાં જેવાં હોય છે, તેવાં ચક્ષુ જ શ્વેતાંબર જૈન મંદિરના સ્થાપત્યમાં છે. એટલે મારી માન્યતા મુજબ તો આ જૈનાશ્રિત કળામાં જે ઉપસેલાં ચક્ષુઓ દેખાય છે તે અને શરીરના બીજા અવયવો જેવાં કે નાક, કાન, આંખની ભમરો વગેરે સધળાં યે અંગોપાંગોમાં ચિત્રકારે શ્વેતાંબર જૈન મંદિરના સ્થાપત્યનું જ અનુકરણ કરેલું હોય તેમ સ્પષ્ટ ભાસે છે. એક બાજુ તીર્થકર, દેવદેવીઓ, સાધુઓ અને દેરાસરની અંદરની બાજુમાં કોતરેલી નર્તકીએાની એ મૂર્તિએ તથા બીજી બાજુ આપણું ચિત્રો કે જે અહીં રજુ કરવામાં આવ્યાં છે (જુઓ ચિત્ર, પ્લેટ ૨ અ. નં. ૨-૭) એ બંનેની વચ્ચે દેખાતી સરખામણી મારી આ દલીલને મજબૂત પુરાવા આપે છે.
કે પંદરમા સૈકાની વણવ સંપ્રદાયની હસ્તપ્રતોમાંના તેમજ એલોરાની ગુફાની કલાસના હિંદુ મંદિરનાં ભિત્તિચિત્રોના ચહેરાઓ પણ તે જ જાતની વિશેષતા દર્શાવે છે. વૈષ્ણવ સંપ્રદાયની હસ્તપ્રતોનાં ચિત્રોમાં આ જાતની જે વિશેષતા જોવામાં આવે છે તે બહુ મહત્વની નથી, કારણકે તે બધાં કાગળ ઉપર છે અને જૂનામાં જૂના તાડપત્રના નમૂના કરતાં યે કેટલાક સૈકા
૩૦ ટિ: ૧, લેખન, ૧૯,