________________
૩૪
જેન ચિત્રકલ્પદ્રુમ અંગે દોરીને, વખતે દાઢી આદિ વળાંકને પ્રમાણુ કરતાં વધારીને તેઓ કરતા; અને ચિત્ર આપણે બાજુએથી જોતા હોઈએ તેવું બતાવતી વેળા તે કળાકાર બંને આંખને એવી રીતે દોરતે કે આપણને છબિ તન સપાટ જ લાગે. ચિત્ર ચીતરવાની રીત
ગુજરાતની જનતાશ્રિત કળા’ના ત્રણે વિભાગ દરમ્યાનનાં ચિત્રો સામાન્ય રીતે મળતાં દેખાય છે; જોકે પ્રતે બનાવવાના પ્રકાર જુદી જુદી રીતના દેખાય છે. મુખ્યત્વે લખનાર અને ચીતરનાર વ્યક્તિઓ અલગ અલગ હોય તેમ લાગે છે, તે પણ કેટલાક દાખલાઓમાં લખનાર ને ચીતરનાર એક પણ હોય છે. આજે પણ વયોવૃદ્ધ આચાર્ય મહારાજશ્રી જયસૂરીશ્વરજી પિતાની જાતે જ પ્રતા લખે છે અને તેમાં ચિત્રો ચીતરે છે. અક્ષરો લખનાર ચિત્ર ચીતરનાર માટે અમુક જગ્યા છેડી દેતા. આ વાત પ્રતની બારીક તપાસ કરવાથી જણાઈ આવે છે. પ્રતના અક્ષરો ચિત્રાની જગ્યા છોડીને ધારાબદ્ધ ચાલ્યા આવતા દેખાય છે. કેટલાક દાખલાઓમાં ચિત્રકારની સમજ ખાતર હાંસીઆમાં પ્રસંગને લગતું લખાણ પણ લખેલું મળી આવે છે, કે જેને ચિત્રકાર મુખ્યત્વે અનુસરતા. બધા લખનાર પિતાનું કામ પૂરું કરતો ત્યારે તે પ્રત ચિત્રકારને સુપ્રત કરતો હોય એમ સ્પષ્ટ જણુઈ આવે છે. નાનાં ચિત્રોના આલેખનમાં પત્ર ઉપર ખાસ રાખેલી જગ્યામાં તાડપત્ર ઉપર લાલ રંગ અને કાગળ ઉપર પ્રવાહી સુવર્ણની શાહી અથવા સુવર્ણનાં ઝીણામાં ઝીણું પાનાં (વરખ કે જેને આજે પણ જૈન મંદિરોમાં જિનમૂર્તિની અંગરચના કરવા માટે ઉપચોગ કરવામાં આવે છે), જેટલી જસ્થામાં ચિત્ર દોરવાનું હોય તેટલી જગ્યામાં, પ્રથમ લગાડવામાં આવતાં. તેની પાછળની પૃષ્ઠભૂમિ મોટે ભાગે ઘેરા રાતા રંગમાં કરવામાં આવતી અને સોના ઉપર રંગની ભૂકી એવી રીતે લગાડવામાં આવતી કે ચિત્ર પતે સુવર્ણમય જ લાગે. બાહ્ય રેખાઓ અને આંબા, આંખનાં પિપચાં, કાન, આંગળીઓ વગેરે પછીથી કાળા રંગમાં રંગવામાં આવતાં હતાં. જૈન છબિચિત્ર આ રીતે દેરવાનું પરિણામ એ આવ્યું કે સ્ત્રી અને પુછોની મુખાકૃતિઓ, તેમના વસ્ત્રો અને પુષ્પાદિથી રચેલા બીજા અલંકારે જાણે તેનાથી સપાટ ચીતરેલાં હોય એમ જણાય છે. ચિત્રને ત્યારે આપણે બાજુ ઉપરથી તપાસતા હોઈએ ત્યારે જણાય છે કે આવી બિના ચહેરામાં નાકને કેટલીક વખત લાલ રંગથી રંગવામાં આવતું હતું.
આ રીતે ચિત્ર તો સંપૂર્ણ રાતું; પણ હવે તેમાં રંગ પૂરવાને પીછી ઉપર આસમાની રંગ લેવા અને વસ્ત્ર તથા બીજા ભાગ ઉપર તે જરૂર પૂરતે મૂકવામાં આવતો; તેમજ મનુષ્ય અને પ્રાણીઓના શરીરના ગોળ ભરાવદાર ભાગો જેવી કેટલીક જગ્યાએ એ જાડી પછીથી રંગ પૂરીને તે પ્રમાણમાં ઘટ્ટ થૂલ દેખાય તેમ કરાતું. ત ખાલી જગ્યાઓ કોઈક વાર ઇરાદાપૂર્વક રાખવામાં આવતી, પણ ક્યારેક સુવર્ણનાં પાનાં ચટાડતાં અકસ્માતથી પણ રહી જતી. તેમજ સાધુઓનાં સફેદ કપડાં બતાવવા માટે મોતીના રંગ જેવો ધોળે રંગ કયારેક સાધુઓનાં કપડાં ચીતરવામાં વપરાતો.
બહુ જ ઓછા પ્રસંગે એક પાંચમો રંગ વપરાશમાં લેવાતો. એ રંગ તે બહુ જ સુંદર ઘેરે મોરથુથા જેવો લીલો રંગ. પ્રાચીન હસ્તપ્રતોના ચીતરનારાઓના રંગસંભારમાં આ સિવાય બીજા