________________
૩ર
જૈન ચિત્રકલ્પદ્રુમ
ઇરાની કળાનું પણ મિશ્રણ થએલું છે.
ગુજરાતની જૈનાશ્રિત કળાનાં નાનાં ચિત્રોની આટલી બધી ઉપયેાગતા હોવા છતાં તેના તરફ બહુ જ આછું ધ્યાન આપવામાં આવ્યું છે તેમજ તેના ઉપરનાં બહુ જ ઘેાડાં લખાણે પ્રસિદ્ધીમાં આવેલા હોવાથી હજીસુધી કેટલાક વિદ્વાને આ કળા તદ્દન અજ્ઞાત છે.
અજાણ રહેવાનું એક કારણ એ પણ છે કે જૈન ગ્રંથભંડારા સિવાય ભારતનાં મ્યુઝિયમેામાં તેમજ પાશ્ચાત્ય પ્રદેશામાં તેની જે પ્રતા જોવામાં આવે છે તે, મળી આવતી પ્રતામાંના સામા ભાગની પણ નથી. ભારતના જૈન ગ્રંથભંડારા, જૈન સાધુએ તથા જૈન ધનાઢયોના ખાનગી સંગ્રડામાં બધી મળીને હજારા હસ્તપ્રતા હજી અણુશેાધી પડી છે. બીજું કારણ વસ્તુના અજ્ઞાતપણાને લીધે તેના વહીવટદારાની તે નહિ બતાવવાની સંકુચિતતા છે. કેટલાક દાખલાઓમાં આ સંકુચિતતા વ્યાજબી પણ છે.૨૬
આ ગુજરાતની જૈનાશ્રિત કળાના નમૂનાએ પરદેશમાં મુખ્યત્વે કરીને નીચેનાં સ્થળેએ આવેલા છે:૨૭
ઈંગ્લેંડના બ્રિટીશ મ્યૂઝિયમમાં, ઇંડિયા આફિસની લાયબ્રેરીનાં, રૉયલ એશિયાટિક સાસાએટીની લાયબ્રેરીમાં, બૅંડલીઅન લાયબ્રેરીમાં, કૅમ્બ્રિજ યુનિવર્સિટીની લાયબ્રેરીમાં, જર્મનીમાં Staats Bibliothek અને મ્યૂઝિયમ fur Volkernkunde બંને અર્લિનમાં, ઑસ્ટ્રિયામાં વીએનાતી યુનિવર્સિટીની લાયબ્રેરીમાં અને ફ્રાન્સમાં Strasbourg ની લાયબ્રેરીમાં, કદાચ ઘેાડીઘણી ઇટાલીના ક્લારેન્સની લાયબ્રેરીમાં પણ હોય. અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાસ કરીને આસ્ટન મ્યૂઝિયમમાં કે ત્યાં ભારતીય જૈન ગ્રંથભંડારા બાદ કરીએ તેા પરદેશમાં આ કળાને સારામાં સારા સંગ્રહ છે. વાશિંગ્ટનમાં ક્રીમર ગૅલેરી આ આર્ટમાં, ન્યૂ યોર્કમાં મેટ્રાપાલિટન મ્યૂઝિયમ અને ડેટ્રાક્ટના આર્ટ મ્યૂઝિયમમાં તથા ઘણા અમેરિકન ધનકુએરાના ખાનગી સંગ્રહામાં આવેલાં છે.
આ પ્રમાણે પશ્ચિમના પ્રદેશોમાં બહુ જ થોડી જગ્યાએએ પ્રતા ગએલી હાવાથી પણ ઘણા પાશ્ચાત્ય વિદ્વાનો આ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળાથી અજાણ્યા હોવાનું સંભવી શકે છે. પરંતુ હવે એવા સમય આવી લાગ્યે છે કે ભારતીય ચિત્રફળાના અભ્યાસીઓને આ કળાથી અજ્ઞાત રહેવાનું પાલવી શકે જ નહિ.
ગુજરાતની આ જૈનાશ્રિત કળાને, જે મુખ્યત્વે નાનાં બિચિત્રાની કળા છે તે જેના ઉપર ચીતરવામાં આવી છે, તેના પ્રકાર પ્રમાણે જો વહેંચી નાખવામાં આવે તો તે ચાર વિભાગમાં વહેંચાઇ જાય છે. આ ચાર વિભાગમાં પહેલા વિભાગની કળાનાં બધાં ચિત્રા તાડપત્રની હસ્ત લેખિત પ્રતા ઉપર ચીતરેલાં કાયમ છે, જે ચિત્રોને આપણે ઉપર બે વિભાગમાં વહેંચી નાખ્યાં છે. બીજા વિભાગનાં
૨૬ આ કળાના થોડાએક ઐતિહાસિક મહત્ત્વના નમૂનાઓ ઉદાર ભાવે ગુજરાતના એક સુપ્રસિદ્ધ કળાવિવેચકને કાઈ પણ જાતની જામીનગીરી વગર પ્રસિદ્ધ કરવા આપેલા, તે વર્ષા થયાં તે તે નમૂનાઓ આપનારને પાછા સાંપવામાં આનંદન સુધી આવ્યા નથી, આવાં બીને પણ કેટલાંક કારણોને લીધે વહીવટદારો સંકુચિતતા બતાવે છે. ૨૭ જુઓ ટિ, ૧, લેખ નં. ૮ પૃષ્ઠ ૧૩.