________________
૧૪
જૈન ચિત્રક૯પદુમ નામની પોતાની બે પુત્રીઓને સ્ત્રીઓની ચેસઠ કળાઓ સંસારી પ્રાણીઓના ઉપકાર ખાતર બતાવી. પ્રાચીન અવશે જૈનાશ્રિત કલાના મહત્ત્વપૂર્ણ બહુ જ જૂના અવશેષો હાલ મળી આવતા નથી. મધ્ય ભારતમાં આવેલા રામગઢના પર્વતમાંની જોગીમારની ગુફાઓમાંનાં ભિત્તિચિત્રોના અવશેષો મૂળે જૈન હોય એમ જણાય છે. એરિસ્સામાં ભુવનેશ્વર નજીકની જૈન ગુફાઓમાંની એકમાં જૈન ચિત્રકળાના કંઇક અવશે હજી છે. મહાન પલવરાજ મહેન્દ્રમાં પહેલો કે જે ઈ.સ. ૬૦૦થી ૬-૫ની આસપાસ થયો હતો અને જે પિતાને ચિત્રકારપુલિ' એટલે ચિત્રકારોમાં વાધ જેવો–અર્થાત ચિત્રકારના રાજ જેવો ગણાવતા તેના વખતનાં એટલે ઈ.સ.ની સાતમી શતાબ્દીનાં સીત્તનવાસલનાં ભિત્તિચિત્રો પણ જૈન હોવાનું સાબિત થએલું છે."
પ્રાચીન જૈન સાહિત્ય મધ્યેના ઉલ્લેખ ઉપરથી જણાય છે કે પ્રાચીન ભારતમાં ચિત્રકળા મૃત અવસ્થામાં નહતી. સમાજમાં તેને સંતોષકારક આદર અને પ્રચાર હતા. લેક ચિત્રવિદ્યાને પ્રસન્નતાથી શીખતા. ચિત્રકળા ઘણુ વિસ્તારમાં પ્રચલિત હતી. સ્ત્રીપુરો રાજકુમાર-રાજકુમારીએ વગેરેને તે પ્રત્યે અનુરાગ હતો, એટલું જ નહિ પણ વ્યવહારૂ રૂપમાં કે આ કળાનું શિક્ષણ તેઓ પ્રાપ્ત કરતા. રાજાઓ અને શ્રીમંત મોટી ચિત્રશાળાઓ સ્થાપતા. પ્રાચીન જૈન સાહિત્યમાં ચિત્રકળાના મળી આવતા ઉકલે (૧) શ્વેતામ્બર જૈનેના માન્ય આગમ ગ્રંથમાં અગીઆર અંગ૬ પૈકીના ચેથા “સમવાયાંગ સૂત્રના
૩ સ્ત્રી એની ચોસઠ કળાઓ
૧ નૃત્યકળા, ૨ ઓચિય (આદરસત્કાર આપવાની કળા), ૩ ચિત્રકળા, ૪ વારિત્રકળા, ૫ મંત્ર, ૬ તંત્ર, ૭ ધનવૃષ્ટિ ૮ લાકૃષ્ટિ (ફળ તૈડવાની કળા), ૯ સંસ્કૃત જ૯૫, ૧૮ ક્રિયાકર્ષ, ૧૧ જ્ઞાન, ૧૨ વિજ્ઞાન, ૧૩ દંભ, ૧૪ પાણી ગંભવાની કળા, ૧૫ ગતિમાન, ૧૬ તાલમાન, ૧૭ આકારપન (અદ્રશ્ય કળા), ૧૮ બગીચો બનાવવાની કળા, ૧૯ કાવ્યશક્તિ, ૨૦ વતિ કળા, ૨૧ નરલક્ષણ, ૨૨ હાથીડાની પરીક્ષા, ૨૩ વાર_સિદ્ધિ, ૨૪ તીવ્રબુદ્ધિ, ૨૫ શકુનવિચાર, ૨૬ ધર્માચાર, ૨૭ અંજનાગ, ૨૮ યુગ, ૨૯ ગૃહિધર્મ, ૩૦ સુપ્રસાદનકર્મ (રાજી રાખવાની કળા), ૩૧ કનકવૃદ્ધિ, ૩૨ વણિકાતિ (સૌંદર્યવૃદ્ધિ), ૩૩ વાપટવ (વાચાળપણું, ૩૪ કરલાધવ (હાથચાલાકી, ૩૫ લલિતચરણ, ૩૬ તૈલસુરભિતાકરણ (સુગંધી તેલ બનાવવાની કળા), ૩૭ બોપચાર, ૩૮ ગેહાચાર, ૩૯ વ્યાકરણ, ૪૦ પરનિરાકરણ, ૪૧ વીણીનાદ, ૪ર વિતંડાવાદ (કારણ વગરનું લડવું), ૪૩ એકસ્થિતિ, ૪૪ જનાચાર, ૪૫ કુંભન્નમ, ૪૬ સરિશ્રમ, ૪૭ રત્નમણિભેદ, ૪૮ લિપિપરિચ્છેદ, ૪૯ ક્રિયા, ૫૦ કામાવિકરણ, ૫૧ રંધન (રાધવાની કળા), પર ચિકુરબંધ (કેશ બાંધવાની કળા), પ૩ શાલીખંડ (ખાંડવાની કળા, ૫૪ મુખમંડન, પપ કથાકથન, ૫૬ કુસુમગ્રથન, ૫૭ વરવ, ૫૮ સર્વભાવવિશેષ, ૫૯ વાણિજ્ય, ૬૦ ભેય, ૬૧ અભિધાન પરિજ્ઞાન, ૬૨ આભૂષણ યથાસ્થાન વિવિધ પરિધાન, ૬૩ અંત્યક્ષેરિકા અને ૬૪ પ્રશ્નપ્રહેલિકા. ૪ અછત છેવ (૧૮). * The Sittanvasal Paintings by A.H. Longhurst in 'Indian Art and Letters' 1932 p.39-40. ૬ અગિયાર અંગે
- ૧ આચારાંગસૂત્ર, ૨ સૂત્રકૃતાંગસૂત્ર, ૩ સ્થાનાંગસૂત્ર, ૪ સમવાયાંગસૂત્ર, ૫ વ્યાખ્યાજ્ઞપ્તિ, (ભગવતી સૂત્ર) ૬ જ્ઞાતાધર્મકથાગમૂવ, ૭ ઉપાસકદશાંગસૂત્ર, ૮ અંતકૃતદશાંગસૂત્ર, ૯ અનુસૈપ પાતિક સૂત્ર, ૧૦ પ્રશ્નવ્યાકરણ, ૧૧ વિપાકસત્ર.