________________
૧૯૮
જૈન ચિત્રકલયમ વગેરે પરિવાર સહિત લખાવી; પ૦ લાવશ્યકીર્તિ મણિએ આ મત લખી અને ચિત્રકાર શાલિવાહને આ પ્રતનાં ચિત્રો ચીતર્યા. ભારમલ પોતે પિતાની કોમમાં સંઘપતિ તથા બારવ્રતધારી શ્રાવક હતો તેટલું જ નહિ પણ શહેનશાહ જહાંગીરના દરબારમાં પણ ભૂષણરૂપ હતા.
શાલિવાહનને માટે આ પ્રતમાં કાંઈપણું નોંધવામાં આવ્યું નથી પરંતુ આપણે અગાઉ જણાવી ગયા છીએ કે તેણે એક વિજ્ઞપ્તિ પત્ર આગ્રાના સંધના માટે ચીતર્યો હતો ત્યાં તેણે લખેલું છે કેઃ “શહેનશાહ જહાંગીરના દરબારી ચિત્રકાર ઉસ્તાદ શાલિવાહને આ ચિત્ર ચીતર્યો છે.'
આ પ્રત ચીતરાવનાર, શહેનશાહ જહાંગીર જેવા મેલા અને ચિત્રકળા તરફ અનન્ય પ્રેમ ધરાવનાર બાદશાહના દરબારમાં એક માન્ય પુરુષ હતા અને તેને ચીતરનાર પણ દરબારી ચિત્રકાર શાલિવાહન હતો, તેથી આ પ્રત મોગલ સમયના સર્વોત્તમ ચિત્રકળાના નમૂનાઓમાંની એક છે. આ પ્રતના ચિત્રાનો ખરેખરો ખ્યાલ તે તેના મૂળ ચિત્રો જોવાથી જ આવી શકે.
રાસને ટુંક સાર પૂર્વભવમાં શાલિભદ્રને વ શાલિગ્રામમાં ધન્ના નામની ગરીબ વિધવાને સંગમ જેમને પુત્ર હતો. ગરીબ ધન્ના પિતાના પુત્ર સંગમ સહિત ઉદરપૂર્તિ માટે રાજગૃહ નગરમાં આવી. ધજા ઘેરઘેર મજુરી કરી, મહાવિટંબના ઉદરપૂર્તિ કરતી. સંગમ લોકોનાં વાછરૂ ગામ બહાર ચાવી લાવવાનું કામ કરતે. (જુઓ ચિત્ર ૨૮૫). એકદા કોઈએક પર્વને વિષે ક્ષીરભજનના જમણની વાતો મિત્રો પાસેથી સાંભળી સંગમને ક્ષીર ખાવાની ઇચ્છા થઇ, અને માતા પાસે ક્ષીરભાજનની માગણી કરી. પણ ક્યાં અન ખાવાનાં જ સાંસાં હોય ત્યાં ક્ષીરાજનની પુત્રની માગણી કયાંથી પુરી થાય? છેવટે મા દીકરાની આ વાત સાંભળી ચાર પાડાસણાએ ખાંડ, ઘી, દૂધ અને શાલિ-ચોખા આપ્યા. માતાએ ક્ષીર બનાવી અને પુત્રને થાળીમાં પીરસી. માતા કાર્યવશાત્ બહાર ગઈ. ખીર ગરમ હોવાથી સંગમ હળહળવે હડી કરવા માટે શું કરતો હતો તેટલામાં એક માસના ઉપવાસી સાધુ હિતાર્થે ત્યાં આવ્યા. સંગમને અતિ આનંદ થયો, અને પાસ થાળ ઉપાડી સાધુને પાત્રમાં વહેરાવી દીધી. ખીર વહોરી સાધુ વિદાય થયા; થાળમાં અવશેષ ખીર બાકી રહી, તે સમયે માતા બહારથી આવી. થાળમાં થોડી ખીર બાકી રહેલી જોઈ માતાએ ફરીને બીજી વધેલી ખીર પીરસી. સંગમે ખાધી અને માતાને વિચાર થયે કેઃ
‘એટલી ભૂખ ખમે સદા, ધિક મારે જમવાર.' આ વિચારથી માતાની નજર તેને લાગી. સાંજે કોલેરા થયે, અને મરણ પામી સંગમનો જીવ તે જ રાજગૃહ નગરમાં ગભદ્ર નામના શેઠને
ત્યાં તેમની સ્ત્રી ભદ્રાની ફશિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. માતાએ સ્વમમાં શાલિક્ષેત્ર જોયું તેથી શાલિભદ્ર નામ સ્થાપ્યું. અનુક્રમે બાળવય વટાવી યૌવનને પ્રાપ્ત થયો એટલે પિતાએ તેને કર 8િપુત્રીઓ પરણવી અને દીક્ષા લીધી. દીક્ષા લઇને નિરતિચાર ચારિત્ર પાળી ગાભદ શેઠ દેવલોક પામ્યા. પુત્રસ્નેહવશે તે દેવલોકમાંથી દરરોજ ૩૩ પેટીઓ મોકલવા લાગ્યો. (કેટલાક ઠેકાણે એમ જણાવવામાં આવ્યું છે કે ૩૩ પેટીઓ નહિ, પણ રોજ ૯૯ પેટીઓ તે મોકલતા. ૩૩ વસ્ત્રની,