________________
ચિત્રવિવરણ
૧૫ પિતાના વહાલા પુત્રને દુઃખથી ખૂબ શોકાતુર થઈ જતી હતી, પરંતુ તેથી મારું દુઃખ છૂટયું નહિ એજ મારી અનાથતા. ૨૪-૨૫.
હે રાજન! તે વખતે મારા પર અત્યંત નેહવાળી અને પતિવત્તા પત્ની આંસુભર્યાં નયને મારું હૃદય ભજવી રહી હતી. મારું દુઃખ જોઈ તે નવયૌવના મારાથી જાણે કે અજાણે અજ, પાન, સ્નાન, સુગંધિત પુષ્પમાળા કે વિલેપન સુદ્ધાં ભગવતી ન હતી; અને હે રાજન્ ! એક કાણું પણ તે સહચારિણી અળગી થતી ન હતી. આખરે તે પણ મારી આ વેદનાને હઠાવી ન શકી તેજ મારી અનાથતા. ૨૮-૩૦
આવી ચારે કોરથી અસહાયતા અનુભવવાથી મેં વિચાર્યું કે અનત એવા આ સંસારમાં આવી વેદનાઓ ભેગવવી પડે તે બહુબહુ અસહ્ય છે. માટે આ વિપુલ વેદનાથી જે એકજ વાર હું મૂકાઉ તે ક્ષાન્ત, દત્ત અને નિરારંભી બની તુરત જ શુદ્ધ સંયમને ગ્રહણ કરીશ. હે નરપતિ : રાત્રિએ એમ ચિંતવીને હું સૂઈ ગયું અને રાત્રિ જેમજેમ જતી ગઈ તેમતેમ મારી તે વિપુલ વેદના ક્ષીણ થતી ગઈ. ત્યારબાદ પ્રભાતે તો સાવ નિરોગી થઈ ગયો અને એ બધાં સંબંધીઓની આજ્ઞા લઈને શાન્ત, દાન્ત અને નિરારંભી થઈ સંયમી બને.
ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના માતાપિતાના ચિત્રથી થાય છે. માતા અને પિતા બંને શોકાતુર ચહેરે બેઠેલાં છે. પછી ચિત્રના અનુસંધાને, નીચેનો અનાથી મુનિને ગૃહસ્થાવસ્થામાં થએલી દાહજવરની વેદનાનો પ્રસંગ જેવાને છે. દાહ જવરની પીડાથી પીડાતાં પોતે પથારીમાં સુતેલાં છે, તેઓને પગ આગળ તેમની નવયૌવના પતિવ્રત્તા પરની શકાતુર ચહેરે બેઠેલી છે અને નજીકમાં એક સ્ત્રી કપડાથી પવન નાખતી હોય તેમ લાગે છે. આ ચિત્રની સ્ત્રી આકૃતિઓના મસ્તક ઉપર સાડી ઓઢાડવામાં આવી છે, ત્યારે આ જ પ્રતમાંના ચત્ર ૨૬ ૦માં ભાથે સાડી ઓઢેલી નથી તેથી એમ અનુમાન થાય છે કે આ સમયમાં સ્ત્રીઓને માથે એઠવાને પ્રચાર ધીમેધીમે શરૂ થયો હશે જે ધીમેધીમે વૃદ્ધિગત થતાં આજે સારા કુટુંબમાં ચે ભાથે સાડી નહિ એાઢનાર સ્ત્રીને નિર્લજી-લાજ વગરની કહીને નિંદવામાં આવે છે. જો કે વિ.સં. ૧૬૪૭માં માથે નહિ ઓઢવાને પ્રચાર સદંતર નાબુદ નહી જ થયો હોય એમ આપણને ચિત્ર ૨૬ ૦ ખાત્રી આપે જ છે. ચિત્ર ૨૧૨ ઉત્તરાધ્યયન સૂત્રના સમુદ્રપાલીય’ નામના ૨૧માં અધ્યયનને લગતું ચિત્ર.
તે પંથે ચાલતાં પાલિતની સ્ત્રીએ સમુદ્રમાં જ પુત્રને જન્મ આપો. તે બાળક સમુદ્રમાં જ જનમે હોવાથી તેનું નામ પણ સમુદ્રપાલ રાખવામાં આવ્યું--જ.
તે અનુક્રમે યુવાવસ્થાને પ્રાપ્ત થયો. પુત્રની યુવાનવય જોઇને તેના પિતાએ રૂપવતી રૂપિણી નામની કન્યા સાથે તેને પરણાવ્યો. એકદા તે મહેલના માં બેસી નગરચર્ચા જોવામાં લીન થએલો હતા તેવામાં મારવાનાં ચિહ્ન સહિત વધભૂમિ ઉપર લઈ જવાતા એક ચેરને તેણે જોયો.-૬-૮
(તે ચારને જોઇને) તે જ વખતે ફાડા ચિંતનના પરિણામે તે જાતિસ્મરણું જ્ઞાન પામ્યું અને તેને અંતઃકરણમાં પરમસદ નો. સાચા વૈરાગ્યના પ્રભાવે માતાપિતાનાં અંતઃકરણ સંતુષ્ટ કરી