________________
જેન ચિત્રક૯૫કુમ ચિત્ર રપ૦ શ્રી સરસ્વતી દેવી. શ્રીયુત સં. ૨. મજમુદારના સંગ્રહની ‘સપ્તશતી' નામની હિંદુ તાંત્રિક પ્રતનાં બાર ચિત્ર પૈકી દેવી સરસ્વતીનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. ગુજરાતની પ્રાચીન ચિત્રકળાના સમયના જૈન ધર્મના ગ્રંથો સિવાયનાં “બાલગોપાલસ્તુતિ'ની પ્રતનાં જ ચિત્ર આજસુધી વિદ્વાનોની દુનિયામાં પ્રસિદ્ધિમાં આવ્યાં હતાં, પરંતુ હાલમાં સપ્તશતીની પ્રતો પણ મળવા લાગી છે. મળી આવેલી સપ્તશતીની પ્રતિમાં સૌથી પ્રાચીન પ્રત આ છે.
ચિત્ર ૨૪૮ની માફક જ આ દેવીના પણ ચાર હાથ છે. વળી ઉપરના જમણા હાથમાં પુસ્તક તથા ડાબા હાથમાં કમલ અને નીચેના જમણા હાથમાં અાસૂત્ર અને ડાબા હાથમાં વીણા છે. આસન કમલનું અને વાહન હંસનું જ છે. જુદા જુદા સંપ્રદાયની બંને પ્રતો હોવા છતાં બંને દેવીના સ્વરૂપો એક જ જાતનાં છે.
Plate LXXX ચિત્ર ૨૫૧ “કૃષ્ણની સ્તુતિ. શ્રીયુત ભોગીલાલ જયચંદ સાંડેસરાના સંગ્રહની ‘બાલગોપાલ સ્તુતિની
આ પ્રત લગભગ પંદરમા સૈકામાં લખાએલી હોય એમ લાગે છે. પ્રતમાં કુલ ૫૫ ચિત્ર છે તે પૈકી ચાર ચિત્રો અને રજુ ક્યાં છે. આ ચિત્રમાં કૃષ્ણની સ્તુતિ નીચેના શબ્દોમાં કરવામાં આવી છે:
कण्ठावसक्ततुलसीदलपुण्यमालं
वक्षस्थलोल्लसितकौस्तुभकांतिजालं। पक्षांतरालरजनीका(र)चारुभालं
a(4)રામ સુવર્ણ વસુદેવવાઢ |૧૦ || अलसविलसत्मुग्ध(ग्ध) स्निग्धस्मितत्रजसुन्दरी
मदनकदनस्वित्रं धन्यं वहत् ( द्) वदनांबुज । तरुणतरु]णे(ण) यो (ज्योत्स्नाकृत्प्रतिमपिताधरः
जयति वियति श्रेणीरेणीदशा मदयन् महः ॥ १६८ ।। - ભાવાર્ય ગળામાં પહેરી છે તુલસીના પાનની પવિત્ર માળા જેણે, હૃદય ઉપર શોભી રહેલ છે કૌતુભની કાંતિનો સમુદાય જેને, પક્ષાંતરાલ એટલે અષ્ટમીના ચંદ્રમા સમાન રસુંદર છે લલાટકપાળ જેનું, એવા સુંદર મુખવાળા વસુદેવ બાળક (શ્રીકૃષ્ણ)ને અમે વંદન કરીએ છીએ. ૧૬ ૭.
જે (કૃષ્ણરૂપી) જયોતિ, મંદમંદ મધુર સ્મિત હાસ્ય કરતી વજસુંદરીની કામની પીડા (વ્યાકુળના)ને લીધે પરસેવાના બવાનું મુખારવિંદ [હાથથી ટેકવે છે અને (ગોપીના સ્મિતની) અત્યંત તરુણ જેનાથી જેનો અધરોષ્ઠ સંપૂર્ણ નવાએલો છે એવી, મૃગાક્ષીની મંડળીને ઉમત બનાવે છે તે જાતિનો જય હો. ૧૬૮.૧૦
૬૦ આ લેકની સમજુતી તથા ભાષાંતર માટે દીવાન બહાદુર કેશવલાલ હર્ષદરાય ધ્રુવ સાહેબે મારા ઉપર મહેરબાની દર્શાવી છે તે માટે તેઓને આભાર માનું છું,
– સંપાદક.