________________
જૈન ચિત્રકટપકુમ અને એ પાતસાહિ મહિમૂદની સભામાં માન્ય હતો –૯.
જેને (સદાને) સુરત્રાણુ અહમ્મદે મહોત્સવ પૂર્વક ઘરવ એવું નામ પોતે આપ્યું હતું અને જેણે સંવત ૧૫૦૮માં પડેલા ભયંકર દુકાળના વખતમાં દાનશાળાઓ સ્થાપી હતી–૧૦.
બીજી પત્ની લક્ષ્મીને અમદાવાદ નિવાસી અને ગુરુ સેવા પરાયણ ભાગ્યવાન દેવાક નામે પુત્ર હતો–૧૧.
તેને લાવતી મર્યાદાશીલ દેવશ્રી નામે પત્ની છે.—૧૨. તેણીને (દેવશ્રીનો) પુત્ર અમરદત્ત નામને છે. શ્રીમને જીવા નામનો પુત્ર છે–૧૩. જવાને રમાઇ નામે પત્ની છે. આ પ્રકારના પરિવારથી વિરાછત દેવરાજ છે–૧૪. એ રાજમાન્ય દેવરાજે જિનાગમ પ્રત્યેની ભક્તિથી ...,,
આ ઐતિહાસિક પ્રશસ્તિને આગળનો ભાગ અત્રેથી ત્રટક છે. અજ્ઞાનાવસ્થામાં આવા તે કેટલા યે એતિહાસિક ઉલ્લેખનો નાશ થયો હશે.
Plate LXXVIII ચિત્ર ૨૪૬ શ્રી મહાવીર પ્રભુનું અવન. કાંતિવિ. ૧ના પાના ૧ ઉપરથી. વર્ણન માટે જુએ ચિત્ર હરનું વર્ણન. આ પાનામાં વચ્ચેની દોરા બાંધવાની યાદગિરીરૂપે પ્રાચીન હસ્તલિખિત પ્રતોની વચમાં કેરી
યા રાખવામાં આવતી હતી તે જગ્યામાં તથા બંને બાજુના હાંસિયાની વચ્ચેનું એકેક, કુલ મળીને ત્રણ સાધુઓનાં ચિત્રો તથા બંને હાંસિયામાં ઉપર અને નીચેની આકૃતિઓમાં કુલ મળીને ચાર તીર્થકરની મૂર્તિઓ સોનાની શાહીથી ચિત્રકારે ચીતરેલી છે. પ્રતની આદિમાં ત્રીદ્યતા રહૂરિભ્યો નમઃ લખીને પંદરમા સૈકામાં તપાગચ્છમાં થઇ ગએલા શ્રીઉદયસાગરસૂરિને નમસ્કાર કર્યો છે. ચિત્ર ૨૪૭ પંદરમા સૈકાની એક પ્રશસ્તિ. કાંતિવિ. ૧ ની પ્રતનું પ્રશસ્તિનું પાનું. પ્રશસ્તિને સાર નીચે મુજબ છે.
કલ્યાણને કરનાર શ્રીમાલવ નામના જનપદ–દેશને વિજે, પૃથ્વીરૂપી સ્ત્રીના ભૂષણ સમાન, મંડપદુર્ગ (હાલનું માંડવગઢ) નામનું નગર છે કે ત્યાં વિવિધ પ્રકારના કોટિવજદિઓ વસે છે. (ત્યાં) માગ્યાર વંશમાં કાલ નામને મુખ્ય મંત્રી હતા, તેને રાજૂ નામની પોતાની સ્ત્રોથી એક પુત્ર ઉપન થયે—૧.
જે હરિદાસ મંત્રીશ્વરના નામથી પૃથ્વીતળના વિષે વિખ્યાત થયે, તેને માહદેવી નામની સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થએલી દૂર્મના નામની પુત્રી હતી. જિણુદાસ નામનો બીને જૈન ધર્મને વિશે પ્રીતિવાળા-શ્રદ્ધાવાળે . . . . અહીંથી પ્રશસ્તિ અટકે છે. ચિત્ર ૨૪૮ શ્રીસરસ્વતી. નીચેની પ્રતના તે જ પાનાની જોડેનું આ ચિત્ર તથા ચિત્ર ૨૪૯ એક જ પાન ઉપર છે.
શિખરબદ્ધ દહેરીની અંદર જે અક્ષરની મધ્યમાં દેવી સરસ્વતી વસ્ત્રાભૂષણોથી સુસજ્જિત થએલી બિરાજમાન છે. દેવીના ઉપરના બંને હાથમાં પુસ્તક તથા કમલ છે અને નીચેના બંને હાથમાં