________________
જેન ચિત્રક૯પદ્રુમ રહેશો? ડા-આપને ધ્યાનનો સમય તે કયારનો યે પૂરો થઈ ગયો.” પણ પ્રભુ તે પિતાના ધ્યાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરા પણ ન ડગ્યા. (૨૦) આખરે તેણે દેવદ્ધિ વિકર્થી. અને વિમાનમાં બેસી પ્રભુને લલચાવવા લાગ્યો કેઃ “હે મહર્ષિ! હું આપનું આવું ઉગ્ર તપ અને - પવિત્ર સત્વ નિહાળી ભારે પ્રસન્ન થયે હું તો આપને જે જોઈએ તે માગી લો. કહો તે તમને
સ્વર્ગમાં લઇ જઉં, કહે તે મોક્ષમાં લઈ જઉં.' એ મીઠા શબ્દોથી પણ પ્રભુ ન લેભાયા. એટલે તેણે તકાળ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિફર્વી તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યા ૫ણું એક સંવા ન ફરગ્યું તે ન ફરક્યું. એવી રીતે દુષ્ટ સંગમે એક રાત્રિમાં મેટામોટા વીસ ઉપસર્ગો કર્યા, છતાં પ્રભુએ તો તેના તરફ દયાદષ્ટિ જ વધવી. ધન્ય છે મહાવીરની અસીમ કરણને!
ચિત્રમાં વચ્ચે મહાવીર પ્રભુ કાઉસગ્ગ ધ્યાને ઊભા છે. આ ચિત્રમાં આપણે વગેરે જે પહેરાવેલાં છે તે ચિત્રકારની અણસમજણને આભારી છે, કપાળમાં બ્રાહ્મણનું તિલક કર્યું છે તે પણ અવાસ્તવિક છે; સાધુને કપાળમાં તિલક હેય જ નહિ. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં બે હરણ જેવાં પ્રાણીઓ છે, વર્ણનમાં હરણને ઉલેખ માત્ર પણ નથી. કાન અગાડી બંને બાજુથી બંને હાથેથી પવનને આમંત્રિત કરતી બે પુરૂષ-વ્યક્તિઓ ઉભેલી છે. જમણી બાજુ વીંછી, વાઘ તથા છાવણીને લશ્કરી પઠાણુ સિપાઈ પ્રભુના જમણા પગ ઉપર ભાત રાંધવાનું વાસણ મૂકીને ભાત રાંધતે ઉભેલો દેખાય છે. ડાબી બાજુ સર્પ, હાથી, નોળિયો તથા ડાબા પગ ઉપર ચાંડાલે મૂકેલું તી ચાંચવાળું પાંજરા વગરનું એક પક્ષી ચીતરેલું છે.
Plate LII ચિત્ર ૧% કલ્પસૂત્રનાં સુશોભન, હંસવિ. ૧ ની પ્રતિમાના સુશોભન કળાના નમૂના તરીકે અત્રે મૂળ રંગમાં રજુ કરેલાં છે.
Plate LIII ચિત્ર ૧૮૦ શ્રી નેમિનાથને વરેડા. કાંતિવિ. ૧ ના પાના ૬૩ ઉપરથી મૂળ રંગમાં સહેજ નાનું કરીને આ ચિત્ર અત્રે રજુ કર્યું છે.
લગ્નના દિવસે શ્રીનેમિકુમારને ઉગ્રસેનના ઘેર લઈ જવા તૈયાર કર્યા. તેમનાં અંગ ઉપર ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં, એક સરસ વેત અશ્વ ઉપર બેસાડવાં, મસ્તક ઉપર એક છત્ર ધર્યું, બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા, અને તેમની પાછળના અના હણહણાટથી દિશાએ ગઈ રહી. નેમિકુમારની પાછળ બીજા અનેક રાજકુમાર અશ્વર ઉપર સ્વાર થઈ ચાલવા લાગ્યા. સમુદ્રવિજયાદિ દશાë, કૃષ્ણ અને બળભદ્ર વગેરે આત્મીય પરિવાર પણ સાથે ચાલવા લાગે. શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંત:પુરવાસિની સ્ત્રીઓ પણ મહામૂલ્યવાળી પાલખીમાં બેસી મંગલ ગીત ગાવા લાગી.
એટલામાં નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પિતાના સારથિને પૂછયું: “મંગલના સમૂહથી શોભતે આ મત મહેલ કે હશે?' સારથિએ તે મહેલ તરફ આંગળી