________________
૧૫૮
જેન ચિત્રક૯પદ્રુમ મધ્યરાત્રિને વિષે પદ્માસને બેઠા થકા નિર્વાણ પામ્યા. ચિત્ર ૧૭૪ શ્રીજગહોત્સવ. હંસવિ. ૨ પાના પ૧ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૩૪૩૩ ઇચ છે. વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૬૭નું આ પ્રસંગને લગતું વર્ણન, ચિત્ર ૧૭૫ શ્રી પાર્શ્વનાથની દીક્ષા. હંસવિ. ૨ પાના ૭૮ ઉપરથી.ચિત્રનું મૂળ કદ ૩૩ ઇચ રામચોરસ વિસ્તૃત વર્ણન માટે જુઓ ચિત્ર ૧૧૦નું વર્ણન
Plate L ચિત્ર ૧૦૬-૧૭૭ કલ્પસૂત્રની સુંદર કિનારો. હંસવિ. ૨ ના પાનાની આજુબાજુનાં જુદીજુદી જાતનાં
આ સુશોભનો ફક્ત વાદળી અને સફેદ રંગથી જ ચીતરનાર ચિત્રકારની કલ્પનાશક્તિ કઈ અજાયબીભરી હોય એમ લાગે છે.
Plate Li ચિત્ર ૧૮ શ્રી મહાવીર પ્રભુને સંગમદેવને ઉપસ. પંદરમા સૈકાની હસ્તલિખિત સુવર્ણાક્ષરી તારીખ વગરની છત ઉપરથી.
એક વખતે શકે પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઈ, તુરત સિહાસન ઉપરથી કાતરી પ્રભુને ઉદ્દેશીને નમન કર્યું. તે પછી ઈન્ડે પ્રભુના પૈર્યગુણની પ્રશંસા કરતાં પોતાની સુધર્મો સભામાં બેઠેલા દેવો સમક્ષ કહ્યું કેઃ “અહો ! શ્રી વીરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે? તેમની ધીરતાની અને અડગતાની હું કેટલી સ્તુતિ કરૂં? તેમના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણ જગતનાં પ્રાણીઓ કદાચ એકઠાં થાય તેપણ નિષ્ફળ જ જાય! સભામાં બેઠેલો ઇન્દ્રને એક સામાનિક દેવ-સંગમ પ્રભુની પ્રશંસા સહન ન કરી શકે. તે ભ્રકુટિ ચડાવી ધ્રુજતા સ્વરમાં તાડુકી ઉઠી બેલ્યો કેઃ “આ દેવોની સભામાં એક પામર જનનાં વખાણ કરતાં આપને જરા યે સંકોચ નથી થતો? આપને જો વિશે ખાત્રી કરવી હોય તો હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં !'
વિચાર્યું: ‘જો હું ધારું તો રાંગમને હમણાં જ બેલતો બંધ કરી શકું, પણ જે હું અત્યારે તેને હુકમ કરી જતો અટકાવી દઈશ તો તે દુબુદ્ધિ એમ સમજશે કે તીકરી તો પારકાની સહાયથી જ તપ કરે છે. એક સંગમના મનમાં નહિ પણ લગભગ બધા દેવોના મનમાં ખોટું ભૂત ભરાઈ જશે. માટે અત્યારે તે આ દુષ્ટને તેનું ધાર્યું કરવા દેવામાં જ લાભ છે.'
ક્રોધથી ધમધમી રહેલા સંગમદેવે પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યો અને સીધે પ્રભુ પાસે આવી ઉભો રહ્યો. પ્રભુની શાંત મૂખમુદ્રામાંથી શાંતિ અને કરુણાની અમીધારા કરતી હતી. પણ સંગમને તે તે ઉલટું જ પરિણમ્યું, કારણકે તેનું હદય કોધ અને ઈષ્યાંથી ધગધગી રહ્યું હતું.
(૧) સૈાથી પ્રથમ તેણે ધૂળનો વરસાદ વરસાવ્યો. (૨) તે પછી ધૂળને ખંખેરી નાખી તે દુષ્ટ વિજ જેવા કઠેર-તીક્ષ્ણ મૂખવાળી કીડીઓ પ્રભુના શરીર ઉપર વળગાડી. તે કીડીઓએ પ્રભુનું આખું શરીર ચાળણી જેવું કરી નાખ્યું છતાં પ્રભુ અચળ જ રહ્યા. (૩) પછી પ્રચંડ ડાંસ