________________
૧૫૬
જેન ચિત્રકામ પાનાની જમણી બાજુના ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે; તેમાં કક્ષાના પરિચયની શરૂઆત ઉપરના ચંશિકના પૂર્વભવના સાધુ અવસ્થાના ચિત્રથી થાય છે. ચંડકૌશિક સાધુ બંને હાથમાં એ પકડી શિષ્યને મારવા જતા-દોડતા દેખાય છે, મારવા જતાં મસ્તક થાંભલા સાથે અંધારામાં અથડાય છે, સામે બંને હાથની અંજલિ જોડી હાથમાં એ રાખી નમ્રભાવે વિનયપૂર્વક દેડકાની વિરાધનાને પ્રાયશ્ચિતપૂર્વક પકિમવા માટે ગુરમહારાજને યાદી આપને શિષ્ય ઊભેલો દેખાય છે, તેના પગ આગળ જ થાંભલા નજીક પ્રસંગનુસાર ચિત્રકારે દેડકી ચીતરેલી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા ચંડકાશિકના બાકીના પૂર્વભવનો પ્રસંગ જેવાને છે. ચંડ શિક સાધુ અવસ્થામાંથી કાળધર્મ પામી તિષ્કવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થએલા બતાવવા માટે અત્રે વિમાનની અંદર બેઠેલા એક દેવની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે, તેની (વિમાનની) નીચે તે દેવલોકમાંથી એવીને ચંડકૌશિક નામે તાપસ તરીકે ઉત્પન્ન થએલ હોવાથી તેને તાપસ વિશે પોતાના બગીચામાંથી ફળ-ફૂલ તોડતાં રાજકુમારને હાથમાં કુહાડે લઇને મારવા જતાં કુહાડા સાથે અચાનક કુવામાં પડેલો ચીતરેલો છે, ત્યાંથી કરીને તે પોતે જ ચંડકૌશિક નામે દૃષ્ટિવિષ સર્ષ થયો છે તે બતાવવા માટે ચિત્રકારે કાળ ભયંકર નાગ ચીતરેલો છે.
પાનાની ડાબી બાજુના ચિત્રમાં આ ચિત્રના અનુસંધાને, શ્રમણ ભગવાન મહાવીરે ચંડકૌશિકને કરેલા પ્રતિબોધનો પ્રસંગ જોવાનો છે. ચંડશિકના બિલ-દિર આગળ જ પ્રભુ મહાવીર કાઉસગધ્યાને ઉભા છે, પ્રભુ મહાવીરના શરીરે ચિત્રકારે જે આભૂણો પહેરાવ્યાં છે તે તેનું જૈનધર્મ પ્રત્યેનું અજ્ઞાન સુચવે છે, કારણકે તીર્થંકર જ્યારે સાધુપણામાં વિચરતા હોય ત્યારે આભૂષણ વગેરેનો શ્રમણપણું-સાધુપણું અંગીકાર કરતી વખતે ત્યાગ કરેલો હોવાથી તેમની આ સાધકઅવસ્થામાં આભૂષણે તેઓના અંગ ઉપર સંભવેજ નહિ. વર્ણનમાં તેને પ્રભુના પગે ડંખ ભારતે વર્ણવે છે ત્યારે ચિત્રમાં પ્રભુના આખા શરીરે વીંટળાએ તેને ચીતરેલો છે, પછીથી પ્રભુએ પ્રતિબોધ્યા પછી પોતાનું મૂખ બિલમાં નાખીને પડી રહેલા ચિત્રકારે ચીતરેલો છે. પાનાની ઉપરના સુશોભનમાં છ સુંદર હાથીઓ, નીચેના ભાગમાં પાંચ ઘોડેસવારે તથા એક પદાતિ હથીઆરથી સુસજિત થએલો અને આજુબાજુના બંને હાંસીઆઓના ઉપરના ભાગમાં યુદ્ધ કરતાં ઘોડેસવારો તથા નીચેના ભાગમાં જળભરેલી વાવો, વાવોની અંદર સ્નાન કરતાં ચાર પુરો ચીતરેલાં છે. આખા પાનાની ચાર લાઇનમાં ફક્ત ૧૪ અક્ષરોના લખાણ સિવાય આખું પાનું અપ્રતિમ સુશોભનકળા તથા ચિત્રકળાની રજુઆત કરે છે.
Plate XLVII
ચિત્ર ૧૬૬ પાલખીનું ચિત્રસંયેજના પ્રાચીન ચિત્ર ઉપરથી. ચિત્ર ૧૧૭ પૂર્ણકલશ થયુન એ. ર. મજમુદારના સંગ્રહમાંથી. ચિત્ર ૧૦૮ ઉરની ચિત્ર સંજના. વડોદરાના કમાટી બાગના મ્યુઝીઅમથી આ ત્રણે ચિત્ર ૧૧ ૬૧૬૭ તથા ૧૬ ૮ના વર્ણન માટે જુઓ સંજના ચિ નામને લેખ.