________________
ચિત્રવિવરણ
૧૪૭ અંજલિ જોડીને બેઠેલા અને ગુરુના ઉપદેશનું શ્રવણ કરતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં બે સાધ્વીએ કે જેમનાં નામ અનુક્રમે શ્રી પદ્મwાંતિથિ તથા સુત્રતત્રમામસામુ છે અને બંને સાથીઓની સામે બે શ્રાવિકાઓ છે જેમાં એકનું નામ વા. હીરવિકથાવિક એટલે વાયગીય હીરાદેવી મુખ્ય શ્રાવિકા છે, ઉપરોકત ચિત્રની બધી વ્યક્તિએ તથા નીચેના ચિત્રની સાધ્વીઓ તથા શ્રાવિકાઓ આનંદપ્રપાધ્યાયને ઉપદેશ શ્રવણ કરે છે, બીજું આ ચિત્રમાં પ્રત લખાવનારના સમયના મુખ્ય સાધુઓ, સાધ્વીએ શ્રાવ તથા શ્રાવિકાઓના નામ સાથેનાં ચિત્રો આપણને તે સમયના ચતુવિધ સંધના રીતરિવાજે તથા પહેરવેશને બહુ જ સુંદર ખ્યાલ પૂરો પાડે છે.
આ ચિત્રોમાં મુખ્યત્વે કરીને લાલ, કાળ, ધોળ, પીળો, લીલો તથા ગુલાબી રંગને ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્ર ૧૦૬-૧૭માં જિનમંદિરોની રજુઆત તે સમયનાં જિનમંદિરોની સ્થાપત્ય રચનાનો, ચિત્ર ૧૦૬-૧૦–૧૦૮માંના સ્ત્રી-પુરુષોના પહેરવેશો તે સમયના ગુજરાતના વિભવશાળી ગૃહસ્થાના રીતરિવાજોનું ભાન કરાવનારા પુરાવા છે. ચિત્ર ૧૦૬માં હાથીને જે રંગ પોપટીઓ લીલો છે તે ચિત્રકારની કલ્પના માત્ર છે અને તે બતાવીને તેને આશય આ હાથી સામાન્ય નથી પણ વિશિષ્ટ જાતિને છે તે બતાવવાનો છે. ચિત્ર ૧૦૭-૧૦૮માં સા. વિક્રમ, સા. રાજસિંહ તથા સા. કર્મણને માથાની પાછળના ભાગમાં અંબોડા વાળેલા અને અંબાડામાં દરેકે માથાને ખુપ (માથે પહેરવામાં આવતા દાગીનો) ઘાલેલો છે જે રિવાજ આજે સ્ત્રીઓમાં હજુ ચાલુ છે પરંતુ ગુજરાતના પુોમાંથી હાલમાં નાબૂદ થઈ ગએલો છે. ચિત્ર ૧૦૭ તથા ૧૦૮માં હીરાદેવી પ્રમુખ શ્રાવિકાએ માથે સાડી ઓઢેલી નથી અને કાનમાં મોટી વાળીઓ તથા કર્ણફૂલ ઘાલેલાં છે, ચિત્ર ૧૦૮માંની બે સાધ્વીઓનાં માથાં પણ ખુલ્લાં છે જે તે સમયના પહેરવેશનું દિગ્દર્શન કરાવનારા નમૂના છે, સ્ત્રીઓની આકૃતિ કંચુકી તથા સ્તનની રજુઆતથી પુરુષની આકૃતિથી પ્રાચીન ચિત્રામાં તરત જ જુદી તરી આવે છે.
પ્રત લખાવનાર સંબંધી માહિતી કર્મણ નામે એક અમદાવાદના સુલતાનને મંત્રી પંદરમા સૈકામાં થએલો છે જેણે અમદાવાદમાં આચાર્યથી સમજયસૂરિના શિખ્ય મહસમુદ્રને વાચક પદ અપાવ્યું હતું. ૫૦ પરંતુ બીજું નામ સાથે તથા પ્રતની લિપિ જોતાં આ પ્રત તેરમા અગર ચોદમાં સૈકામાં લખાએલી હોય એવી લાગે છે તેથી આ મત લખાવનાર ઉપરોકત કર્મણ હેવાની સંભાવના બહુ જ ઓછી છે.
આ પ્રત ચૌદમા સૈકા દરમ્યાન લખાએલી હોય એમ લાગે છે. પ્રતનાં ચિત્રોમાં સમકાલીન રાષ્ટિની છાપ ઉતરી છે. જૂનાં ખોખાં પ્રમાણે ચિત્રો દોરવા છતાં પાત્રા-પ્રાણીઓ વગેરેનાં રૂપરંગ તાદશ બન્યાં છે.
५० शुगे। श्रीतीर्थयात्रापुरुपुण्यकारिणा श्रीकर्मणाऽऽख्येन महीपमन्त्रिणा। महीसमुद्रभिधपण्डितप्रभोः पादाभ्युपाध्यायपदै विवेकिना ||३||
----गुरुगुणरत्नाकरकाव्य सगे ३, पृष्ठ ३८