________________
ચિત્રવિવરણ
૧૨૯ નથી. હવે આપણે પાંચે કયાણમાં પ્રાચીન ચિત્રકારોએ કઇકઇ કલ્પનાકૃતિઓ નક્કી કરેલી છે તે સબંધી વિચાર કરી લઈએ એટલે આગળના આ પાંચ પ્રસંગોને લગતાં ચિત્રોમાં શંકા ઉદ્દભવવાનું કારણું ઉપસ્થિત થાય જ નહિ.
૧ થવન કલ્યાણક-વ્યવન કલ્યાણકને પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકારે હમેશાં જે જે તીર્થંકરનાં યવન કલ્યાણકનો પ્રસંગ હોય તેમના લંછન સહિત અને કેટલાંક ચિત્રામાં તેઓના શરીરના વર્ણ સહિત તે તે તીર્થકરની મૂર્તિની પરિકર સહિત રજુઆત કરે છે. (જુઓ ચિત્ર ૬૮).
૨ જન્મ કલ્યાણક-જન્મ કલ્યાણકને પ્રસંગ દર્શાવવા માટે હમેશાં જે જે તીર્થંકરનાં જન્મ કલ્યાણક પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરની માતા અને એક નાના બાળકની રજુઆત તેઓ કરે છે (જુએ ચિત્ર ૭૦).
* ૩ દીક્ષા કલ્યાણક-જે જે તીર્થકરના દીક્ષા કલ્યાણકનો પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરોની ઝાડ નીચે પંચમષ્ટિ લોચ કરતી આકૃતિ એક હાથથી ચેટલીને લેચ કરતાં બેઠેલી અને પાસે બે હાથ પહોળા કરીને કેશને ગ્રહણ કરતા ઈન્દ્રની રજુઆત ચિત્રમાં તેઓ કરે છે,
૪ કેવય કલ્યાણક-જે જે તીર્થકરના કૈવલ્ય કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો તેને આશય હોય, તે તે તીર્થકરનાં સમવસરણની રજુઆત તેઓ કરે છે. (જુઓ ચિત્ર ૭૨). - ૫ નિર્વાણ કલ્યાણક–જે જે તીર્થંકરના નિર્વાણ કલ્યાણક પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થંકરના શરીરના વર્ણ તથા લંછન સાથે તેઓની પદ્માસનની બેઠકે વાળેલી પલાંઠી નીચે સિદ્ધશીલાની (બીજના ચંદ્રમાના આકાર જેવી) આકૃતિની તથા બંને બાજુમાં એક ઝાડની રજુઆત પ્રાચીન ચિત્રકારે કરતા દેખાય છે. (જુઓ ચિત્ર ૭૧). ચિત્ર ૧૨ ગુરુ મહારાજ શિષ્યને પાઠ આપે છે. ઉ.ફ.ધ. ભંડારની પ્રતમાંથી જ. આ પ્રતમાં ચિત્રકારનો
આશય મહાવીરના પાંચે કલ્યાણક દર્શાવવાનો છે તેમાં બાકીના યવન, જન્મ, કવિરા અને નિર્વાણ કયાકના પ્રસંગે તે તેને પ્રાચીન ચિત્રકારોની રીતિની અનુસરતાં જ દોરેલાં છે. પરંતુ દીક્ષા કલ્યાણકના પ્રસંગમાં પંચમુખ્રિલોચના પ્રસંગને બદલે આ ચિત્રમાં જૈન સાધુઓનું દીક્ષિત અવસ્થાનું ચિત્ર દેરેલું છે.
ચિત્રની અંદર મધ્યમાં છતમાં બાંધેલા ચંદરવાની નીચે ભદ્રાસન ઉપર બેઠેલી આકૃતિ આચાર્ય મહારાજની છે, ઘણું કરીને તે આ પ્રત લખાવવાને ઉપદેશ આપનાર આચાર્ય મહારાજની હશે, તેઓને એક ખભો જમણી બાજુનો ઉઘાડ છે, જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબા હાથ વરદ મુદ્રામાં રાખીને સામે હાથમાં તાડપત્રનું પાનું પકડીને બેઠેલા શિષ્ય-સાધુને કાંઈ સમજાવતાં હોય એમ લાગે છે. ગુરુ અને શિષ્ય બંનેની વચમાં સહેજ ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યની રજુઆત ચિત્રકારે કરેલી છે, ભદ્રાસનની પાછળ એક શિષ્ય કપડાનાં ટુકડાથી ગુરુની સુશ્રષા કરતા દેખાય છે. ચિત્ર ૭૦ પ્રભુશ્રી મહાવીરનો જન્મ. ઉપરોકત પ્રતમાંથી