________________
૧૨૪
જેન ચિત્રકટપદ્રુમ દરેક આકૃતિના ચહેરા ઉપર પ્રસંગનુસાર વિષાદ અને વિસ્મયતાની ભાવના વ્યક્ત કરવામાં ચિત્રકારે પુરેપુરી સફળતા મેળવી છે. ૨૪૨ ઇંચ જેવડા નાના કદના ચિત્રમાં પ્રસંગ નિરૂપણની ગુજરાતના પ્રાચીન ચિત્રકારની સિદ્ધહસ્તતા આજના ચિત્રકારોને કરી આપે તેમ છે. ચિત્રના ઉપરના ભાગમાં સિચાણ પણુ ચીતરેલો છે. ચિત્ર ૫૮ શ્રી મહાવીર સ્વામી. પ્રતના પાના ૨૬૬ ઉપરથી.
વચમાં પીળા રંગના શરીરવાળી મહાવીરની મૂર્તિ ચીતરવામાં આવી છે. બાકી બધીએ રજુઆત ચિત્ર ૫૬ના આબેહુબ અનુકરણ રૂપે છે. ચિર પ૯ અછમાંગલિક પ્રતના પાના ૨ ઉપરથી.
- અષ્ટમાંગલિકની માન્યતા જૈનમાં બહુ પ્રાચીન સમયથી પ્રચલિત છે. જે વાતને મથુરાના કંકાલી ટીલામાંથી નીકળેલા પાપાપુના પ્રાચીન આયાગપટ પુષ્ટિ આપે છે. ૩૯ પ્રાચીન સમયમાં પ્રભુની સન્મુખ જૈન ગૃહ અષ્ટમાંગલિકને અક્ષતથી આલેખતા હતા, હાલમાં તે રિવાજ લગભગ નાશ પામ્યો છે, તો પણ પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે મોટા મહોત્સવ સમયે લાકડામાં કતરેલા અષ્ટમાંગલિકનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે અને દરેકે દરેક જિનમંદિરમાં ધાતુની અછમાંગલિકની પાટલીઓ હજારોની સંખ્યામાં વિદ્યમાન છે, જેની પૂજા ચંદન–કેસર વગેરેથી કરવામાં આવે છે, તેની માન્યતા આ રીતે આજે પણ પ્રચલિત હોવા છતાં પણ અષ્ટમાંગલિકનાં પૂરેપૂરાં નામ જાણનાર વર્ગ પણ એકડે એક ટ્રકે ભાગ્યે જ હશે તો પછી તે આલેખવાના હેતુઓ-ઉદ્દેશીને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરનારની તો વાત જ શી? કોઈ વિરલ વ્યક્તિએ હશે પણ ખરી, છતાં પણ આ અઠ્ઠમાંગલિકને આલેખવાના ઉદ્દેશીને લગતી કલ્પના “શ્રીઆચાર દિનકર નામના ગ્રંથમાં શ્રીવર્ધમાનસૂરિએ કરેલી છે તે અતિ મહત્તવની હોઈ તેના ભાવાર્થ સાથે ટૂંકમાં એવે આપવી યોગ્ય ધારી છે.૪૦
आत्मालोकविधौ जनोपि सकलस्तीब तपो दुश्चरे
दानं ब्रह्मपरोपकारकरणं कुर्वन्परिस्फूर्जति । सौऽयं यत्र सुखेन राजति स वै तिर्थाधिपस्याप्रतो
નિર્મઃ r૨નાર્થવૃત્તિવિરઃ શનિમિત્તળ || || ભાવાર્થ આત્માનું જ્ઞાન મેળવવાને-ઓળખવાને માટે દરેક મનુષ્ય તીવ્ર અને દુશ્ચર એવું તપ, દાન, બ્રહ્મચર્ય, પરોપકાર એ બધાંને કરતે શોભે છે; તે મનુષ્ય ત્યાં સુખપૂર્વક શોભે–પિતાનું દર્શન કરી શકે–એવું દર્પણ પરમાર્થને સમજનાર સદ્દજ્ઞાનીઓએ તીર્થંકર દેવના આગળ આલેખવું.
34 2. "The Jain Stupa and other Antiquities of Mathura' Plate no. VII & IX by V.A. Smith. ૪૦ ‘આરારિનજર' ત્રાંજ ૧૬-૧૧૮.