________________
નિવેદન
७
લેખ લખી આપવા માટે તથા મારેા ગુજરાતની જૈનાશ્રિત કળા અને તેને ાંતહાસ' નામને આખા નિબંધ પ્રેસમાં મેાકલતાં પહેલાં જોઇ જઇ તેમાં યોગ્ય સૂચનાઓ આપવા માટે ‘પુરાતત્ત્વ’ ત્રૈમાસિકના ભૂતપૂર્વ તંત્રી સાક્ષરવર્ય શ્રીયુત રસિકલાલ છેટાલાલ પરીખનેા, ‘પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા’નાનને લેખ લખી આપવા માટે પરમ મુર્ખ્ખી શ્રી રવિશંકર રાવળને, ‘નાટ્યશાસ્ત્રનાં કેટલાંક સ્વરૂપો’ નામના અભ્યાસપૂર્ણ લેખ લખી આપવા માટે શ્રીયુત ડોલરરાય રંગીલદાસ માંકડના તથા ‘સંયેાજનાચિત્રા' નામના લેખ લખી આપવા માટે તેમજ પોતાના સંગ્રહની ‘સપ્તશતી'ની પ્રતમાંથી ચિત્ર પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા માટે વડાદરા સરકારના ગુજરાતી ભાષાંતર ખાતાના મદદનીશ અધિકારી શ્રીયુત મંજુલાલ રણછેડલાલ મજમુદારના ખાસ આભાર માનું છું. ખાસ કરીને મારા આ આખા યે ગ્રંથના પ્રકાશનકાર્યમાં આદિથી તે અંત સુધી સતત મહેનત કરીને આવું સર્વાંગ સુંદર પ્રકાશન તૈયાર કરી આપવા માટેના તથા મને તૈતી માહિતીએ. તેમજ સૂચનાઓ પૂરી પાડવા માટેના અને આ ગ્રંથનાં પુË સંશાધનાદિ કાર્યોમાં ઘણી મહેનત લઇને કાપણ જાતની ક્ષતિ નિહ આવવા દેવાના પ્રયત્ન કરવાને સુયશ ગુજરાતની મુદ્રણકળાના નિષ્ણાત અને પ્રાણ સમાન શ્રીયુત બચુભાઇ રાવતને છે. એમના મારા ઉપરના એ અસીમ ઉપકારને હું કોઇપણ રીતે ભૂલી શકું તેમ નથી.
તે સાથે ‘કુમાર કાર્યાલય'ના આખા યે સ્ટાકના માણસાએ જે ખંતથી મારૂં આ કાર્ય સુંદર રીતે તૈયાર કરી આપ્યું છે તેના ખરા ખ્યાલ તેા એ છાપકામ નજરે નિહાળનારને જ આવી શકે. તેમ છતાં, ગ્રંથના અંતભાગની તૈયારી દરમિયાન હું વાદરે રહેતે હોવાથી તેમાં કેટલેક સ્થળે ક્ષતિએ લાગે તે સુજ્ઞ વાચકો તે સ્ખલને ઉદારભાવે નિભાવી સુધારીને વાંચી લેશે એવી વિનંતિ છે. આ ગ્રંથના જૅકેટ ઉપરનું શોભનચિત્ર શ્રીયુત રવિશંકર રાવળના માર્ગદર્શન હેઠળ યુવાન જૈન ચિત્રકાર ભાઇ જયંતીલાલ ઝવેરીએ તૈયાર કર્યું છે તેના પણ આ તકે આભાર માનું છું. આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થંકરા તથા દેવદેવીઓનાં ચિત્રાનો ઉપયોગ લેબલે, પોસ્ટરેશ અગર સીનેમા સ્ક્રીન ઉપર લાવીને જૈન કામની ધાર્મિક લાગણી નહિં દુઃખાવવા વાચકોને નમ્ર વિનંતિ છે.
મારા આ ગ્રંથના પ્રકાશનકાર્યમાં જે જે મુનિમહારાએ તથા વ્યક્તિ અગર પરાક્ષ રૂપે મને સહાય મળી હોય તેએને પણ અત્રે હું આભાર માનું છું.
પ્રાન્ત, આ ગ્રંથ ગૂર્જરેશ્વર સર સયાજીરાવ ગાયકવાડને તેઓશ્રીના હીરક મહેાત્સવના શુભ પ્રસંગે અર્પણ કરવાને સંપાદકના એક જ ઉદ્દેશ છે કે ગુજરાતની પ્રાચીન કળાના બાકી રહેલા એ વિભાગે ‘ગુજરાતનાંલાકડકામેા અને સ્થાપત્યકામા’ના ભવિષ્યના કાર્યમાં ઉત્તેજિત કરીને ‘ગુજરાતના ઇતિહાસ'ના ઉપયોગી અંગે ને તેઓશ્રી પ્રકાશમાં લાવવા માટે સહાયકર્તા થાય.
સારાભાઇ મણિલાલ નવાબ
માગશર સુદ ૧૦ ગુરુવાર સં. ૧૯૯૨ વાદશ • આર્કિયોલોજિકલ આસિ
તરફથી પ્રત્યક્ષ