________________
જેન ચિત્રકલ્પદ્રુમ નારીકુંજરઃ બિરૂદ “નારી-કંજર' શબ્દના વ્યવહાર માટે તેને જ મળતા બીજ બડુત્રી હિ સમાસ વિચારીએઃ સમાસને ઉત્તર પદ “કુંજર' શબ્દ એકત્વ અથવા પ્રાશય સૂચવે છે. “નકુંજર', “રાજકુંજર', “કવિકુંજર' (સરખા સં. ૧૨૫૨ના સમરહ્યાની ત્રિમાં પ્રયોગ લાસ બીચન િિર્ષઃ રિઝરઃ |-પીટર્સને રિપોર્ટ ૭, પૃ. ૯૧) તેમ “રણહથી' “નરહથી’ પ્રયોગ પણ મળી આવે છે (જુઓ સાવંશાશ્વત્ર
પૃ. ૮૯, જ્યાં જાબાલીપુરના રાજા વત્સરાજને “રણહથી' કહી ઓળખાવ્યા છે). નારીકુંજરત રાજા મદનલમાં જિનમંડનગણિવિરચિત કુમારપાત્રમ્પ (ચના સંવત ૧૪૯૨)માં બંગાળાના રાજા મદનવર્માને “નોગુજર' કહી ઓળખાવ્યાનો પ્રસંગ છે. સિદ્ધરાજની સભામાં એક પશી ભાટે આવીને કહ્યું કે રાજન, આપની સભા મદનવર્માની સભા જેવી વિમય કરાવનારી છે !” સિદ્ધરાજને એ નરવર્મા કોણ છે તે જોવાનું કુતૂહલ થયું. ભાટે કહ્યું: “પૂર્વમાં મહાબકપુરનો રાજા ત્યાગી, ભેગી અને ધમી છે. એની રાજધાની કેવી છે તેની ખાત્રી કરાવવી હોય તો આપના મંત્રીને મોકલો.’ સિદ્ધરાજે ભાટની સાથે મંત્રીને એ રાજધાની જેવા મેકયો. મંત્રીએ થોડેક મહિને પાછા આવી કહ્યું, ખરેખર, નગરી તો ભાટે વખાણી તેવી જ છે. હું ગયો તે વખતે ત્યાં વસંતોત્સવ થતો હતે. ગીત ગવાતાં હતાં. સૌકાઈ હીંડોળે હીંચતાં હતાં. શણગાર સજેલી સુંદરીઓ આમથી તેમ ફરતી હતી. સ્વરૂપવાન લાખ યુવાનો દેખાતા હતા. પિચકારીનાં છાંટણાં થતાં હતાં. ઘેરઘેર સંગીત સંભળાતું હતું. મંદિરે મંદિરે પૂજાઓ થતી હતી. ખાનપાનની મોજ ઉડતી હતી. ભાતના ઓસામણ ગમે ત્યાં રસ્તામાં મોકળ વહેતાં નહેતાં; પણ કુંડીઓમાં નખાતાં હતાં. બજાર આઠે પહોર ખુલ્લાં રહેતાં હતાં. પરંતુ આખું નગર ભએ તે એ રાજાનાં દર્શન થયાં નહિ. લોકોએ કહ્યું કે “એ નારીકુંજર રાજા કાઈપણ વખત સભામાં આવી બેસતા નથી. એ તો બસ “મેળાખેળામાં ભણ્યા રહે છે.”
સિદ્ધરાજે મંત્રી સાથે સૈન્ય મોકલ્યું અને એ ગાફેલ રાજાને શાસન કરવા હુકમ કર્યો. મહેબકનગરને ઘેરો ઘાલ્યો છે એમ જણાતાં નગરના લોકો ખળભળી ઉઠયા. હજારે સ્ત્રીઓની વચમાં મંત્રીઓ સહિત મદનવર્મા ઉદ્યાનમાં બેઠા હતા ત્યાં આવીને સમાચાર કહ્યા કે ગૂર્જરરાજ સિદ્ધરાજે આવીને નગર ઘેર્યું છે. એને પાછો કેવી રીતે વાળવો?’
મદનવર્માએ ડે પટે હસીને જવાબ દીધેઃ “એ જ સિદ્ધરાજ ને, જેણે ધારાનગરીને બાર વર્ષ ઘેરે ઘા હતો અને એમ બારે વર્ષ યુદ્ધભૂમિ પર પડી રહ્યો હતો? એ “કબાડી રાજાને કહેવડા કે જે એને રાજ્યની ધરા લેવાની ભૂખ હશે તો અમે યુદ્ધ આપવા તૈયાર છીએ; પણ જે એ પિસાથી સંતોષાત હોય તો તો બિચારો માગે તેટલું દ્રવ્ય આપી એની ભૂખ ભાગે. એ કેટકેટલી જહેમત ઉઠાવી રહ્યો છે! તે ભલે એ નાણું લાંબો કાળ એ ભોગવે.”
મંત્રી ખંડણી લઈ પાછો ફર્યો અને સિદ્ધરાજને બધી વાત કરી ત્યારે પિતાને “કબાડી’ કેમ કલ્યો તે બાબત મદનવર્માને જાતે મળી ખુલાસે કરી લાવવા માટે સિદ્ધરાજ મંત્રી સાથે ગ. મદનવર્માએ એનું ઘણું સ્વાગત કર્યું. પછી સિદ્ધરાજે કબાડી’નું મહેણું સંભાર્યું. મદનવર્માએ