________________
ભરત–આહુબલીની કથા
[ ૬૭ }
તે પુત્ર પાસે વેતાલીય અધ્યયન વૃત્તોથી પ્રરૂપ્યું. એ કેક એક અઝયણથી પ્રતિબોધ પામ્યા. અને દીક્ષા અંગીકાર કરી. તેઓએ દીક્ષા અંગીકાર કરી છતાં ચક્ર શાળામાં પ્રવેશ કરતું નથી. ત્યારે ચક્રવર્તી વિચારે છે કે, હજુ તક્ષશિલામાં બાહુબલીને જિતવાને બાકી છે, ત્યારે એક ચતુર વિચક્ષણ ડૂતને ભણાવીને તેની પાસે મોકલે છે. તે ત્યાં પહોંચી, પ્રણામ કરી બેઠો અને બાહુબલીને કહેવા લાગ્યું કે, “તમારા વડીલઅંધુએ મારા સાથે સદ્દભાવપૂર્ણ નેહથી કહેવડાવેલ છે કે, તમારી સહાયથી હું aiારતd ચકીપણું કરું. બહુ –એમાં શું અયોગ્ય છે? તે તેને જે અસાધ્ય હોય, તે હું સાધી આપીશ.
ત–સર્વ સિદ્ધ થઈ ગયું છે, પરંતુ ચક્ર આયુષશાલામાં પ્રવેશ કરતું નથી. બાહુ—મારી નાની અંગુલીના નખના અગ્રભાગથી હું તેને પ્રવેશ કરાવીશ.
હત–આજ્ઞા અતિક્રમ કરનાર કોઈ પણ તેને પ્રવેશ ન કરાવી શકે. બાહુ –તે કાર્ય સાધી આપીશ. હત–સ્વામી ! પ્રથમ આત્માને સા. છ ખંડ-ભરતના સ્વામીની આજ્ઞા જે
મસ્તકે ધારણ ન કરે, તે બીજા કાર્ય શું સાધે? બાહુ –અરે! મર્યાદા વગર બોલનાર હે દૂત! દુજાત ! આ તું શું બોલે છે?
ભાઈઓને બીવડાવીને દીક્ષા અપાવી, જેથી તું આટલે ગર્વ કરે છે? એક વનમાં મુંડ અને આમ્રવૃક્ષ ઉત્પન્ન થયા હોય, એમાં માટે અને વિશેષ હોય તેમ તું તેની જેમ આપણી ગણના ગણે છે? તેને જણાવો કે, “યુદ્ધ કરવા ભલે આવે.” એ ભાઈને જે અતિ તીવ્ર અભિમાન થયું છે, તેના સર્વ અભિમાનને કલન કરી-મસળી–પરિભ્રશ કરી મારા તાબે કરીશ. (૭૫) પ્રતિહારીએ દૂતને ગળે પકડીને બહાર કાઢો. ત્યાં જઈને સર્વ વૃત્તાન્ત ભરતને જણાવ્યો. સાંભળતાં જ અસાધારણ રાષાગ્નિ ભભુકયા. ભયંકર ભ્રકુટી અને ભાલતલવાળા ભરતચક્રીએ યુદ્ધ માટે શત્રુસમૂહને આક્રમણ કરવા માટે પ્રયાણભેરી વગડાવી. ભરતચક્રી સમગ્ર રુદ્ધસામગ્રી સહિત નીકળ્યો અને તેના સીમાડાના પ્રદેશમાં પડાવ નાખે. એટલે મહારાષ પામેલા બાહુબલી પણ સામે આવ્યા. આગળના સેનું પરસ્પર યુદ્ધ જામ્યું. સારથી બાણ વરસાવીને સામસામા વીંધાવા લાગ્યા, ખગથી ખગો, ખંડિત થવા લાગ્યા, ભાલા ભાલાને કાપવા લાગ્યા. ચપળ તેજસ્વી ઘોડાની અતિ તીકણ ખુરાથી ઉડતી ધૂળથી વ્યાપ્ત થએલ, ભાલા ભેંકાવાથી હાથીના લેહી કરવાના કારણે જાલિમ જણાતું, અગ્નિ સંબંધવાળા બાણ ફેંકવાથી અનેક પ્રાણગણ જેમાં બળે છે, ભ્રમણ કરતા અને ભય પામેલા લોકોના યૂથના કોલાહલ શબ્દ જેમાં થઈ રહેલા છે, ઘોડા, હાથી, કાયર, શૂરવીર એવા અનેક પ્રાણુઓને જેમાં સંહાર થઈ રહેલ છે, જાણે મહાનગર
"Aho Shrutgyanam