________________
-
-
-
-
-
[ ૬૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જશનુવાદ કારણ કેવલજ્ઞાન તે ચડિયાતું છે. દ્રવ્યતેજ અને ભાવતેજ સ્વરૂપ ચક અને કેવલજ્ઞાન એક સરખાં હોવા છતાં ભાવતે જ વરૂપ કેવલજ્ઞાનની પૂજા પ્રથમ કરીરા’-એમ કહ્યું. અહિં ભરતે પૂજા સમયે ચક્રને સમાન ગયું, તે ખરેખર મોટાઓને પણ વિષયતૃષ્ણા વિષમ હોય છે અને મતિમોહ કરાવે છે. અરેરે ! નિગી મે પરમેશ્વર અને ચક્રને સમાન ગણ્યાં-એ અયોગ્ય ચિંતવ્યું.
હૃદયમાં ખટકો થવા લાગ્યું કે, “ઐરાવણ અને ગધેડે, મણિ અને કાંકરે, કર્ધર અને ધૂળ, કસ્તુરી અને કાદવ આ પદાર્થોમાં મેં કશો ફરક ન ગણ્યો. પિતાજી તે સંસાર-સમુદ્ર પાર પામવા માટે નાવ સરખા છે, મહાસિદ્વિસુખના પ્રકર્ષ પમાડનાસ છે, જ્યારે આ ચક્ર તે અદ્દભુત ભેગ-વિભૂતિ આપીને દુર્ગતિના દાવાનળમાં પ્રવેશ કરાવે છે; માટે અહિ મેં અચોગ્ય વિચાર્યું. તાતની પૂજા થઈ એટલે ચકની પૂજા તે થઈ જ ગઈ. પૂજા યોગ્ય પિતાજી છે, ચક્ર તે માત્ર આ લેકનું સુખ આપનાર છે, જ્યારે પિતાજી તે શાશ્વતું પરલોકનું સુખ આપનાર છે. મરુદેવા માતાને બોલાવીને અભિનંદીને કહ્યું કે, “હે માતાજી ! મારી અને આપના પુત્રની ઋદ્ધિને તફાવત આપ નીહાળે. હાથણની ખાંધ પર મરુદેવી માતાજીને બેસાડી ભરતાના પિતાની ઋદ્ધિ અનુસાર પ્રભુના કેવળજ્ઞાનને મહોત્સવ કરવા નીકળે. (૨૦) વન, શ્મશાન, પર્વત-ગુફામાં, અતિ ઠંડી, અતિ ગરમી, સખત વાયાથી પીડા પામતે મારો પુત્ર નગ્ન અને ફલેશ પામતે બ્રમણ કરે છે. જ્યારે હે પુત્ર ભરત! તું તે અત્યંત મહર સર્વાગ યોગ્ય ભેગ-સામગ્રી ભેગવી રહેલ છે. આ પ્રમાણે નિરતર ઉપાલંભ આપતી અને રુદન કરતી મરુદેવી અંધ સરખી આખે પડલવાળી બની છે. હવે ભરત મહારાજા કહે છે – “હે માતાજી | વિરહ વગરની અપૂર્વ દેવતાઈ પુત્રની ઋદ્ધિ જુવે જુ, મણિ-સુવાદિકના કિલાવાળા આવા સમવસરણની દ્વિવાળા આ ભુવનમાં બીજા કોણ છે? ગંગા નદીના તરંગ સમાન પ્રભુની વાણી સાંભળીને આનંદ અચ્છની ધારાથી માતાજીના નેત્રનાં નીલ પડલ ઓસરી ગયાં. મણિજડિત વિમાન-પતિથી અલંકૃત આકાશતલ જેવું, પુકાર કરતી ઘુઘરીઓ અને વજા-શ્રેણીયુક્ત સમવસરણ દેખ્યું. (૨૫) હર્ષથી ઉ૯લસિત સદભૂત ભાવના ચેગે સર્વ કર્મને ચૂરો કર્યો. કેવલજ્ઞાનરૂપ નેત્ર પ્રગટ થયાં અને તરત મરુદેવા માક્ષલક્ષમી પામ્યાં. આ એક આશ્ચર્યની વાત છે કે, અત્યંત સ્થાવરપણામાં આટલે કાળ પ્રભુની માતા હતા. આટલા માત્રમાં ભારત ક્ષેત્રમાં પ્રથમ સિદ્ધિ પામ્યાં. આ ભરતમાં મરુદેવા પ્રથમ સિદ્ધિપદને પામ્યાં એટલે કે તેનો મહત્સવ કર્યો. ભરત પણ ભગવંત અને તેને વંદન કરી અયોધ્યામાં ગયા. ત્યારપછી ચક્ર પૂજા, નાટક વગેરેના પ્રબંધપૂર્વક અછાનિકા મહોત્સવ કર્યો. ત્યાંથી આયુષશાળાની ભૂમિમાં તેને સ્થાપન કર્યું.
ત્યારપછી લોકોનો જે વ્યવહાર, તે તેનાથી શરૂ થયો. ચતુરંગ સેન સહિત ભરતરાજા છ ખંડ વાધીન કરવા માટે નીકળ્યા. ભરત રાજા ચાલતા હોય તે તેની
"Aho Shrutgyanam