________________
પ્રસચંદ્ર રાજર્ષિની કથા
[ ૫૫ ]
-
~
ચાલી જનારી જ છે, વછંદ મૃત્યુ તે મારી છે. આ સર્વ પ્રત્યક્ષ અનુભવવા છતાં મેં આત્મહિતનું કંઈ કાર્ય ન કર્યું. ” આવા પ્રકારના શુભ ધ્યાનાગ્નિની જાળમાં, જેમ તૃણસમૂહ અગ્નિમાં તેમ ભરત રાજાએ માલના વેગને બાળી નાખ્યા. વિપ્ન વગરના સુખના કારણભૂત કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યું. દેવે અર્પણ કરેલ વેષ ગ્રહણ કરીને ઘરમાંથી નીકળી ગયા, તે સમયે દશ હજાર રાજાઓએ દિક્ષા ગ્રહણ કરી. તે પરિવાર સહિત ભરત કેવલી પૃથ્વીમાં વિચરતા હતા. (૨૦)
ભસ્ત ચક્રવર્તીનું દષ્ટાંત પૂર્ણ થયું. પ્રસન્નચન્દ્ર રાજર્ષિકથા–
મનોહર પિતનપુરનગરમાં માગનારા લોકોને ઈચ્છા મુજબ દાન આપી કૃતાર્થ કરનાર, ધમ ધારણ કરનાર સેમરાજ નામના રાજા હતા. ગવાક્ષમાં બેઠેલા હતા, ત્યારે એક વખત ધારણ રાણીએ રાજાના મસ્તકે કેશ ઓળતાં એક સફેદ વાળ
ખે. વૃદ્ધ વેલડીના તંતુવરૂપ, વિરાગ્યબીજ અંકુર વિશેષ, ધર્મબુદ્ધિરૂપ વડલા વૃક્ષનું પ્રથમ મૂળ હોય, તો આ સફેદ કેશ છે. પાકી વય થવાના યોગે ચિતામાં ચડવાની ઈચ્છાવાળી અનિના ધૂમાડાની પાતળી લેખા ઉછળતી હોય તેમ આ ઉજજવલ કેશ દેખીને પતિને કહે છે કે, “હે દેવ ! દ્વાદેશમાં રત આવ્યા છે.” પતિ જ્યાં દ્વારમાં દેખે છે એટલે રાણીએ કહ્યું કે “હે પ્રિય ! ધર્મનો દૂત આવ્યા છે, પરંતુ બીજા કોઈ રાજાનો દૂત નથી આવ્યો. સુવર્ણના સ્થાલમાં તે પલિત રાજાને દેખાડશે. એટલે અવૃતિ પામેલા રાજાને કહ્યું કે-“હે સ્વામી ! વૃદ્ધાવસ્થાથી શું લજજા આવે છે ? રાજાએ કહ્યું કે, મેં મારા કુલકમાગત ધર્મ ઓળો , તેની લજજા આવે છે. આપણા કુળમાં આ પલિત આવ્યા પહેલાં જ દરેક દેશ, ગામ, કુલ છોડી પ્રવજ્યા અંગીકાર કરતા હતા; હવે મારે આ વિષયોથી સયું, “ આ વિષયે પ્રાપ્ત થયા ન હોય, તે સંક૯પ તેને ઉતાવળ કરાવે છે, કદાચ મળી ગયા તે અભિમાન રૂપ જવરથી હેરાન થાય છે, નાશ પામે છે તેને અંગે ચિંતાઓ ચાલ્યા કરે છે. આ પ્રકારે વિષયો જીવને પરેશાન કરે છે. ” પ્રસન્નચંદ્ર યુવરાજ પુત્રને રાજ્યાભિષેક કરીને તરત ધારિણી રાણુ સાથે વનવાસી તાપસ થશે. દેવીને અજાણપણામાં ગર્ભ રહ્યો. થોગ્ય સમયે પુત્ર જન્મે, ઝાડની છાલનાં વસ્ત્ર પહેરાવવાના વાગે “વકલચીરી” એવું તે પુત્રનું નામ પાડયું. પ્રસવની પીડાથી મૃત્યુ પામી ધારણી તાપસી ચંદ્રવિમાનમાં દેવી થઈ. પુત્ર નેહ રોક મુકેલ હોવાથી તે દેવી પુત્ર પાસે આવે છે. દેવી વનની ભેંશનું રૂપ કરીને શ્રેષ્ઠ સ્તનપાનમાં અમૃત પીવડાવે છે, પિતાછથી પાલન કરાતો કઈક સુકૃતથી તે મોટે થાય છે. એક બાજુ માતારહિત એવા બાળકને ઋષિ એવા પિતાને પાલન કરવામાં જે લગાતાર દુખ જે ભોગવવું પડે છે * હું પહેલાં, હું પહેલાં’ એવી સ્પર્ધામાં કોને વધારે દુઃખ છે તે જાણી શકાતું નથી.
"Aho Shrutgyanam