SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ૨૮ ] પ્રા. ઉપદેશમલામાં ગુજરાનુવાદ ઇન્ડિયાવાળા પૂજા હોવાથી તેમની ઈન્દ્રિય પણ પૂજા થાય છે. આ ગાથાની સિદ્ધવિની વ્યાખ્યામાં ચાર અર્થની ઘટના કરેલી છે. વિશેષાથી એને ત્યાંથી તે વ્યાખ્યા સમજી લેવી, તથા નિતાનિયત ઈન્દ્રિય સંબંધી સૂક્તિઓ કહે છે. રાત્રિ અને દિવસો વડે જે પક્ષગ્રહ વહી રહેલું છે, શ્રમયરૂપ ફલકથી શોભાયમાન આ ભૂતમય પૃથ્વી છે, તેવા આ જગતમાં કેઈક ઈન્દ્રિયાને વશ કરનાર આમા મોક્ષ મેળવે છે, ત્યારે વળી બીજા કેટલાક જાણવા છતાં પણ તે ઇન્દ્રિયને નિરંકુશપણે વર્તાવી ભવ હારી જાય છે. જેઓએ ઈન્દ્રિયોને વશ કરી નથી, તેઓ દુખેથી અતિશય પીડા પામે છે. માટે સર્વદુઃખથી સર્વથા મુક્ત થવા માટે ઈન્દ્રિય પર જય મેળ. ઈન્દ્રિયના વિષયમાં સર્વથા ના પ્રવર્તવું, તે વિજય નથી, પરંતુ તેમાં રાગ-દ્વેષ રહિત પ્રવૃત્તિ કરવી, તે જ તેને જ કહેવાય. સમીપમાં આવેલા ઇન્દ્રિયોના વિષય ઈન્દ્રિયોના સ્પર્શ કર્યા વગર રહી શકતા નથી, પરંતુ બુદ્ધિશાળીએ તે તેવા વિષયમાં રાગ-દ્વેષને ત્યાગ કરે. સંયમ-સાધના કરનાર ચોગીઓની ઇન્દ્રિય હમેશાં હણામેલી અને ન હણાએલી કહેલી છે, આત્મહિત કાર્યોમાં જ્યારે ઇન્દ્રિયને સુંદર સાવધાનીથી ઉપયોગ થાય, ત્યારે જીવતી ઈન્દ્રિો અને સંસારવૃદ્ધિમાં તેનો ઉપયોગ થાય ત્યારે મોરલી ઇન્દ્રિય સમજવી, જિતેલી ઈન્દ્રિયો મોક્ષ મેળવી આપનાર અને ન જિતેની જન્મમરણના ફેરા કરાવનાર થાય છે, બંનેનો તફાવત સમજીને જે ચોગ્ય લાગે તે આચર, આ જગતમાં કોઈ સુંદર કે અસુંદર એ વિષય નથી કે, જે ઈન્દ્રિએ નહિ ભગવ્યો હોય. તે પછી તેનાથી હજુ સવારણ્યની સિદ્ધિ કેમ થતી નથી ? કોઈ વખત શુભ વિષયે દુઃખદાયક અશુભ નીવડે છે. અને અશુભ વિષયે પરિણામે સુખકારક નીવડે છે, તે કયા વિષયમાં રાગ અને કયામાં વૈરાગ્ય ક ? એક વખત એક વિષય સકારણ ગમતું હોય અને બીજી વખત તે જ અણગમતે અરુચિકર બની જાય છે. પદાર્થોનું શુ માશુમપણું કદાપિ પરમાર્થથી હોતું નથી. ઈન્દ્રિયોના વિષયમાં શુભ અને અશુભપણું છે, તે તેના કારણે અને ઉપાધિ સ્વરૂપ છે, તાવિક નથી; માટે મુક્તિ મેળવવાની અભિલાષાવાળા વૈરાગ્યચિત્તવાળાએ આ યથાર્થ વિચારીને વિષય અને ઈન્દ્રિયેના અને આશ્રીને ઈન્દ્રિયોના જય માટે રાગ-દ્વેષને જિતવાને મને રથ કરે. (૩૨૯) હવે માં દ્વારને આશ્રીને કહે છે – વારં -વ-વ-સુત-rfમર્તરિય કાયમત્તો ! एयाई चिय बंधइ, असुहाई बहु च संसारे ॥३३० ॥ બ્રાહ્મણ વગેરે જાતિ, ઉગ્ર કુલ મેળવવું, શરીરની સુંદરતા, શરીરશક્તિ સારી મેળવવી, આગમને અમાસ, અનાનાદિ બાર પ્રકારના તપ, ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ, સંપત્તિના હવામી થવું, આ આઠના અહંકારથી પ્રાણી મોન્મત્ત થાય, તે અનંતગુણ હલકા કુળમાં ઉત્પન્ન થવા લાયક અશુભ નામગાત્ર ઉપાર્જન કરે છે અને ઘણા જન્મ "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy