________________
[ ૩૯૮ ]
પ્રા. ઉપદેશમાવાને ગૂર્જરનુવાદ એવી તે બંનેએ દાસીને હાંકી કાઢતાં કહ્યું કે, “રાજાનું ચરિત્ર આવું ન હોઈ શકે.” ફરી બીજા દિવસે દાસી આવી પ્રાર્થના કરવા લાગી. તે રોષવાળી તેમણે તિરસ્કાર કર્યો. અને પછી કહ્યું કે- આજથી સાતમાં દિવસે અમારા દેવમંદિરમાં યાત્રા મહાત્સવ થશે, ત્યાં અમારે એકાંત મેળાપ થશે, કારણ કે, “અહિં અમારું ખાનગી રક્ષણુ અમારા ભાઈ કરે છે.”
હવે અભયકુમાર પ્રદ્યોતરાજા સરખી આકૃતિવાળા એક મનુષ્યને ગાંડો બનાવીને લોકોને કહ્યું કે, “આ મારા ભાઈ દેવગે આમ ગાંડા બની ગયા છે, હું તેની હવા-ઔષધિ-ચિકિત્સા કરાવું છું, બહાર જતાં રોકું છું, તે પણ નાસી જાય છે. વળી રડારોળ કરતા ઉંચકીને તેને પાછો લાવું છું. “ અરે ! હું ચંડપ્રદ્યોત રાજા છું. આ અભયવેપારી મારું હરણ કરે છે.” એ પ્રમાણે લોકોને વિશ્વાસમાં લીધા. સાતમા દિવસે તે ગણિકા--પુત્રીઓએ દૂતી મોકલાવીને એમ સંદેશે કહેવરાવ્યો કે, “રાજાએ મધ્યાહ્ન સમયે અહિં એકલાએ જ આવવું.” કામાતુર રાજા પરિણામને વિચાર કર્યા વગર ગૃહમવાસની ક્ષિત્તિ દ્વારા આવ્યા. આગળથી કરેલી ગોઠવણ પ્રમાણે મજબૂત પુરુષોએ તેને સખત બો. પલંગમાં સૂવાથી દિવસના સમયમાં જ બુમ પાડતા હોવા છતાં અભયે કહ્યું કે, “આ ગાંડા ભાઈને વિઘની શાળામાં લઈ જાઉં છું.' એ પ્રમાણે અસંબંધ બોલતા રાજાને વાયુ સરખી ગતિવાળા અશ્વો જોડેલા રથમાં બેસારીને જદી રાજગૃહમાં પહોંચાડ્યો. શ્રેણિક રાજા તસ્વાર ઉગામીને તેના તરફ મારવા રોડે છે, ત્યારે અભયે તેમને રોકયા. “ત્યારે શું કરવું?” એમ પૂછતાં કહ્યું કે, “આ મહાપ્રભાવક અને ઘણા રાજાઓને માનનીય છે.” માટે સારો ચસ્કાર કરીને તેમને તેમની નગરીમાં પહોંચાડવા. તેમ કરવાથી બંનેને અનેક વૃદ્ધિ પામ્યા. રાજકોષની વૃદ્ધિને ઉધમ કરતા અભયકુમારના દિવસે પસાર થતા હતા.
કેટલાક દિવસ પછી લોકોનાં નેત્રને ચંદ્ર સરખા આહ્લાદક એવા હa-વિહલ નામના જોડલા પુત્ર ચેલણાને જગ્યા. મોટા થયા પછી તે બંને પુત્ર પિતાની સાથે થાયવાડીએ જાય, ત્યારે અતિસુંદર વસાણા મિશ્રિત ઘીથી ભરપૂર મધુર રસ-આસ્વાદવાળા, શુષ-શરીરપુષ્ટિ કરનાર, ઉત્તમ સાકરથી બનાવેલા લાડુઓ અને બીજા ખાદ્યપદાર્થો સવારે નાસ્તો કરવા માટે માતા મોકલતી હતી, જ્યારે બીજા કેણિક માટે તે સનેહરહિત ચિત્તથી રવાદ વગરના ઓછા ઘીવાળા અપાળવાળી સુખડી વગેરે અનાદરથી મોકલાવતી હતી. એટલે પિતાના વિરાજુભાવથી કેણિકે વિચાર્યું કે, આમ પિતાજી જ કરાવે છે. પિતાને કંઈ પણ કરવા અશક્તિમાન ખરાબ મનવાળે પિતા ઉપર રોષ વહન કરતું હતું. હવે કઈક દિવસે શ્રેણિક રાજાએ રાજ્યલક્ષમી અભયને આપવાનો વિચાર કર્યો. (૩૨૫) અભયકુમાર તે જિનેશ્વર ભગવંતે કહેતી દીક્ષા ગ્રહણ ક૨વાના મનવાળે હતો. તેથી ભગવંતને પૂછયું કે, “હે ભગવંત! આ ભરતક્ષેત્રમાં મુગુટ, અલંકાર ધારણ કરનાર રાજાએ સાધુપણું અંગીકાર કરશે ? ભગવંતે તેને કહ્યું
"Aho Shrutgyanam