________________
( ૩૮૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જાનુવાદ
પિતાની સુષેણા નામની બહેનની અતિ રૂપવાળી પુત્રી તેની સાથે પરણાવી. અને નવનવી અખૂટ કૃપા એકઠી થવાથી અનેક પ્રકારના ભોગ ભોગવવા લાગ્યા. રાજાએ પિતાના સમગ્ર મંત્રી-મંડલના ચૂડામણિરૂપ મહામંત્રી બનાવ્યું. રાજાના રાજય-કાર્યોની સંભાળ કરતા તેના દિવસે પસાર થતા હતા.
શ્રેણિક રાજાએ ચેટકરાવની સૌથી નાની પુત્રી સાથે લગ્ન કર્યો, તેની આગમાં કહેલી ઉત્પત્તિ કહીએ છીએ
ચેડા મહારાજાની સાત પુત્રીઓ કયા કયાં પરણી? વિશાલી નગરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતના શાસનમાં હિય કુaમાં થએલા ચેટક નામના રાજા હતા. યુદ્ધના સંજોગમાં આવવું પડે છે જેને એક વખત બાપુ ફેંકવાનો નિયમ હતું, તેનું બાણ કેાઈ વખત નિષ્ફળ જતું ન હતું. સૌધર્મ ઈન્ડે આ વરદાન આપ્યું હતું.
બીજી બાજુ દેવીએથી તેને સાત પુત્રીઓ થઈ હતી. તે આ પ્રમાણે– ૧ પ્રભાવતી ૨ પદ્માવતી, ૩ મૃગાવતી, ૪ શિવા, પ ચેષ્ટા, ૬ સુજયેષ્ઠા, ૭ ચેaણા. ચેટકરાજાએ પિતે વિવાહરૂપ પાપનાં પચ્ચકખાણ કરેલ હોવાથી પુત્રીની માતાએ જ તેને જાતે પરણાવતી હતી. ચેટક રાજાને પૂછીને વીતમય નગરના ઉદાયન રાજાને પ્રભાવતી આપી હતી, જે છે શ્રી વખતે દીક્ષા સ્વીકારી હતી. તે જીવંતસ્વામીની પ્રતિમા આગળ નૃત્ય કરતી હતી, ત્યારે વાજિંત્ર વગાડનાર રાજાએ શણનું મસ્તક દેખ્યું નહિં અને અશુભ નિમિત્ત બન્યું તે. ચંપા નગરીમાં દધિવાહન રાજાને પદ્માવતી આપી, પુત્ર અને પતિનું સંગ્રામમાં મરણ થવાથી જેણે પ્રવજ્યા લીધી. કૌશાંબી નગરીમાં શતાનિક રાજાને ત્રીજી મૃગાવતી પુત્રી આપી, જેણે મહાવીર ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. ઉજેણી નગરીના પ્રદ્યોત રાજાએ આદર-સહિત શિવ પુત્રી સાથે લગ્ન કર્યા, તેણે પણ શ્રીવીરસ્વામીના હતકમળથી દીક્ષા લીધી, (૧૦૦) ક્ષત્રિયકુંડ ગામે પ્રભુના મોટા બંધુ નંદિવર્ધન, જે ગુણોમાં ચડિયાતા હતા, તેમણે જયેષ્ઠ પુત્રી સાથે લગ્ન કર્યા, હવે છેલ્લી બે બહેને સુજયેષ્ઠા અને ચલણ પરસ્પર પરમ પ્રીતિબંધવાળી અને સુંદર મનવાળી છે, જે આજે હજુ કુમારિકાઓ છે. સુંદર ધર્મના મને સમજનારી હેવાથી નિમલ મનવાળી, ગમે તેવા ધમ વિષયમાં પૂછેલાના પ્રત્યુત્તર આપનારી હતી.
કોઈક વખત એક પ્રવ્રાજિકાને ધર્મના વિવાદમાં નિરુત્તર કરી, એટલે તે કોપાયમાન થઈ. વિચારવા લાગી કે, “આ પાપી સુજાને કયાંય પણ ઘણી શોકય હોય, તેવા સ્થળમાં નાખું જેથી જિંદગી-પર્યત દુઃખાવમાં બળી-જળી દુઃખ ભોગવ્યા ક. પ્રાજિકાએ સજયેષ્ઠાનું અસલ આબેહુબ રૂ૫ ૫ટની અંદર ચીતરાવ્યું. રાજગૃહ જઈને પિક રાજાને બતાવ્યું. ઝેર મિશ્રિત વાયા વિશેષથી હોય તેમ તે પટના દર્શન માત્રથી તે રાજા કામના મદથી વિહલ અને એકદમ ઘૂમવા લાગે. પ્રવાજિકાને
"Aho Shrutgyanam