________________
{ ૩૬૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ
ચંપા અને રાજગૃહની વચમાં બાર નામના ગામમાં શંખી નામને ગોવાપળાના અધિપતિ રહેતું હતું. તેને બંધુમતી નામની ભાર્યા હતી, પરંતુ તે વધ્યા હાવાથી પુત્રને જન્મ આપતી ન હતી. તે ગામની નજીકના એક ગામમાં ચેરમે ધાડ પાડી. ત્યાં લોકોને માર મારી પકડી કેદી બનાવી લઈ જતા હતા, ત્યારે કેટલાક દોડીને ભાગી જતા હતા. તેમાં તરતમાં પ્રસવ પામેલી એક યુવતી હતી, જેના પતિને મારી નાખ્યું હતું. તેને બાળક સહિત પકડી. પછી બાળકનો ત્યાગ કરજો. ગોવાળિયાઓ વગેરે ગયા પછી શંખીએ તે બાળકને જોયા અને સ્વીકારી દીધે. પિતાની પત્નીને અર્પણ કર્યો. લોકોમાં વાત જાહેર કરી કે – “મારી પત્ની ગૂઢ ગર્ભવાળી હતી, તેણે હમણાં જ બાળકને જન્મ આપ્યો.” પત્નીને વાથી ઢાંકી લીધી. પિલે બાળક પક્ષ માટે થવા લાગ્યો. પેલી તેની માતાને ચંપાનગરીમાં ચાર વેશ્યાના પાડામાં વેચી નાખી. વેશ્યાના દરેક આચારો તેને શીખવ્યાં. ગીત-નૃત્ય શીખેલી તે સુંદર રૂપવાળી ગણિકા બની. હવે પેલો શંખીને પુત્ર યુવાન થયા, તે ધીનાં ગાડાં ભરીને ચંપા નગરીમાં વેચવા ગયે. ત્યાં નગરજનેને ઈચ્છા પ્રમાણે ક્રીડા કરતા દેખીને તે પણ વિષયસેવનની તૃષ્ણાવાળે થયો, અને વેશ્યાવાડે પહોંચ્યો. તેની માતા વિષે જ તેનું મન આકર્ષાયું, તેને ધન આપ્યું. રાત્રિના વિકાસ સમયે રખાન કરી સુગંધી વિલેપન કરી તબેલ સહિત જાય છે.
માર્ગમાં તેને પગ વિષ્ટાથી ખરડાયા. આ સમયે તેની કુલદેવતાએ “એ આ અકાર્યાચરણ કરે” એમ ધારી તેને પ્રતિબોધ ક૨વા દેવતાને ત્યાં ગાય-વાછરડાંના રૂપિ વિ . ત્યારપછી ખરડાએલે પગ બેઠેલા વાછરડાની પીઠ સાથે ઘસીને તે લૂછવા લાગ્યા. ત્યારપછી વાછરડે પિતાને ખરડે છે તેમ બો – “હે માતાજી! આ પુરુષ મારી પીઠ પર વિઝાવાળે પગ ઘસે છે.” ત્યારે માતાએ તેને કહ્યું કે, “હે વત્સ ! તેમાં તું અધૃતિ ન કર. જે આજે પોતાની માતા સાથે સંવાર કરવા જાય છે, તે બીજું શું અકાર્ય ન કરે?” તે મનુષ્યભાષા સાંભળીને તેને આવી ચિંતા ઉપન્ન થઈ કે, “આ પણ એક આશ્ચર્થની વાત છે કે, “ગાય અને વાછરડો મનુષ્યની ભાષામાં બોલે છે. જે વળી “માતા સાથે” એમ કહ્યું, તે પડ્યું હું તેને પૂછીશ-એમ વિચારી વેશ્યાના ઘરમાં પ્રવેશ કર્યો. તેને ત્યાં જઈ બેઠો અને તેને પૂછયું કે, “તારી ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે કહે.” તેણે કહ્યું કે, “તાર તે ચિંતા કરીને શું કામ છે?
ઉત્તમ તપસ્વી, પુરુષે, પ્રધાન સુંદર રમણ, મહાપ્રભાવશાલી મણિ આવા પદાર્થો પિતાના ગુણોથી જ ગૌવ પામે છે, તેની મૂળ ઉપત્તિની શા માટે ચિંતા કરવી?” આવ, મારી સાથે શય્યામાં બેસ, ત્યારે તેણે તેને કહ્યું કે, “બીજું પણ તેટલું મૂલ્ય આપું તે જ સાચો સદભાવ હોય તે જણાવ, સેગન-પૂર્વક તેણે સર્વ સાચી હકી– કત કહી. જે બાળકને ત્યાગ મારી પાસે કરાવ્યા. ચોરોએ મને વેચી નાખી, ત્યારે અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને શંકા કરતા ત્યાંથી નીકળીને તે પોતાના ગામે ગયા.
"Aho Shrutgyanam