________________
ધર્મની દઢતામાં કામદેવની કથા
[ ૩૫૯ ]
કબૂષણ કરેલ છે તેમજ મસ્તકોની બનાવેલી માળા ધારણ કરનાર, કુંકાર કરનાર અજગર જેની ભુજામાં લટકી રહે છે, જેના ડાબા હસ્તમાં લોહીથી ભરેલા મનુષ્યના મરતકના કડા તથા કાન રહેલા છે. ફરી ફરી ઘર્ષણ કરવા માટે પોતાની છરીને પારદાર તીક્ષણ કરતે, ફાડેલા દંતાળા મુખમાંથી વાળા-સમૂહ અને વિજળી સરખા દેખાવ કરવામાં તત્પર બનેલ, અતિશય બીભત્સ અને ભયંકરરૂપ કરી પિતાને પ્રગટ કરતે, દિશા અને વિદિશાઓને ચીરતો, પર્વતના શિખરોને પાડી નાખત, અટ્ટાહાસ્યના શોથી દૂર રહેલાઓને પણ અતિશય બીવરાવતો હતો.
આવા પ્રકારનું ભયંકર રાક્ષસનું રૂપ કરીને ભય પમાડવા છતાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલે અતિ અ૫પ્રમાણમાં પણ જ્યારે કામદેવ શ્રાવક પોતાની પ્રતિ– જ્ઞાથી ચલાયમાન ન થા, કે ક્ષોભ ન પામ્યા, પરંતુ અડોલ રહ્યો; એટલે સમીપે આવીને તે રવ બરછી-છરીના ઘા મારવા લાગ્યો, તો ૫ણ અચલાયમાન ચિત્તવાળો, તેણે કરેલી વેદના સુખથી ભેગવતો હતો. જયારે પ્રતિકૂળ ઉપસર્ગોમાં તે દેવ ન ફાળે, એટલે હવે અનુકૂળ ઉપસર્ગ કરવા લાગ્યા. તેમાં અતિશય ગાયુક્ત પ્રગટ શોભાવાળી હાવ-ભાવની મનોહર રચનાવાળી ભદ્રાભાર્યાનું રૂપ પ્રગટ કરીને તેની આગળ તે કહેવા લાગી કે, “હે નાથ ! હું તમારા વિરહને સહી શકતી નથી, તે કૃપા કરીને અત્યારે આપણા વાસભવનમાં પધારો. તમારા વિરહરૂપ મહાકામાગ્નિની વાળાથી મારું અંગ બળી-જળી રહેલું છે, તે તમારા આલિંગન-જળથી કોઈ રીતે વિરહાગ્નિને શાંત કરે.
હે પ્રાણપ્રિય ! વળી કાઉસગનો સમય ફરી પ્રાપ્ત નહિં થાય ?” જ્યારે કામદેવ કંઈ પણ પ્રત્યુત્તર આપતા નથી, તે તે બળાત્કારથી આખા શરીરે આલિંગન કરે છે, તો પણુ તે ક્ષોભ પામતા નથી. એટલે દેવતા પ્રત્યક્ષ થયો. તે કે હતો? મણિમય કુંડલ, કડાં, બાજુબંધ, મુગુટ, હીરાના હારથી અતિશય દેદીપ્યમાન શરીરવાળો તે દેવ કામદેવને પ્રણામ કરીને કહે છે કે– (૫૦) “હે કામદેવ! સૌધર્મસ્વામીએ હર્ષથી પર્વદામાં જેવા પ્રકારની પ્રશંસા કરી, તેવા જ પ્રકારના તમે પ્રતિજ્ઞામાં અડોલ છે. હું નિર્માણી ઈન્દ્રની પ્રશંસા સહન ન કરી શકો, એની વાતમાં મને શ્રદ્ધા ન બેઠી, જેથી તમને શરી૨પીડા કરીને હણાઈ ગએલા પ્રભાવવાળ પાપી બન્યા. મારા મનના અભિમાનને નાશ કરવા માટે વજી સમાન ! તમારા જય થા, જય થાઓ, તમોને વારંવાર નમસ્કાર થાઓ. શક્રની પ્રશંસારૂપ પતાકાના દેવજદંડ સમાન એવા તમને વંદન કરું છું.'
આ પ્રમાણે તે દેવ જે આવ્યો હતો, તે તેને પ્રણામ કરીને પાછો ગયે. એટલે સૂર્યોદય-સમય થયો. પ્રતિજ્ઞાને સમય પૂર્ણ થઈ, ત્યારે કાઉસગ્ગ પારીને કામદેવ ઘરે ગયા. ત્યારપછી પ્રાતઃકાળે બહાર સમવસરેલા કીવર્ધમાન પ્રભુની
"Aho Shrutgyanam