________________
કાલિકાચાર્ય અને દશાની કથા
[ ૩ર૯ } એટલે જાએ તે કાલકાચાર્યને પોતાના વિશ્વાસુ એવા અધિકારીને સંખ્યા અને વિચાર્યું કે, “હું નહિં મરીશ, તે તેના મરતકને સાતમા દિવસે છેદી નાખીશ.”
ત્યારપછી પોતે અતિ મજબૂત કરલા હારવાળા અંતઃપુરમાં કમાડ બંધ કરીને પ્રવેશ કર્યો અને પિતાના નિવાસથાનની ફરતે ચારે બાજુ હાથી, ઘોડા અને સૈનિકાનો પહેરો રખા, પિતાની કાળ મર્યાદાની રાહ જોતા હતા. આગલા જિતશત્રુ રાજાએ પોતાના પક્ષે વશ કરેલા રાજા કે, જેઓ દત્તરાજાથી કંટાળી ગયા હતા, તે સામંતાદિકે વિચાર કરવા લાગ્યા કે, પહેલાના રાજાને ફરી રાજ્યગાદી પર સ્થાપન કરે. ઉતાવળા ચિત્તવૃત્તિવાળાને દિવસનો ખ્યાલ ન રહો, એટલે દત્ત આઠમાને બદલે સાતમા દિવસે બહાર નીકળીને કાલકાચાર્યને શિક્ષા કરવા માટે પોતે જલ્દી બહાર નીકળે.
રાજમાર્ગો પુરપાદિકથી સુશોભિત બનાવ્યા હતા. સૈનિકો રક્ષણ કરતા હતા, એક માનીને જંગલ જવાની ઉતાવળ થઈ અને માર્ગ વચ્ચે જ વિષ્ટા કરી, તેના ઉપર પુષ્પો ઢાંકી દીધાં, સામંત, મંત્રી-મંડલ આદિ ઘણા પરિવાર સાથે તે રાજમાર્ગ થી જતો હતે. મનમાં આચાર્યને મારવાના પરિણામ ચાલતા હતા, મન આકુળ-વ્યાકુલ થયું હતું, તે સમયે ઘોડેસ્વારના ઘોડાની ખરીથી ઉછળેલ ઢાંકેલી વિષ્ટા ઇત્તરાજના મખમાં એકદમ આવી પડી. તે ચમક અને વિચારવા લાગ્યો કે તેણે કહ્યું. તે પ્રમાણે પ્રમાણ-સહિત અન્ય. શું આજે હું મૃત્યુ પામીશ? એમ સામેતાદિકને કંઇ પણ કહ્યા વગર એકદમ પાછો વળ્યો. એટલે ચિત્તમાં ક્ષોભ પામેલા સામંતરિકે નયું કે, આપણે અમારી મંત્રણા નકકી જાણ લીધી છે, તે આજે તે રાજકુલમાં પ્રવેશ ન કરે, તે પહેલા તેને પકડી લઈએ. (૫૦)
એ પ્રમાણે ગ્રહણ કર્યો, લડવા લાગ્યો, જયારે તે પલાયન થવા લાગ્યો, ત્યારે તેએ પૂર્વના જિતશત્રુ રાજાને લાવીને ત્યાં રાચે બેસાડ. તેઓ તુરુમિતિ દત્તનું શાજાને પ્રથમ ભેટશું કર્યું. તેણે પણ તે દત્તને ખરાબ હાલતમાં મારી નાખવાની આજ્ઞા કરી. એટલે હાથ-પગમાં બેડી જકડીને જેમાં દુષ્ટ પુષ્ટ શરીરવાળા શ્વાને રહેલા છે, જેના તળિયા નીચે અગ્નિની ભયંકર વાળા સળગી રહેલી છે, એવી કુંભમાં શ્વાનોએ તેના શરીરના ટૂકડે ટૂકડા કરી નાખ્યા અને તે કુંભીપાકમાં અગ્નિથી શેકાઈને મૃત્યુ પામ્યા, નરકમાં ઉત્પન્ન થએ તીવ્ર વેદના સહન કરવા લાયે.
શ્રી કાલિક આચાર્ય લાંબા કાળ સુધી સાધુ-પર્યાય પાલન કરીને દેવલોક પામ્યા. સંકટમાં પણ યથાર્થવાદીપણાને ત્યાગ ન કર્યો. (૫૫)
સત્ય વચન ઉપર કલિકાચાર્ય, અસત્યના ફળ ઉપર સુરુમિણિ દત્તની કથા પૂર્ણ થઈ. ઝર
"Aho Shrutgyanam"