________________
[ ૩૧૨ ]
પ્રા. ઉપદેશમાલાનો પૂજાનુવાદ સુંદર ધ્યાન કરવા લાગ્યા કે, “મારા જીવિતથી વધારે શું છે ! જે જવને આશ્રીને હું કદાચ સાચી વાત કહી દઉ, તે બિચારા આ કૌચ પક્ષીનું પેટ ચીરીને નિર્દયતાથી મારી નાખશે, તે ભલે મારું મરણ થાઓ. મારા જીવનના ભોગે પણ આ જીવ તે જીવત રહેશે. જે અવશ્ય પછી પણ નાશ પામવાના છે, તેવા પ્રાણની કઈ અપેક્ષા શખવી? (૧૮૦) આ ભુવનમાં પિતાના આત્માને કરુણા કરનાર છું” એમ કોણ કહેતા નથી? વારતવિક કરુણા કરનાર તે તે કહેવાય કે, આવા સમયે જે જીવરક્ષા ખાતર પિતે સહન કરીને નિર્વાહ કરે.
હે જીવ! આજે તૃણું સરખા આ પ્રાણથી સયું. આ કંચપક્ષીના જીવનું પ્રાણે વડે કરીને હું પાલન-રક્ષણ કરીશ. અહિં કઈ પ્રકારે તેવા વિરલા અને સરલ પુરુષે દેખાય છે કે, જેઓ કપાસની જેમ પોતે પલાઈને બીજાને સુખ આપે છે, તેમ પોતાને વિનાશ નેતરીને પણ બીજાના ઉપકાર માટે મરણોત કણ પણ સહન કરે છે. તથા કપાસને બીજાના પરોપકાર કરવામાં કેટલું સહન કરવું પડે છે, તે કહે છે.
- જ્યારે કપાસિયા સહિત કપાસને યંત્રમાં નાખે છે, ત્યારે તેના હાડકારૂપ બીજસહિત પીલાતાં પીલાતાં દુસ્સહ દુઃખ, વળી લોઢા જેવી હલકી ધાતુના તેલ સામે રાખી ત્રાજવામાં આરોહણ કરવું પડે છે. ગામડિયણ સ્ત્રીઓને હાથે લંચન-લણાવું પડે છે, રૂ છૂટું પાડવા માટે પીંજારાના યંત્રની દોરીના પ્રહારોની વેદના સહેવી પડે છે.
હલકી જાતિના ઢેડ, ચામર, માતંગ વગેરેએ એઠાં મૂકેલા રોટલાની કણિકાકાજીનું પાન કરવું પડે છે. વળી ધોકાના માર ખાવા પડે છે. બીજાનાં કાર્યો સાધી આપનાર કપાસે શું શું દુઃખ નથી સ્વીકાર્યું? હે જીવ! તે નરકમાં અનેક વેદનાઓ સહન કરી છે, તે પછી જીવને જીતાડવા માટે ઉદ્યત થએલે તું આ સહન કરીશ, તે જય મેળવીશ.” આવી ઉત્તમ ભાવનામાં આરૂઢ થએલા તે મુનિને જાણે અતિતીવ્ર વેદનાના હેતુભૂત કર્મનાં દર્શન કરવા માટે કેમ ન હોય તેમ કેવલજ્ઞાન પ્રગટ થયું, તથા તે જ ક્ષણે આયુષ્ય ક્ષય થવાથી અંતકૃત કેવલી થયા. જાણે અશાતા વેદનીય કર્મને નિમૅલ નાશ કરવા માટે કેમ ન હોય.
આ સમયે કેઈક કાજભારી લાવનાર ત્યાં કાણની ભારી નાખી, તેમાંથી એક કાષ્ટ અંડ કોચ પક્ષીના પેટમાં વાચો. ભય પામેલા પક્ષીએ ગળેલા ય ત્યાં છૂટાછવાયા હે કી નાખ્યા. લોકોએ તે જોયા, એટલે લોકોએ સેનારને અતિતિરસ્કાર કર્યો. “હે પાપી ! આવા મહામુનિના ઉપર તે બેટું આળ ચડાવ્યું. પાપ કરીને તેના ઉપર ચૂલિકા સરખી આ મુનિને મારવાની દુષ્ટ બુદ્ધિ કરી. કાલ પામેલા મુનિને દેખીને સોનાર મનમાં અતિસંક્ષોભ પામી વિચારવા લાગ્યો-– “હવે મારી ગતિ કઈ થશે? જે આ મારા સાહસ કાર્યને રાજા જાણશે, તે મારા આખા કુટુંબ
"Aho Shrutgyanam